SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૮ . ૨૫ अदृष्टार्थे तु दृष्टार्थग्रहणोपराग-नष्ट-मुष्ट्यादिप्रतिपाद'कानां संवादेन प्रामाण्यं निश्चित्य संवादमन्तरेणाप्यातोक्तत्वेनैव प्रामाण्यनिश्चय इति सर्वमुपपन्नम् । જ છે, તેથી વક્તાથી સાંભળ્યું તે આગમ જ્ઞાનમાં પ્રામાણ્ય આવે.] અદષ્ટપદાર્થને વિષય બનાવનાર શબ્દ જ્ઞાનની પ્રમાણતા આ કથિત હોવાથી થાય છે એટલે કે દષ્ટાર્થ-પ્રત્યક્ષ જોઈ શકાય એવા ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, થવાથી નષ્ટ પુષ્ટિ વિ. પદાર્થો મળી જવાથી, ઈત્યાદિ “અમુક દિવસે અમુક સમય થવાનું છે કે મળવાના છે” આ વાક્ય સાંભળ્યા પછી વિવક્ષિત દિવસે તે પ્રમાણે સૂર્યગ્રહણ વિ. જોવાથી પોતાને નિશ્ચિત થાય છે કે આ વાક્ય સત્ય છે, તેનાં આધારે “આ શાસ્ત્રમાં વાતો સત્ય છે” એવી પ્રમાણતા નિશ્ચિત થાય છે. એટલે તે શાસ્ત્રમાં પ્રતિપાદિત અદષ્ટ પદાર્થનું પ્રતિપાદન કરનાર વાક્યમાં પણ આતો ઉપરોકત આપ્ત દ્વારા કહેવાયેલું હોવાથી પ્રમાણતાનો નિશ્ચય થઈ જાય છે. અને નવા કોઇ સંવાદિત જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. શાસ્ત્રકથિત અષ્ટાર્થમાં ફેરફાર થવા સંભવ નથી માટે અવ્યભિચાર દુર્વિય નથી. જેમકે એકબેવાર સમય પ્રમાણે સૂર્યગ્રહણ, આયુર્વેદિકશાસ્ત્ર પ્રમાણે ઔષધઉપચાર એક બે ઠેકાણે જોઈ લેતા, પછી તેનું પ્રત્યક્ષ કર્યા વગર પણ ગણતરી કરી સૂર્યગ્રહણ અને આરોગ્યનું આ ઔષધ સાચું છે, આવી ખાત્રી કરી લેશે. આ પ્રમાણે જ્ઞાનની પ્રમાણતા નિશ્ચિત થઈ શકતી હોવાથી કોઈ પણ જાતની ગરબડ રહેતી નથી. [çાર્થોથવ્યfમવારણ્ય દુર્ગાના એટલે કે જેમ ધૂમસાથે અગ્નિનો આવ્યભિચાર છે, પ્રત્યક્ષ જ્ઞાનનો પણ અર્થ સાથે અવ્યભિચાર છે. સામે ઘટ ન હોય તો ઘટનું ભાન-ઘટ વિષયક પ્રત્યક્ષ સંભવતુ નથી માટે અનુમાન અને પ્રત્યક્ષ જ્ઞાનમાં અવ્યભિચાર જાણી શકાય છે. જ્યારે ઘટ શબ્દ તો ઘટપદાર્થ વિના પણ સુતરાં સંભવી શકે છે, પુસ્તકાદિમાં તેમ જોવા મળે છે, એટલે ઘટ શબ્દનો ઘટ પદાર્થ સાથે વ્યભિચાર આવતો હોવાથી અર્થ સાથે શાદ પ્રમાણ (જ્ઞાન)નો અવ્યભિચાર જાણવો મુશ્કેલ છે. વળી દષ્ટપદાર્થમાં તો વધારે મુશ્કેલ છે. કા. કે. જે રૂમમાં ઘડો પડ્યો હોય તે જોઈ આવ્યા, બહાર આવી કહીએ કે જા રૂમમાં ઘડો છે, તે જાય તેટલામાં કોઈએ તે ઘડાને ખસેડી દીધો હોય તેથી ઉપલબ્ધ ન થાય એમ દષ્ટાર્થમાં १ वाक्यानाम् । ૧. નષ્ટમુષ્ટિ = નષ્ટ એટલે નાશી ગયેલા પુત્ર, ઘોડા વગેરેની યથાર્થમાહિતી, મુષ્ટિ-ધનવગેરેની ચોરી (સુષુક્તિ )ની યથાર્થ માહિતી આપનારા વચનો. ૨. બૌદ્ધ ગ્રંથના પ્રતિપાદક ધર્મકીર્તિએ ન્યાય બિંદુ (૩.૧૩૧) માં “ સર્વ માનો યા જોરિ જ્ઞાતિ પતિવાન તર વથ મર્ધમાનિિરતિ” જૈન મતનું ખંડન કરવા આવું વૈધર્મ દષ્ટાન્ન આપ્યું છે. એનાથી નક્કી થાય છે કે ધર્મકીર્તિની પહેલાં પણ જૈનાચાર્યોએ સર્વશની-આતની સિદ્ધિ માટે જ્યોતિષ પ્રતિપાદન વગેરેને હેતુ તરીકે મૂકેલું હોવું જોઇએ, બસ તેનો જ આશરો લઈ આચાર્યશ્રીએ શાસ્ત્રની પ્રમાણતા જણાવી છે. A. આ દષ્ટાંતથી તો સર્વશની સિદ્ધિ થાય છે. તો પછી જૈનનું ખંડન કેવી રીતે? ઉ. આ વૈધર્મ દષ્ટાંત આપી તેનું અંક્સ તો ન્યાયબિંદુમાં વિસ્તારથી કર્યું છે, એટલે સાધર્મ દષ્ટાંત હોય તો સાધ્યની સિદ્ધિ થાય અને વૈધર્મ રૂપે આપેલુ દષ્ટાંત સર્વજ્ઞનું ખંડન જ કરી આપે છે, જેમકે અયનિત્યઃ અહીં વૌધર્યરૂપે યથાઘટ એ દાંત શું કહેવાય. સાધ્યની અસિદ્ધિમાં જ કારણ બને છે, તેમ એમને ત્રઋષભ વર્ધમાન વિ. ને વૈધર્મ રૂપે મૂકયા છે તે એમ જણાવે છે કે તેઓ ઋષભ વર્ધમાન વિ. તો અસર્વજ્ઞ જ છે, જેમ ઘટ અનિત્ય જ છે (આપણે તો આ દષ્ટાંતની પંક્તિમાંથી માત્ર આટલું જ લેવાનું છે કે ધર્મકીર્તિએ આ વાત મૂકી છે તે જણાવે છે કે પૂર્વાચાર્યોએ આવીવાતનો ઉલ્લેખ કર્યો હશે.)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy