SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧૧ धर्मकीर्तिरप्येतदाह "प्रमाणेतरसामान्यस्थितेरन्यधियो गतेः । प्रमाणान्तरसद्भावः प्रतिषेधाच्च कस्यचित् ॥१॥ अर्थस्यासम्भवेऽभावात् प्रत्यक्षेऽपि प्रमाणता । प्रतिबद्धस्वभावस्य तद्धेतुत्वे समं द्वयम्" ॥२॥ इति । 8 ३७. यथोक्तसङ्ख्यायोगेऽपि च परोक्षार्थविषयमनुमानमेव सौगतैरुपगम्यते, तदयुक्तम्, शब्दादीनामपि प्रमाणत्वात् तेषां चानुमानेऽन्तर्भावयितुमशक्यत्वात् । एकेन तु सर्वसङ्ग्राहिणा प्रमाणेन प्रमाणान्तरसङ्ग्रहे नायं दोषः । तत्र यथा इन्द्रियजमानसात्मसंवेदन-योगिज्ञानानां प्रत्यक्षेण सङ्ग्रहस्तथा स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमानां परोक्षेण सङ्ग्रहो लक्षणस्याविशेषात् । स्मृत्यादीनां च विशेषलक्षणानि स्वस्थान एव वक्ष्यन्ते । एवं परोक्षस्योपमानस्य प्रत्यभिज्ञाने, अर्थापत्तेरनुमानेऽन्तर्भावोऽभिधास्यते ॥११॥ ચાર્વાક ને ત્યાં તે પ્રત્યક્ષ રૂપે નથી. પણ પ્રત્યક્ષાભાસ રૂપે છે, એટલે અમારાં પ્રત્યક્ષમાં તો પ્રામાણ્ય અકબંધ જ રહે છે. જૈન – આવું તો પરોક્ષ પ્રમાણમાં પણ કહી શકાય છે. એટલે જ્યાં અર્થ સાથે વ્યભિચારી હોય તે અનુમાનાભાસ, આગમાભાસ કહેવાય. અને અર્થઅવ્યભિચારી છે તે અનુમાન | શબ્દ પ્રમાણ છે, એમ કહી શકાય છે. આવું ન માનવું છે તો માત્ર અન્યત્ર-પ્રત્યક્ષમાં પક્ષપાત સિવાય બીજું કશું નથી. ધર્મકીર્તિએ પણ આ જ કહ્યું છે... પ્રમાણ અપ્રમાણ જ્ઞાનની સમાનતાનાં આધારે જે જ્ઞાનપ્રમાણભૂત જણાયું તેના જેવું કાલાન્તરે જ્ઞાન જોઈ તેવા જ્ઞાનને પ્રમાણ અને વિપરીતજ્ઞાનને-પૂર્વેવ્યભિચારવાળુ જ્ઞાન થયું હોય, તેના જેવું કાલાન્તરે થયેલા જ્ઞાનને અપ્રમાણ તરીકે સિદ્ધ કરવાના-ઠેરવવાની વ્યવસ્થા કરવાથી, પરની બુદ્ધિને સમજવાથી અને કોઈક અતીન્દ્રિયનો પ્રતિષેધ થતો હોવાથી પ્રત્યક્ષ પ્રમાણથી અન્ય પ્રમાણનો સદ્ભાવ સિદ્ધ થાય છે. (૧) અર્થના અભાવમાં પ્રત્યક્ષનો અભાવ હોય છે, માટે પ્રત્યક્ષને પ્રમાણ મનાય છે. તો પ્રતિબદ્ધ અવિનાભૂત સ્વભાવવાળું લિંગ જે અનુમાન પ્રમાણમાં હેતુ હોય તો તેને પ્રમાણ માનવું જ જોઇએ. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષમાં બન્નેમાં અર્થ અવ્યભિચાર તો સરખો જ છે. પ્રમાણભૂત સહેતુવાળું અનુમાન પણ અર્થનાં અભાવમાં પેદા થતું નથી (૨) ૩૭. બૌદ્ધ પ્રમાણની સંખ્યા તો બે જ માને છે, પણ પરોક્ષ પદાર્થને વિષય કરનારૂં માત્ર અનુમાન જ છે એમ કહે છે, તે યુક્ત નથી. કારણ શબ્દ વગેરે પણ પ્રમાણ છે, તેમનો અનુમાનમાં અન્તર્ભાવ કરવો શકય નથી. એક પરોક્ષ પ્રમાણથી અનુમાન, શાબ્દ આદિ બધા પ્રત્યક્ષભિન) પ્રમાણોનો સંગ્રહ કરવાથી આ દોષ લાગતો નથી. જેમ ઈન્દ્રિયજ, માનસ, સ્વસંવેદન અને યોગિજ્ઞાન આ બધાનો પ્રત્યક્ષમાં સમાવેશ થઈ જાય છે. તેમ સ્મૃતિ પ્રત્યભિશા, તર્ક, અનુમાન, આગમનો એક પરોક્ષમાં જ સમાવેશ થઈ જાય છે, કારણ કે આ બધામાં પરોક્ષનું સામાન્ય લક્ષણ (અવિશદ = બીજાનની અપેક્ષા રાખવી તે) સમાન રૂપે ઘટી શકે છે. સ્મૃતિ વિ.ના વિશેષ લક્ષણો પોત પોતાનાં સ્થાને આગળ કહીશું. પરોક્ષ ઉપમાનનો પ્રત્યભિજ્ઞામાં અને અર્થોપત્તિનો અનુમાનમાં અન્તર્ભાવ થાય છે. આ હકીકત આગળ કહીશું. ૧૧ ૧ -જે બા - .
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy