SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧૪+૧૫ ૪૧ लक्षणान्तरमपि 'इदन्तया प्रतिभासो वा' इति, इदन्तया विशेषनिष्ठतया यः प्रतिभासः सम्यगर्थनिर्णयस्य સોપિ ‘વૈદ્ય' “વા' શબ્દો નક્ષપાનારત્વનાથઃ ૨૪ ६ ४७. अथ मुख्यसांव्यवहारिकभेदेन द्वैविध्यं प्रत्यक्षस्य हदि निधाय मुख्यस्य लक्षणमाह तत् सर्वथावरणविलये चेतनस्य स्वरूपाविर्भावो मुख्यं केवलम् ॥१५॥ અપેક્ષા ન હોવી તેનું નામ વિશદતા છે. જેમ શાબ્દ પ્રમાણની ઉત્પત્તિમાં પહેલા શબ્દ જ્ઞાનની અને અનુમાન પ્રમાણની ઉત્પત્તિમાં લિંગ જ્ઞાનની અપેક્ષા રહે છે. તેની જેમ પ્રત્યક્ષની ઉત્પત્તિમાં શબ્દ-લિંગાદિના જ્ઞાન સ્વરૂપ અન્ય પ્રમાણની અપેક્ષા નથી રહેતી, આ વિશદતાનું એક લક્ષણ થયું. વિશદતાનું બીજું લક્ષણ બતાવે છે. ઈદન્તા ‘આ’ રૂપે પ્રતિભાસ થવો. ધૂમથી અનુમિતિ દ્વારા કે શબ્દથી સંકેતદ્વારા જે વદ્ધિ નિશ્ચિત થાય છે, તે વતિ સામાન્ય નિશ્ચિત થાય છે. એટલે કે વદ્ધિત્વેન વઢિનો નિશ્ચય થાય છે. પણ પર્વતપર વાસ્તવિક જે વહ્નિ વિશેષ રહ્યો છે, એના વિશેષ ધર્મોને આગળ કરીને એનો નિશ્ચય થતો નથી. એ તો પ્રત્યક્ષથી જ થાય છે, એટલે જ પ્રત્યક્ષથી થતા બોધમાં જે “અયંવહ્નિ” એવો ઉલ્લેખ થાય છે. અનુમિત્યાદિથી થતા બોધમાં માત્ર “વતિ” ઉલ્લેખ થાય પણ “અયંવદ્વિ” એવો નહીં. “અય' એ ઈદ સર્વનામનું રૂપ છે, માટે વદ્વિમાં ઈદન્તા આવી અને આ અયં શબ્દ એક ચોક્કસ વહિને જણાવે છે (જે આવા આવા ચોક્કસ રંગની-આટલી ઉંચી આવી હોળી જવાલાઓ ધરાવે છે, વગેરે વગેરે ચોકસાઈ સાથે સામે રહેલો વહિં. આ જ એ વહિની વિશેષતા છે) માટે ઇદન્તા વિશેષ નિષ્ઠા છે એટલે વિશેષ વ્યક્તિ વિશેષમાં રહેલી છે. અનુમિતિ વગેરે દ્વારા ભાસતા વતિમાં આવી કોઈ વિશેષતાઓ ભાસતી ન હોવાથી એનો પર્વત વતિઃ એમ ઉલ્લેખ થઈ શકે છે પણ “પર્વતે અયં વહ્નિ” એવો નહીં, માટે એમાં વૈશક્ય નથી) [, “શંકા સૂત્રમાં કહ્યું છે કે પ્રત્યક્ષને અન્ય પ્રમાણની અપેક્ષા નથી રહેતી. તેનું નામ વૈશદ્ય છે. જ્યારે ૧-૧-૧૦માં ચકાર મૂકીને જણાવ્યું છે કે પ્રત્યક્ષ પણ અન્ય પ્રમાણની અપેક્ષા રાખે છે. તો પછી આ બે વાત માં વિરોધ આવ્યોને? સમા 2૧-૧-૧૦માં ચકાર પ્રત્યક્ષની જેમ અન્ય પ્રમાણ પણ સમાન બળવાળા છે, તે દર્શાવવા માટે છે. વળી અનુમાનાદિ તો અવશ્ય અન્ય પ્રમાણની અપેક્ષા રાખે છે, પ્રત્યક્ષમાં તેવું ફરજિયાત નથી. વળી તેનું વૈશદ્ય જણાવવા ઈદતા પ્રતિભાસ” એવું વૈશદ્યનું બીજું લક્ષણ કહ્યું છે.] સૂત્રમાં પ્રયુક્ત વા’ શબ્દ આવા બીજા લક્ષણનો સૂચક છે. ૧૪ ૭. મુખ્ય અને સાંવ્યવહારિકના ભેદથી પ્રત્યક્ષ બે પ્રકારે છે. એ હકીકતને મનમાં ધારી મુખ્ય–પ્રધાન પ્રત્યક્ષનું લક્ષણ કહે છે..
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy