SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૨૪-૨૫ ૮૧ ___६९०. मनोऽपि पञ्चेन्द्रियवद् द्रव्यभावभेदात् द्विविधमेव । तत्र द्रव्यमनो मनस्त्वेन परिणतानि पुद्गलद्रव्याणि । भावमनस्तु तदावरणीयकर्मक्षयोपशमात्मा लब्धिरात्मनश्चार्थग्रहणोन्मुखो व्यापारविशेष इति ર૪ ___ ९१. नन्वत्यल्पमिदमुच्यते 'इन्द्रियमनोनिमित्तः' इति । अन्यदपि हि चक्षुर्ज्ञानस्य निमित्तमर्थ માનોવાશક્તિ, યાદુ: "रूपालोकमनस्कारचक्षुर्थ्यः सम्प्रजायते । विज्ञानं मणिसूर्यांशुगोशकृद्भ्य इवानलः ॥" इत्यत्राह नार्थालोको ज्ञानस्य निमित्तमव्यतिरेकात् ॥२५॥ ૯૦ મન પણ પાંચ ઈદ્રિયોની જેમ દ્રવ્ય ભાવ ભેદથી બે પ્રકારનું છે, તેમાં મન રૂપે પરિણત પુલ દ્રવ્યો તે દ્રવ્ય મન છે. મનને આવૃત કરનાર કર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિ અને મનથી જાણવા યોગ્ય એવા પદાર્થોને જાણવા માટે મનનું તત્પર બનવું તે સ્વરૂપ જે વ્યાપાર છે તે બંને ભાવમન. ઉન્મુખ = તૈયાર, અર્થબોધમાં તત્પર. ૨૪ ૯૧. ઈદ્રિય અને મનનાં નિમિત્તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ થાય છે, એમ અહીં તમે કહ્યું તેમાં તો બહુ ઓછાં નિમિત્ત બતાવ્યાં છે. કારણ કે ચક્ષુ જ્ઞાનનાં પદાર્થ અને આલોક પણ નિમિત્ત છે. જેમ કહ્યું છે કે મણિ', સૂર્યનાં કિરણ, છાણ વગેરે અનેક કારણોથી અગ્નિ પેદા થાય છે. તેમ રૂપ, આલોક, મનમાં સ્થિરતા, ચક્ષુ આ ચાર દ્વારા વિશિષ્ટ જ્ઞાન ઉદ્ભવે છે.” આ તુલના નયચક્રવૃત્તિમાં અને અનેકાન્ત જયપતાકા ટીકામાં કરવામાં આવી છે. સમાધાન કરતા આચાર્યશ્રી સૂત્ર દર્શાવે છે... અર્થ અને આલોક એ બંને જ્ઞાનનાં નિમિત્ત નથી કેમ કે તેમાં વ્યતિરેક બંધ બેસતો નથી આરપી १ मनोपि चेन्द्रि०-डे० । २ संप्रवर्तते । ૧ જેમ કે સૂર્યના કિરણની આગળ ગિરોલી કાચ-મણિ રાખ્યો હોય અને તેની નીચે ગાયનું છાણ રાખવાથી તે દાઝવા લાગે છે. તેમાં અગ્નિ પેદા થાય છે. (આજની સોલારવિજળી શું છે ? આજ સૂર્યના કિરણથી પેદા કરેલી વિદ્યુત છે,) વળી સુર્યકાંત મણિથી પણ આવી રીતે અગ્નિપેદા કરી શકાય છે, આપણે તો એ જોવાનું છે સૂર્યના કિરણ, વચ્ચે મણિ અને નીચે છાણ રાખવાથી અગ્નિ પેદા થાય છે, એમાંથી એકની પણ ખામી હોય તો આગ પેદા ન થાય. તેમ જ્ઞાન માટે પણ રૂપ આલોક વગેરે બધુ જોઈએ.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy