SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ /૧/૧/૧૭ પ્રમાણમીમાંસા अथ विवादाध्यासितः पुरुषः सर्वज्ञो न भवति वक्तृत्वात् पुरुषत्वाद्वा रथ्यापुरुषवदित्यनुमानं तद्बाधकं बूषे, तदसत्, यतो यदि प्रमाणपरिदृष्टार्थवक्तृत्वम् हेतुः, तदा विरुद्धः तादृशस्य वक्तृत्वस्य सर्वज्ञ एव भावात् ।अथासदभूतार्थवक्तृत्वम् तदा सिद्धसाध्यता, प्रमाणविरूद्धार्थवादिनामसर्वज्ञत्वेनेष्टत्वात् । वक्तृत्वमानं तु सन्दिग्धविपक्षव्यावृत्तिकत्वादनैकान्तिकम् ज्ञानप्रकर्षे वक्तृत्वापकर्षादर्शनात्, प्रत्युत ज्ञानातिशयवतो वक्तृत्वातिशयस्यैवोपलब्धेः । एतेन पुरुषत्वमपि निरस्तम् । કેવી રીતે પ્રવર્તી શકે? એટલે સર્વજ્ઞનું નિષેધ કરનારું અનુમાન જ સર્વશને સાધવા માટે ઉપયોગી બની જાય છે. અમારા અનુમાનનુ જે સાધ્ય છે, તેનો નિષેધ એ તમારું સાધ્ય છે, એટલે તમારે “સર્વશ” એ પક્ષ-ધર્મી બન્યો કા.કે.જેનો નિષેધ કરવાનો હોય તે ધર્મી બને અને તે ધર્મીના જ્ઞાન વિના તેનો નિષેધ ન સંભવે, જેમકે છગન નામની વ્યક્તિને જોઈ હોય, સાંભળી હોય તો જ તેનો નિષેધ = “છગન નથી” કહી શકાય. માટે તમારે પણ સર્વજ્ઞને પ્રમાણસિદ્ધ કરવો જરૂરી છે. “પર્વતત્વ ધર્મનો પવર્તમાં નિષેધ કરનાર એવું અનુમાન” જેમ પર્વતના સાક્ષાત્કારથી બાધિત બની જાય છે. તેમ અહીં પણ પક્ષનો ઉપલભ કરાવનાર પ્રમાણથી આ સર્વજ્ઞ નિષેધક અનુમાન બાધિત બની જાય છે. પૂર્વપક્ષ – “વિવાદાસ્પદ પુરુષ સર્વશ નથી, વક્તા હોવાથી અથવા પુરૂષ હોવાથી, રસ્તામાં ચાલતા માણસની જેમ” એમ પ્રતિજ્ઞામાં વિવાદગ્રસ્તને ધર્મી બનાવીને અનુમાન કરી શકાય છે. એટલે અમારું અનુમાન બાધિત બનવાનો પ્રસંગ રહેતો નથી. ઉત્તરપક્ષ ને આ વાત બરાબર નથી, જો તમને “વક્તા હોવાથી” આ શબ્દ ઉપરથી પ્રમાણ વડે ગ્રહણ કરાયેલ પદાર્થનું પ્રતિપાદન -કથન કરવું આવો અર્થ અભિપ્રેત હોય તો આ હેતુ તમારા અનુમાનની વિરૂદ્ધ જશે, કારણ કે તમામે તમામ પદાર્થને પ્રમાણથી ગ્રહણ કરીને પ્રતિપાદન કરવાનું કામ સર્વજ્ઞ જ કરી શકે. એટલે આ હેતુ ઉલ્ટો સાહ્યાભાવ અર્થાત્ સર્વશની સિદ્ધિ કરનાર હોવાથી વિરૂદ્ધ હેતુ બની જશે. અસભૂત અર્થને કહેનાર હોવું એવો હેતુનો અર્થ અભિપ્રેત હોય તો સિદ્ધ-સાધ્યતા દોષ આવશે. કારણ કે પ્રમાણવિરૂદ્ધ પદાર્થનું પ્રતિપાદન કરનારને અમે પણ સર્વજ્ઞ માનતાં જ નથી. જો તમને વક્નત્વ માત્રને હેતુ તરીકે અભિપ્રેત હોય તો વિપક્ષમાં સર્વશમાં આ હેતુની વ્યાવૃત્તિ-અસત્તા સંદિગ્ધ હોવાથી હેતુ વ્યભિચારી ઠરશે. કારણ કે ૧ પ્રમાણ=પ્રત્યક્ષાદિ કોઈપણ યથાર્થ અનુભવ દ્વારા આવો અર્થ સંભવી- નીકળી શકે છે. પરંતુ પ્રત્યક્ષ વગર અનુમાનની પ્રવૃત્તિ સંભવતી નથી અને આગમ માટે તો હજી ચર્ચા ચાલે અર્થાતુ પ્રથમ યથાર્થ જ્ઞાન કર્યા પછી જ તેનું પ્રતિપાદન સંભવે, માટે પ્રત્યક્ષથી જાણ્યા પછી આગમ પ્રમાણ રજુ થઇ શકે છે. એટલે અહીં પ્રમાણ શબ્દથી પ્રત્યક્ષ પ્રમાણ જ લેવાનું છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy