SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૧/૧/૪ न चैषां भिन्नविषयत्वम्, एवं ह्यवगृहीतस्य अनीहनात्, ईहितस्य अनिश्चयादसमञ्जसमापद्येत । न च पर्यायापेक्षया . अनधिगतविशेषावसायादपूर्वार्थत्वं वाच्यम्, एवं हि न कस्यचिद् गृहीतग्राहित्व - मित्युक्तप्रायम् । $ १६. स्मृतेश्च प्रमाणत्वेनाभ्युपगताया गृहीतग्राहित्वमेव स तत्त्वम् । यैरपि स्मृतेरप्रामाण्यमिष्टं तैरप्यर्थादनुत्पाद एव हेतुत्वेनोक्तो न गृहीतग्राहित्वम्, यदाह પ્રમાણમીમાંસા અપૂર્વગ્રાહી જ્ઞાનવાદી → ઇહા અપાય વગેરેનાં ભિન્ન ભિન્ન વિષય હોવાથી તેમને પ્રમાણરૂપ કહેવામાં વાંધો નથી. એકદ્રવ્યગ્રાહીજ્ઞાનવાદી (ગૃહીતગ્રાહી વાદી)→ જો અવગ્રહ ઇહા વગેરે જ્ઞાનના ભિન્ન ભિન્ન દ્રવ્ય વિષય બનતા હોય તો અવગ્રહથી જાણેલું દ્રવ્ય ઇહાનો વિષય નહિ બની શકે. અને ઇહાના વિષય બનેલ દ્રવ્યનું અપાયથી ગ્રહણ નહિ થાય. આમ થવાથી આપણી જે વ્યવસ્થા હતી કે અવગૃહીત જ ઇહાનો વિષય બની અંતે અપાય દ્વારા પદાર્થનો નિર્ણય થવાનો હતો, તે વ્યવસ્થા પડી ભાંગશે. અને અવગૃહીત કે ઇહીત ન બનેલ પદાર્થનો પણ સીધો અપાય થવાની આપત્તિ આવશે, જે તમને પણ ઇષ્ટ નથી. ♦ અપૂર્વગ્રાહી જ્ઞાનવાદી → પર્યાયની અપેક્ષાએ આ અવગ્રહ વગેરે ઉત્તરોત્તર અગૃહીત અર્થને ગ્રહણ કરતા હોવાથી અવસાય = નિર્ણય (સંહિ.) પર્યાયની અપેક્ષાએ અનધિગતવિશેષનો નિર્ણય થવાથી બધા જ્ઞાનોના વિષય અપૂર્વ સંભવી શકે છે. એટલે અવગ્રહ વખતે તે દ્રવ્યમાં જે પર્યાયો હતા, તેનાથી ભિન્ન પર્યાયો ઇહા વખતે હોય છે, તે પૂર્વે ગ્રહણ કરાયેલા નથી, એમ તેવા અનધિગત- પૂર્વે નહીં જણાયેલા પર્યાય વિશેષનો નિશ્ચય થવાથી અમારું લક્ષણ સચવાઇ જશે અને વ્યવસ્થા પણ ટકી રહેશે. · → ગૃહીતગ્રાહી જ્ઞાનવાદી → આમ કહેતા તે ધારાવાહિક અને અધારાવાહિક બધા જ જ્ઞાનો અગૃહીતઅપૂર્વ ગ્રાહી બની જતા હોવાથી ગૃહીત-પૂર્વગ્રાહી કોઇ જ્ઞાન જ નથી આમ સંભવ અને વ્યભિચારનો અભાવ હોવાથી “અગૃહીત=અપૂર્વગ્રાહી જ્ઞાન પ્રમાણ છે” તેનો ફલિતાર્થ પૂર્વગ્રાહી જ્ઞાન તે અપ્રમાણ છે, એમ તમે જે “અગૃહીત”એજ્ઞાનનું વિશેષણ મૂક્યુ છે તેનિરર્થક બની જશે. આ વાત પહેલાં અમે કહી ચૂકયા છીએ. હવે જો ‘વ્યવસાયાત્મ પૂર્વપ્રાજ્ઞિાનં અપ્રમાŕ'' આમાંથી પૂર્વગ્રાહી વિશેષણ વ્યર્થ હોવાથી કાઢી નાંખોતો “વ્યવસાયાત્મક જ્ઞાનસામાન્ય અપ્રમાણ છે” એમ કહેતા પ્રમાણભૂત જ્ઞાનને પણ અપ્રમાણમાનવાની આપત્તિ આવે. કા. કે તે પણ જ્ઞાન અન્તર્ગત તો છે જ. ૦ ૧૬ → પ્રમાણ તરીકે સ્વીકારેલી સ્મૃતિનું સ્વરૂપ ગૃહીતગ્રાહી જ છે. વળી જેઓએ સ્મૃતિને અપ્રમાણ તરીકે માની છે, તેનુ કારણ પણ “પદાર્થથી ઉત્પન્ન થયેલ નથી’” એવું આપેલ છે. અનુભવથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે, પછી ભલે તે પદાર્થ અત્યારે વિદ્યમાન હોય કે ન પણ હોય એટલે વર્તમાન કાલીન સ્મૃતિજ્ઞાન વખતે પદાર્થ હાજર ન હોવાથી તેને અપ્રમાણ માને છે, પણ ગૃહીતગ્રાહી હોવાથી તેને-સ્મૃતિને અપ્રમાણ માની નથી. १ स्वरूपम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy