SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૮ ૨. अनुमाने तु सर्वस्मिन्नपि सर्वथा निरस्तसमस्तव्यभिचाराशङ्के स्वत एव प्रामाण्यम्, अव्यभिचारिलिङ्गसमुत्थत्वात्, न लिगाकारं ज्ञानं लिां विना, न च लिग लिङ्गिनं विनेति । ६ २३. कचित् परतः प्रामाण्यनिश्चयः, यथा अनभ्यासदशापन्ने प्रत्यक्षे । नहि तत् अर्थेन गृहीताव्यभिचारमिति तदेक विषयात् संवादकात् ज्ञानान्तराद्वा, अर्थक्रियानिर्भासाद्वा, नान्तरीयार्थदर्शनाद्वा तस्य प्रामाण्यं निश्चीयते । तेषां च स्वतः प्रामाण्यनिश्चयान्नानवस्थादिदौस्थ्यावकाशः । જેમાંથી બધી જ જાતની વ્યભિચાર શંકા દૂર થઈ ગઈ છે, એવા તમામે તમામ અનુમાનમાં પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ થાય છે અવ્યભિચારી લિંગથી પેદા થયેલું હોવાથી. “અયંલિંગ” ઈત્યાકારક લિંગને ગ્રહણ કરવાના પરિણામવાળુ લિંગાકારજ્ઞાન લિંગ વિના થઈ શકતું નથી. અને તે લિંગ લિંગી વિના સંભવી ન શકે. જેમ “આ પર્વત ઉપર ધૂમ છે” આવું જ્ઞાન પર્વત ઉપર ધૂમની હયાતી વિના સંભવે નહિં. અને તે ધૂમ (લિંગ) લિંગી = વહ્નિ વિના પેદા થઈ શકે નહિ તેથી પ્રમાતાને આવા અવિનાભાવવાળા ધૂમના જ્ઞાનથી ધૂમની સાથોસાથ અનુમિતિ રૂપે વહ્નિની હયાતીની પણ ખાત્રી થઈ જાય છે. પણ ત્યાં વહિન હશે કે કેમ? આ ખાત્રી માટે મારે શું કરવું? ઇત્યાદિ વિચારણા જ થતી નથી. એટલે નવી નિશાની ગોતવા જતો નથી. પ્ર. પર્વત ઉપર ધૂમ ન હોય છતાં પણ ભ્રમના કારણે ધૂળ ઉડતી હોય ત્યારે પણ લિંગજ્ઞાન થઈ જશે તો તે જ્ઞાન ધૂમની હયાતી વિના જ થયુ ને? ઉ. અહીં ભ્રમજ્ઞાન નથી લેવાનું, પરંતુ વ્યભિચાર વગેરેની શંકાવગરનું લિંગ જ્ઞાન લેવાનું છે. અહીં ધૂમલિંગનું પ્રત્યક્ષ જ્ઞાન કરવાનું છે અને પ્રમાતા અભ્યાસના કારણે સ્વતઃ તે ધૂમના પ્રામાણ્યની ખાત્રી કરી શકે છે, માટે અહીં ભ્રમ જ્ઞાનનો સંભવ નથી. ધૂળમાં ધૂમનો ભ્રમ થવાનો તેને સંભવ નથી. વાતતો એમ છે કે ધૂમની પાકી ખાત્રી ભલે થઈ ગઈ હોય, પરંતુ જો ધૂમ હોય ત્યાં અવશ્ય વહિ હોય જ” આવું વ્યભિચારની શંકા વગરનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વઢિનું જ્ઞાન મારુ સાચું છે કે ખોટું એ ખાત્રી કરવા બીજાનો સહારો લેવો પડે, પરંતુ જો ધૂમ-વતિમાં વ્યાપ્તિની પાકી ખાત્રી હોય, તો પછી અહીં સ્વતઃ વહિના અનુમાનમાં ખાત્રી થઈ જાય છે. જેને ધૂમના પ્રત્યક્ષમાં પ્રામાણ્યની ખાત્રી થઈ ગઈ હોય તે જ નિઃશંકપણે અનુમાન કરશેને, દૂર સુદૂરથી ધૂમનો આભાસ થતો હોય તેના પરથી વહ્નિની પાકી ખાત્રી થોડી કરે? એટલે પહેલા લિંગની ખાત્રી કરી લીધી હોય અને વ્યાતિજ્ઞાન પાકું હોય તેજ અનુમાનના વિષયની ખાત્રી સ્વતઃ કરી શકે. ૨૩. કોઈ ઠેકાણે પ્રામાણ્યનો નિશ્ચય પરતઃ થાય છે, જેમ કે વસ્તુનું પહેલી વાર જ્ઞાન કર્યું હોય, તે જ્ઞાન સત્ય છે, એવી ખાત્રી કરવા બીજા જ્ઞાનની જરૂર પડે છે, કારણ કે તે જ્ઞાન પદાર્થ સાથે આવ્યભિચારના નિશ્ચયવાળું નથી. જેમ સામે ઘટ પડ્યો હતો તે વ્યક્તિએ તેવા આકારનો ઘટ પ્રથમવાર જોયો હતો, માટે “આ ઘટ જ છે આવું મારું જ્ઞાન સત્ય જ છે એનો નિર્ણય કરી શકતો નથી. પરંતુ કોઈ આમ વ્યક્તિ કહે અલ્યા શું જુએ છે? આ તો ઘડો છે, १ लिङ्गग्रहपरिणामि । २ तदेकदेशविष०-डे० । ३ तदेकविषयसंवादकज्ञानान्तरादीनाम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy