SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૩૪ ૨૬૭ तत्र च सिषाधयिषितार्थसाधनाय परोपालम्भाय वा सिद्धान्तविरुद्धमभिधत्ते सोऽपसिद्धान्तेन निगृह्यते । एतदपि प्रतिवादिनः प्रतिपक्षसाधने सत्येव निग्रहस्थानं नान्यथेति [२१] । હું ૨૦૨ “હેવામાપાશ્ચ યથોm" [ચાયફૂટ ઉ.૨.૨૪] સિવિતાયો નિગ્રહસ્થાનમ્ | अत्रापि विरुद्धहेतूद्भावनेन प्रतिपक्षसिद्धेनिग्रहाधिकरणत्वं युक्तम्, असिद्धाधुद्भावने तु प्रतिवादिना પ્રતિપક્ષનાથને તે તદુવતિ નાચથતિ [૨૨] ! રૂ8I ६ १०३ तदेवमक्षपादोपदिष्टं पराजयाधिकरणं परीक्ष्य सौगतागमितं तत् परीक्ष्यते પણ પછી પોતે જે અર્થની સિદ્ધિ કરવાનું ધાર્યું હતું, તેની સિદ્ધિ સ્વીકૃત સિદ્ધાંતથી થઈ શકતી ન હોય; એટલે તેની સિદ્ધિ માટે અથવા પરપક્ષને દૂષિત કરવા સ્વીકૃત સિદ્ધાંતથી વિરૂદ્ધ કથન કરે છે, ત્યારે અપસિદ્ધાંતથી નિગૃહીત બને છે. [જેમ તૈયાયિકનો સિદ્ધાન્ત છે કે શબ્દ આકાશનો ગુણ છે, અમૂર્તનોગુણ અસ્માદાદિ પ્રયત્નથી જન્ય ન હોઈ શકે. એટલે શબ્દને અનિત્ય સિદ્ધ કરવો મુશ્કેલ પડે, ત્યારે પોતાનો સિદ્ધાંત છોડે કે શબ્દ એ પુદ્ગલનો પર્યાય છે, તે મૂર્તિ હોવાથી અને દ્રવ્યરૂપ હોવાથી આપણાં પ્રયત્નનો વિષય બની શકે છે, માટે અનિત્ય છે. અને મીમાંસક નિત્ય માને છે, તેના પક્ષમાં મૂર્તિ દ્રવ્ય જો વિદ્યમાન હોય તો ગ્રાહ્ય બને, જેમ વક્તા બોલે છે ત્યારે આપણને બરાબર અનુભવ થાય છે. તેમ સર્વદા શબ્દનો અનુભવ થવો જોઇએ, મીમાંસકને આવી આપત્તિ મૂર્ત દ્રવ્ય માનીને આપી શકાય છે, નહીંતર–મૂર્ત માન્યા વિના અમૂર્ત ગુણનો સર્વદા સાક્ષાત્કાર થવાનું કહી શકાતું નથી. આત્મા દિશા વગેરેનાં ગુણો કયાં સર્વદા જોવા મળે છે? એમ સ્વપક્ષ સિદ્ધિ અને પરપક્ષને દૂષિત કરવા તૈયાયિક પોતાનો સિદ્ધાન્ત છોડે તો આ અપસિદ્ધાન્તથી નિગૃહીત બને છે. ] જૈના : આ પણ પ્રતિવાદીનાં પક્ષની સિદ્ધિ ન થાય તો કાંઇ વાદી પરાજિત કહેવાતો નથી. તો પછી નિગૃહીત શેના? વાદી (સાંખ્ય) આત્માને નિત્ય માને છે, એ એનો સિદ્ધાંત છે, પણ આત્માને સતુ સિદ્ધ કરવા અર્થક્રિયા ઘટવી જોઇએ નિત્યમાં ઘટી ન શકે એટલે નિત્યાનિત્ય માનવા જતા જૈન (પ્રતિવાદી) ના પક્ષની “આત્મા નિત્યાનિત્ય છે” એવી સિદ્ધિ થઈ જાય તો વાદી અપસિદ્ધાંતથી નિગૃહીત બને, પણ ત્યારે તો વાદી પરાજિત થવાનાં કારણે જ નિગૃહીત બની જાય છે. માટે અપસિદ્ધાંતને માનવાની જરૂર રહેતી નથી. ૧૦૨. હેત્વાભાસા પૂર્વે કહેલાં (અસિદ્ધ વિરૂદ્ધ વગેરે) હેત્વાભાસ પણ નિગ્રહસ્થાન કહેવાય છે. જૈના: અહીં પણ વિરૂદ્ધ હેતુનું ઉદ્દભાવન કરવાથી પ્રતિપક્ષની સિદ્ધિ થઈ જવાથી વાદી નિગૃહીત બને છે તે માનવું ઉચિત છે. અને અસિદ્ધ વગેરેનું ઉદ્ભાવન કરતા તો પ્રતિવાદી પોતાનો પક્ષ સિદ્ધ કરે ત્યારે જ નિગ્રહ સ્થાન મનાય. પ્રતિવાદી પોતાના પક્ષને સિદ્ધ ન કરે તો નિગ્રહસ્થાન ન મનાય. એટલે હું ખોટો હેતુ મૂકું, પણ સામે તેના આધારે તમારો પક્ષ સિદ્ધ ન કરી શકો તો હું હાર્યો તો ન જ કહેવાઉં. ક્રિકેટમાં બેટ્સમેન ખોટી રીતે શૉટ મારે પણ ફિલ્ડર કેચ ન પકડે તો તે કાંઈ આઉટ થતો નથી. જ્યારે વિરૂદ્ધ દોષ તો લીન બોલ્ડ જેવો છે, માટે ડાયરેકટ આઉટ થઈ જાય, હારી જાય ll૩૪ ૧૦૩. આમ અક્ષપાદે ઉપદેશેલ નિગ્રહસ્થાનની પરીક્ષા કરી. હવે બૌદ્ધ સમ્મત નિગ્રહસ્થાનોની પરીક્ષા કરે છે. ૨-૦મતે પરી -તા.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy