SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૩૪ नैवम्, वादिनोऽनिष्टमात्रापादनात् अपशब्देऽपि चान्वाख्यानस्योपलम्भात् । संस्कृताच्छब्दात्स`त्यात् धर्मो ऽन्यस्मादधर्म इति नियमे चान्यधर्माधर्मोपायानुष्ठानवैयर्थ्यं धर्माधर्मयोश्चाप्रतिनियमप्रसङ्ग अ'धार्मिके च धार्मिके च तच्छब्दोपलम्भात् । भवतु वा तत्क्रमादर्थप्रतीतिस्तथाप्यर्थप्रत्ययः क्रमेण स्थितो येन वाक्येन व्युत्क्रम्यते तन्निरर्थकं न त्वप्राप्तकालमिति [१०] । ૨૫૯ જેમ આપણને ક્રમથી પ્રતિપત્તિ થાય એટલે કે મનમાં પ્રતિજ્ઞાવાક્યથી કલ્પના થાય છે, ત્યારે હેતુનો ખ્યાલ આવે, પછી ઉદાહરણ—વ્યાપ્તિનું જ્ઞાન થાય છે, પછી ઉપનય અને નિગમનનિચોડ લાવીયે છીએ. એટલે પક્ષને દેખી ધૂમાદિ હેતુને જોઇએ નહિ, ત્યાં સુધી વ્યાપ્તિ વગેરે કોઈની પ્રતીતિ થતી નથી. તેજ રીતે બીજાને પ્રતીતિ કરાવનાર પરાર્થાનુમાનમાં પણ ક્રમપણ કારણ છે . જૈના : આ કહેવું પણ યુક્ત નથી. કારણ કે સમજનાર–સામેની વ્યક્તિ બુદ્ધિશાળી હોય, તો તે અવયવોના ક્રમ વિનાં પણ અર્થ સમજી લે છે. શંકાકાર : જેમ અશુદ્ધ/અધાર્મિક શબ્દ સાંભળવાથી પહેલાં શુદ્ધ શબ્દનું સ્મરણ થાય છે, પછી એનાં અર્થનું જ્ઞાન થાય છે. જેમ મારવાડી વૃદ્ધા પદસૂરીજી ઉચ્ચારે ત્યારે આપણને પણ પદસૂરીજી આવો અશુદ્ધ શબ્દ જ સંભળાશે. પરંતુ તેના ઉપરથી આપણને પદ્મસૂરીજી એવા શુદ્ધ શબ્દનું સ્મરણ થઇ જતા પદ્મસૂરિજી ભગવંતનો ખ્યાલ આવી જાય છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા આદિ અવયવોને વ્યુત્ક્રમથી સાંભળ્યા પછી તેમના ક્રમનું સ્મરણ થાય છે. પછી વાક્યના અર્થનું જ્ઞાન થાય છે. વ્યુત્ક્રમથી જ્ઞાન નથી થતું. સમાધાન : આ કહેવું સાર વગરનું છે, કારણ કે આવો અનુભવ થતો નથી. જે શબ્દના ઉચ્ચારથી જે પદાર્થની પ્રતીતિ થાય છે, તે જ શબ્દને પદાર્થનો વાંચક મનાય છે. પદમસૂરિજી શબ્દ સાંભળવાથી પદ્મસૂરિનું જ્ઞાન થયું તો પદસૂરિજી શબ્દ જ તેનો વાચક મનાય છે, બીજાને નહીં. આવું માનવામાં ન આવે તો તમે કહ્યું તેનાથી ઉલ્ટુ કહી શકાશે કે શુદ્ધ શબ્દને સાંભળતા અશુદ્ધ શબ્દનું સ્મરણ થાય છે અને અવયવોનો અનુક્રમ સાંભળતા તેમનાં વ્યુત્ક્રમનું સ્મરણ થાય અને ત્યારે (વ્યુત્ક્રમના અનુસારે) અર્થની પ્રતીતિ થાય છે. શંકાકાર : જો વ્યુત્ક્રમથી પ્રયુક્ત અવયવોથી અર્થની પ્રતીતિ માની લેવામાં આવે, તો તેમનું અનુક્રમથી આખ્યાન કરવું નકામું નીવડશે. સમાધાન ઃ આવું નહિ થાય, કારણ અહીં તો અનુક્રમવાદીને અનિષ્ટાપત્તિ માત્રનો પ્રસંગ દર્શાવવામાં આવ્યો છે. અનુક્રમ તો અશુદ્ધ શબ્દોમાં પણ જોવા મળે છે. (એટલે અનુક્રમ માત્રથી જ્ઞાન નથી થતું એટલું જ કહેવાનો તાત્પર્ય છે.) શંકાકાર : સંસ્કૃત અને સત્ય શબ્દનું ઉચ્ચારણ કરવાથી ધર્મ થાય છે. અને આનાથી વિપરીત શબ્દના ઉચ્ચારણથી અધર્મ થાય છે. સમાધાન : આવો નિયમ માની લેવામાં આવે તો ધર્મ અધર્મનાં અન્ય નિયમ, ઉપાયભૂત અનુષ્ઠાનો વ્યર્થ બની જશે. એટલે કે અહિંસા કરવાથી ધર્મ થાય અને હિંસા કરવાથી અધર્મ, દાન આપવાથી ધર્મ, ચોરીકરવાથી અધર્મ, ઇત્યાદિ જે ધર્મ અધર્મના ઉપાય છે, તે વ્યર્થ બની જશે. કાકે, તમે તો એવો જ નિયમ ઘડી કાઢ્યો છે કે સુસંસ્કૃત અને સત્ય શબ્દ ઉચ્ચારો તો ધર્મ જ થાય છે, એટલે હિંસા કરતા કરતા પણ વેદના શુદ્ધ પાઠોનો ઉચ્ચાર કરશે, તેને તો ધર્મ જ થવાનો છે, અને તેપ વગેરે કરતા પણ અજ્ઞાનતા, શારીરિક ખામી વગેરેના કારણે શબ્દ ખોટા બોલશે તો તેને અધર્મ જ થવાનો છે. તો પછી કયો ડાહ્યો માણસ આવી કિલષ્ટ ક્રિયામાં પ્રવૃત્ત થાય ? અર્થાત્ તે કષ્ટકારી ધર્મ ક્રિયાને કોઈ કરનાર ન રહેવાથી તે બધી વ્યર્થ થશે. (બજારમાં १क्रमवादिनः । २ सत्याधर्मो डे० । ३ अधार्मिके धार्मि०डे० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy