SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧૮ ૨૯ तस्मादनुपचरितमविसंवादित्वं प्रमाणस्य लक्षणमिच्छता निर्णयः प्रमाणमेष्टव्य इति ॥८॥ ६ २८. प्रमाणसामान्यलक्षणमुक्त्वा परीक्ष्य च विशेषलक्षणं वक्तुकामो विभागमन्तरेण तद्वचनस्याशक्यत्वात् विभागप्रतिपादनार्थमाह જૈન - જેમ તૈમિરિક જ્ઞાન=મોતીયાવાળા માણસની નજર તો એક ચંદ્ર ઉપર પડે છે, પણ પોતાને બે દેખાય છે. દશ્ય એક અને વિકથ્ય બે ચંદ્ર છે, પણ નેત્રનો સંનિકર્ષ એક ચંદ્ર સાથે હોવાથી તે સામે (દેખાતા) એક ચંદ્રને જ પોતે બે ચંદ્ર માનીને પ્રવૃત્તિ કરે છે. તેમ નિર્વિકલ્પકના એકીકરણથી સંવાદી પ્રવૃત્તિ થતી હોવાથી સંવાદી પ્રવૃત્તિનો ઉપચાર માત્ર સવિકલ્પમાં થઈ શકશે. નામજાત્યાદિ વગરનું પદાર્થનું જ્ઞાન કર્યા પછી તેજ પદાર્થના નામ વગેરે. સ્વરૂપને સવિકલ્પ જ્ઞાનથી જાણી પ્રવૃત્તિ કરે છે. તેમાં તેને સફળતા મળે છે. [અહીં તૈમિરિકનું દષ્ટાન્ન માત્ર દેશ્ય અને વિકલ્થનું એકીકરણ સંભવી શકે છે એટલા પુરતું જ છે, નહીં કે સંવાદી જ્ઞાન દર્શાવવા માટે.] તેથી બૌદ્ધ વાસ્તવિક નિરૂપચરિત અવિસંવાદી જ્ઞાનનેજ પ્રમાણ માનવા ઇચ્છતા હોય તો નિર્ણય સવિકલ્પ-નિશ્ચયાત્મક જ્ઞાનને જ પ્રમાણ માનવું જોઇએ [(સ્થલ દષ્ટિએ વિચારીએ તો) દૂરથી પહાડ ઉપર નજર પડી આ નિર્વિકલ્પકજ્ઞાન અને પહાડ છે દૃશ્ય, હવે પછી આવો વિકલ્પ ઉભો થયો કે “આ સમેતશિખરજીનો પહાડ છે" આ વિકલ્પજ્ઞાન થયું અને પછી પ્રથમ જે પહાડ ઉપર નજર પડી તેની સાથે આ વિકસ્યનું એકીકરણ કરી એટલે મારી નજરમાં જે પહાડ આવ્યો તે શિખરજીનો છે” એમ નિશ્ચય કરી પોતે પ્રવૃત્તિ કરે છે અને પોતે દર્શન વંદનથી પાવન બને છે, હવે જો પોતાની નજરમાં આવે તે પહાડથી ભિન્ન પહાડની બાબતમાં વિકલ્પ ઉભો કર્યો હોત અર્થાત્ પોતાના વિકસ્યનું દશ્ય-પહાડ સાથે એકીકરણ ન કર્યું હોત તો તે બીજી દિશામાં જાત તો તેને શિખરજીના દર્શન કરવા રૂપ સંવાદી પ્રવૃત્તિ ચાત નહીં] ૨૮ પ્રમાણનું સામાન્ય લક્ષણ દર્શાવી, તેની પરીક્ષા કરીને હવે વિશેષ લક્ષણ કહેવાની કામનાવાળા ગ્રંથકાર વિભાગનું પ્રતિપાદન કરે છે. કારણ કે વિભાગ પાડ્યા વિના વિશેષ લક્ષણ રચવું શકય નથી.કોઈ વસ્તુનો ભેદ પડતો હોય તો જ તેનું વિશેષ- જુદુ જુદુ સ્વરૂપ પણ સંભવી શકે. એટલે જ તો કેવલજ્ઞાનનો બીજો કોઈ ભેદ નથી. તેથી એક સામાન્ય લક્ષણ કર્યા પછી બીજા કોઈ વિશેષ-જુદા જુદા લક્ષણ કરવાના નથી રહેતા. અને મતિજ્ઞાન વિગેરેના ભેદ છે, તો તે ભેદોના અલગ અલગ લક્ષણ પણ છે. જેમકે “ઈદ્રિયમનથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન” આવું સામાન્ય લક્ષણ કર્યા પછી સામાન્યથી યત્કિંચિતનું ગ્રહણ કરવું તે અવગ્રહ ઈત્યાદિ વિશેષ લક્ષણ કર્યા એથી ભેદનું પ્રતિપાદન કરવા સૂત્ર દર્શાવે છે. ૧ પદાર્થનું દર્શન તો નિર્વિકલ્પકશાનથી થાય છે, માટે તેનો વિષય દશ્ય કહેવાય, અને પછી તો અનેક વિકલ્પ કલ્પના કરવામાં આવે છે, તેનો જે વિષય બને તે વિકધ્ય કહેવાય, હવે આત્મા-પ્રમાતા જે પદાર્થ દશ્ય બન્યો હતો તેના પછી જ આવા વિકલ્પજ્ઞાન કરતો હોવાથી તેને એમ લાગે છે કે આ મેં જે કલ્પના કરી છે તે પણ એ જ દશ્ય પદાર્થની છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy