SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ /૧/૧/૨ પ્રમાણમીમાંસા ज्ञानं च विवादाध्यासितं रूपादिज्ञानमिति । संवित्' स्वप्रकाशे स्वा'वान्तरजातीयं नापेक्षते, वस्तुत्वात्, घटवत् । संवित् परप्रकाश्या वस्तुत्वात्, घटवदिति चेत्, न, अस्याप्रयोजकत्वात्, न खलु घटस्य वस्तुत्वात् परप्रकाश्यता अपि तु बुद्धिव्यतिरिक्तत्वात् । तस्मात् स्वनिर्णयोऽपि प्रमाणलक्षणमस्त्वित्याशङ्क्याह ન શકે. હવે અહીં કોઈ અન્ય ગતિ ન હોવાથી સ્વતઃ પ્રકાશિત-જ્ઞાત માનવું જરૂરી છે. આ નિશ્ચિત હોવાથી અહીં દષ્ટાન્ત' તરીકે તેનો ઉપન્યાસ કર્યો છે. આમ જ્ઞાન સામાન્ય સ્વપ્રકાશિત સિદ્ધ થયું અને વિવાદાસ્પદ રૂપાદિ જ્ઞાન પણ જ્ઞાન છે માટે રૂપાદિ અર્થને વિષય બનાવનાર જ્ઞાનને પણ સ્વપ્રકાશિત માનવા રહ્યા. જ્ઞાન સ્વપ્રકાશ-ભાનમાં પોતાની જાતિવાળા અન્ય જ્ઞાનની અપેક્ષા નથી રાખતુ, વસ્તુ સ્વરૂપ હોવાથી ઘટની જેમ. જેમ ઘટ સ્વપ્રકાશમાં પોતાનું અસ્તિત્વ પ્રગટ કરવામાં સજાતીય બીજા ઘટની અપેક્ષા નથી રાખતો, તેમ જ્ઞાન....અહીં વસ્તુથી ભિન્ન કશું છે જ નહીં માટે વ્યતિરેક નથી મળતો માટે આ કેવલાન્વયી અનુમાન થયું. • જ્ઞાનાન્તરવાદી ઘટની જેમ જો જ્ઞાન વસ્તુ સ્વરૂપ હશે તો ઘટની જેમ પરપ્રકાશ્ય પણ સિદ્ધ થઈ જશે ને? સ્વસંવેદનવાદી > (વૃદ્ધાચાર્ય) આ અનુમાન અનુકૂલ તર્ક રહિત હોવાના કારણે અપ્રયોજક હોવાથી સ્વ સાધ્યને સિદ્ધ કરવા સમર્થ નથી, કારણ કે ઘટ વસ્તુ રૂપ હોવાથી પર પ્રકાશ્ય નથી. પરંતુ બુદ્ધિથી ભિન્ન હોવાથી ઘટને સ્વપ્રકાશમાં જ્ઞાનની જરૂર પડે છે. એટલે જ્ઞાન વસ્તુરૂપ સિદ્ધ થવા માત્રથી પર પ્રકાશ્ય તરીકે સિદ્ધ થઈ જતું નથી. એમ જ્ઞાન અર્થ પ્રકાશકની જેમ સ્વપ્રકાશક હોવાથી સ્વનિર્ણયને પણ પ્રમાણના લક્ષણ તરીકે કહેવું જોઈએ. આવી શંકા ઉઠાવીને આચાર્યશ્રી કહે છે કે...... १ केवलान्वय्यनुमानम् । २ ज्ञानान्तरम् । ૧ જ્ઞાનાન્તરવાદી એવું માને છે કે ઘટ જ્ઞાન પછી બીજું તેના વિષયવાળું સજાતીય જ્ઞાન પેદા થાય છે તે પૂર્વના જ્ઞાનને પ્રકાશિત કરે છે, માટે સ્વપ્રકાશક માનવાની જરૂર નથી, ત્યારે પ્રશ્ન એ ઉભો થયો કે તમારી વાત માની લઇએ તો પહેલાથી ઉપાન્ય જ્ઞાન સુધી તો વાંધો નહીં આવે, પરંતુ પોતાના વિષયનું અંતિમજ્ઞાન છે, જેના પછી અન્ય વિષયનું જ જ્ઞાન થઈ જતું હોય ત્યારે અંતિમ જ્ઞાનનો પ્રકાશ શેનાથી થશે? અહીં કોઈ છટકવાનો રસ્તો નથી. ૨ રૂપાદિ જ્ઞાન જ્ઞાનાન્નરવાદી સાથે ચર્ચાનો વિષય બનેલ છે, સિદ્ધિ તો હંમેશા તેવા ચર્ચાસ્થાનનીજ કરવાની હોય છે, માટે વિમર્શપૂર્વક પૂજ્યશ્રીએ અહીં આ પદ મુકયું છે. હેતુ સચોટ હોય તો વિવાદાધ્યાસિત પક્ષમાં સાધ્યસિદ્ધિની એક કાંકરી પણ કોઈ ખેરવી શકતું નથી. એટલે અંતિમજ્ઞાનનું કથન તો દષ્ટાંત છે અને સિદ્ધિ તો આ રૂપાદિ (દરેક) જ્ઞાનમાં કરવાની છે, તે દષ્ટાંતદ્વારા સિદ્ધ કરી બતાવ્યું.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy