SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ /૨/૧/૩પ પ્રમાણમીમાંસા नहि यो यद्दोषं वेत्ति स तद्गुणमपि, कुतश्चिन्मारणशक्तौ वेदनेऽपि विषद्रव्यस्य कुष्ठापनयनशक्ती संवेदनानुदयात् । तन्न तत्सामार्थ्यज्ञानाज्ञाननिबन्धनौ जयपराजयो व्यवस्थापयितुं शक्यौ, यथोक्तदोषानुषङ्गात् । स्वपक्षसिद्धयसिद्धिनिबन्धनौ तु तौ निरवद्यौ पक्षप्रतिपक्षपरिग्रहवैयाभावात् । कस्यचित् कुतश्चित् स्वपक्षसिद्धौ सुनिश्चितायां परस्य तत्सिद्धयभावतः सकृज्जयपराजयप्रसङ्गात् । ६ १०९. यच्चेदमदोषोद्भावनमित्यस्य व्याख्यानम्-प्रसज्यप्रतिषेधे दोषोद्भावनाभावमात्रम्अदोषोद्भावनम्, पर्युदासे तु दोषाभासानामन्यदोषाणां चोद्भावनं प्रतिवादिनो निग्रहस्थानमिति-तत् वादिनाऽदोषवति साधने प्रयुक्ते सत्यनुमतमेव यदि वादी स्वपक्षं साधयेन्नान्यथा । वचनाधिक्यं तु दोषः प्रागेव प्रतिविहितः । यथैव हि पञ्चावयवप्रयोगे वचनाधिक्यं निग्रहस्थानं तथा व्यवयवप्रयोगे न्यूनतापि કરવાથી પ્રતિવાદીને (બૌદ્ધ) માત્ર તેનું જ જ્ઞાન સિદ્ધ થવાથી (સાધનના ગુણોનું જ્ઞાન ન હોવાથી) તમારામાં (બૌદ્ધમાં) પણ કંઈક અજ્ઞાન રહી જ ગયું ને, માટે કોઈનો પણ જય કે પરાજય ન થવો જોઈએ. એટલે બને પાસે જયનું કારણ જ્ઞાન અને પરાજયનું કારણ અજ્ઞાન હાજર છે. એટલે કોઈ એકના કંઠે વિજયહાર નાખી શકાય એમ નથી. પણ અમારી વાત માનો તો વાંધો નહીં આવે. એટલે કે વચનાધિક્ય પ્રયોગ કરનાર વાદીને “વચનાધિક્ય અને સાધનાભાસ બને દોષ આપે તો પ્રતિવાદીનો જય થાય,” એવું માનતા અહીં પ્રતિવાદીએ વચનાધિક્ય જ દર્શાવ્યું છે, માટે તેટલા માત્રથી તેનો જય થવાનો નથી અને વાદીનું સાધન સાચુ હોવાથી જય થઈ જશે. પરંતુ અમારી આ વાત માનવા જાઓ ત્યારે અમારા હિસાબે તમારે દોષ તો બે આપવા પડે, પરંતુ જ્ઞાનના કારણે જય થતો હોવાથી સાધનાભાસ = દૂષણના જ્ઞાનથી વાદીનો જય થઈ જાય છે, એટલે કે પહેલા જ સાધનાભાસના અજ્ઞાનના કારણે પ્રતિવાદીનો પરાજય સિદ્ધ થઈ જવાથી તે મહાશયને (પ્રતિવાદીને) આપેલું વચનાધિકય નકામું નીવડશે, એટલે બિચારું વચનાધિક્ય નિગ્રહસ્થાન કોઈ કામનું ન હોવાથી તે માનવું અને પ્રયોગ કરવો તે અયુકત છે.] એવો કોઈ નિયમ નથી કે જે જેનાં દોષને જાણે તે તેનાં ગુણને જાણે જ. કોઈક રીતે વિષ દ્રવ્યની-ઝેરની મારણ શક્તિ જાણવા છતાં કોઢરોગને દૂર કરવાની તેની શક્તિનું જ્ઞાન ન પણ થાય. એની જેમ અહીં સત્સાધનવાદી પ્રયોગ સાચો કરે છે, તેથી સાધનપ્રયોગના ગુણનું (સામર્થ્ય)નું જ્ઞાનતો ખરું, પણ સાધર્મ-વૈધર્મ બે પ્રયોગ કરવા તે સાધનઅસામર્થ્ય-દૂષણ રૂપ છે, એ જ્ઞાન ન પણ હોય. આમ આ બધા દોષ આવતા હોવાથી સાધનના સામર્થ્યનું જ્ઞાન અને અજ્ઞાનના કારણે હાર જિતની વ્યવસ્થા કરવી શક્ય નથી. સ્વપક્ષની સિદ્ધિ અને અસિદ્ધિનાં કારણે જિત હાર માનવી નિર્દોષ છે, આવું માનવાથી પક્ષ પ્રતિપક્ષનું ગ્રહણ નકામું નીવડતુ નથી. વાદી-પ્રતિવાદીમાંથી કોઈને કોઈક હેતુંથી સ્વપક્ષની સિદ્ધિ સુનિશ્ચિત થતાં બીજાને પોતાના પક્ષની પ્રતિપક્ષની સિદ્ધિનો અભાવ થવાથી જય પરાજય ઘટી શકે છે. એટલે એકસાથે બન્નેનો જય કે પરાજય થવાનો પ્રસંગ નથી આવતો. (સાબર/નયથwa A.૩.૩૪ સુના) ૧૦૯. બૌદ્ધ સમ્મત બીજું નિગ્રહસ્થાનના “ નભેદથી બે પ્રકારે થઈ શકે છે. ત્યાં પ્રસજ્ય પક્ષમાં બિલકુલ દોષોનું ઉલ્કાવન જ ન કરવું. પ્રર્હદાસપક્ષ દોષાભાસ અને અન્ય દોષોનું ઉલ્માવન કરવું તે પ્રતિવાદી માટે નિગ્રહ સ્થાન છે. જૈનઃ વાદીએ નિર્દોષ સાધનનો પ્રયોગ કર્યો હોય અને તે પોતાના પક્ષની સિદ્ધિ કરી લે તો પ્રતિવાદી નિગૃહીત થાય, એ તો તમને પણ અનુમત-સમત છે. (કારણ કે વાદીએ નિર્દોષ સાધનનો પ્રયોગ કર્યો હોય ૬ - હજાર- -૦ -૦ ૦ -૦.. ૧૧ છલ, જાતિનો પ્રયોગ કર તે દોષાભાસ, ન્યૂનતા આશિષ વગેરે અન્ય દોષ છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy