SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧૨+૧૩ | ૩૯ ६ ४२. अपि चायं प्रमाणपञ्चकनिवृत्तिरूपत्वात् तुच्छः । तत एवाज्ञानरूपः कथं प्रमाणं भवेत् ? । तस्मादभावांशात्कथञ्चिदभिन्नं भावांशं परिच्छिन्दता प्रत्यक्षादिना प्रमाणेनाभावांशो गृहीत एवेति तदतिरिक्तविषयाभावान्निविषयोऽभावः । तथा च न प्रमाण मिति स्थितम् ॥१२॥ ६ ४३. विभागमुक्त्वा विशेषलक्षणमाह વિશ: પ્રત્યક્ષમ્ શરૂા ४४. सामान्यलक्षणानुवादेन विशेषलक्षणविधानात् 'सम्यगर्थनिर्णयः' इति प्रमाणसामान्यलक्षणमनूद्य 'विशदः' इति विशेषलक्षणं प्रसिद्धस्य प्रत्यक्षस्य विधीयते । तथा च प्रत्यक्षं धर्मि । ૪૨. સત્તાને-સત્પદાર્થને ગ્રહણ કરનારા-વસ્તુનાસભાવને જણાવનારા પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની પ્રવૃત્તિ ન થવી તે અભાવ પ્રમાણ છે. એમ આ અભાવ પ્રમાણ પાંચ પ્રમાણની નિવૃત્તિ રૂપ હોવાથી તુચ્છ' = નિઃસ્વરૂપ છે. એથી જ અજ્ઞાન રૂપ હોવાથી તેને પ્રમાણ કેવી રીતે મનાય? તેથી વાસ્તવમાં અભાવાંશથી કથંચિત્ અભિન્ન ભાવાંશને જણાવવાવાળું પ્રત્યક્ષાદિ પ્રમાણથી અભાવ અંશ પણ જણાઈ જ જાય છે. આનાથી અતિરિક્ત કોઈ જાણવાનો વિષય બચતો નથી. માટે અભાવ પ્રમાણ વિષય શૂન્ય છે. એટલે વિષય શૂન્ય હોવાથી પ્રમાણરૂપ નથી. ૧૨ ૪૩. પ્રમાણના ભેદ બતાવીને વિશેષ લક્ષણ દર્શાવે છે... વિશદ સ્પષ્ટતાવાળું પ્રત્યક્ષ પ્રમાણ છે. I૧૩ ૪૪. સામાન્ય લક્ષણનો અનુવાદ કરી વિશેષ લક્ષણનું વિધાન કરવું જોઈએ. આ ન્યાયના અનુસાર “સખ્ય અર્થ નિર્ણય” આ સામાન્ય લક્ષણનો અનુવાદ કરી પ્રસિદ્ધ પ્રત્યક્ષનું “વિશદ” હોય તે પ્રત્યક્ષ એમ વિશેષ લક્ષણ કરવામાં આવે છે. એટલે પ્રત્યક્ષ એ ધર્મી-પક્ષ છે. ૨-ત્રિામાાં ૦-તા. ૨ ક રિ વિષા-તા ૧ ભાટ્ટો એવું માને છે જ્યાં પાંચમાંથી એક પણ પ્રમાણલાગું ન પડતું હોય ત્યાં આ છઠ્ઠ અભાવ પ્રમાણ લાગુ પડે છે. પણ જ્યાં પાંચમાંથી એક પણ પ્રમાણ લાગું પડે તે વસ્તુ સદ્ હોય છે, જ્યારે અહીં તો પાંચેની નિવૃત્તિ હોવાથી તેનો વિષય અસદ્ બનશે, તેથી તેનું ગ્રાહક અભાવ પ્રમાણ પણ અસતુચ્છ માનવું પડશે. અતુચ્છ-સપદાર્થ ક્યારે અમને પકડે નહીં. હાથથી ક્યારેય સસલાનું શિંગડુ પકડાતું નથી. હવે કોઈ કહે મેં હાથથી સસલાનું શિંગડું પકડ્યું તો આપણે તે કહેનારને જ તુચ્છ-મૃષાવાદી માનશું. યદ્રા “ઇનિજન્ય જ્ઞાન” તે પ્રત્યક્ષ કહેવાય, તેમ અભાવ પ્રમાણનું શુ સ્વરૂપ છે? પાંચ પ્રમાણની પ્રવૃત્તિ ન થવી તેનું નામ જ અભાવ પ્રમાણ. હવે જ્યાં પાંચમાંથી એક પણ પ્રમાણની પ્રવૃત્તિ ન દેખાતી હોય તે પ્રમાણ કેવી રીતે હોઈ શકે, ચાક્ષુષજ્ઞાનમાં પ્રત્યક્ષપ્રમાણની પ્રવૃત્તિ દેખાય છે, માટે તેને પ્રમાણ કહી શકાય છે. એટલે પ્રમાણની પ્રવૃત્તિ=અર્થઠિયા જ્યાં બિલકુલ ન ઘટે તે અસતુ તુચ્છ જ હોય ને-કારણ કે અથકિયાવાળુ જે હોય તે સંતુ કહેવાય. અહીં અભાવ પ્રમાણમાં તમે પ્રમાણ સંબંધી અથક્રિયાનો તો જાતે જ નિષેધ કરો છો, માટે પ્રમાણ રૂપ ન કહેવાય- અજ્ઞાનરૂપ કહેવાશે. (વળી પ્રમેય વિ.ની અર્થક્રિયાતો તમને તેમાં માન્ય છે જ નહીં, એમ કોઇ પણ જાતની અર્થકિયા ન ઘટવાથી અભાવપ્રમાણ તુચ્છ રૂપ જ છે) ૨ ઘટના રૂપાદિની જેમ ઘટાભાવવત્ત્વ એને ભૂતલના ધર્મ તરીકે માની પ્રત્યક્ષ કરી શકાય છે, આદિથી પ્રતિયોગી = ઘટના સ્મરણપૂર્વક અનુયોગી = ઘટાભાવવાળા ભૂતલનું પ્રત્યક્ષ થવાથી ઘટાભાવનું જ્ઞાન થતું હોવાથી પ્રત્યભિજ્ઞા પણ માની શકાય છે, બધો વિવક્ષા ઉપર આધાર રાખે છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy