SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ /૨/૧/૩૦ પ્રમાણમીમાંસા उचितानां च निग्रहस्थानानां वादेऽपि न विरोधोऽस्ति, तन्न वादात् जल्पस्य कश्चित् विशेषोऽस्ति । लाभपूजाख्यातिकामितादीनि तु प्रयोजनानि तत्त्वाध्यवसायसंरक्षणप्रधानफलानुबन्धीनि पुरुषधर्मत्वाद्वादेऽपि न निवारयितुं पार्यन्ते । ७१. ननु छलजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति, जल्पे तु तस्यानुज्ञानादस्ति वादजल्पयोવિશેષ લાદ "दुःशिक्षितकुतकांशलेशवाचालिताननाः। शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति च्छलादीनि प्राह कारुणिको मुनिः" ॥ इति 1[न्यायम० पृ०] नैवम् । असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात्, न ह्यन्यायेन जयं यशो धनं वा महात्मानः समीहन्ते । નિગ્રહસ્થાનોનો પ્રયોગ તો વાદમાં થઈ શકે છે. ઘાસના તણખલા તેની સામે ઉડાડવા, લાફો મારવો, પ્રતિવાદીનું મોઢું દાબવું વગેરે અનુચિત નિગ્રહોનો જલ્પમાં પણ પ્રયોગ કરી શકાતો નથી. ઉચિત નિગ્રહસ્થાનોનો તો વાદમાં પણ પ્રયોગ કરવો ઘટે છે, તેથી વાદથી જલ્પનો કોઈ ફેર નથી. લાભ–પૂજા– ખ્યાતિની ઝંખના વગેરે પ્રયોજનો તત્ત્વનિશ્ચયના સંરક્ષણ રૂપ પ્રધાન ફલને અનુસરનાર છે, તે તો પુરૂષનાં ધર્મ છે, તેથી રોકવા શક્ય નથી. મુખ્યફળ તત્ત્વનિશ્ચયનું સંરક્ષણ થવું, તેના પ્રમાણે ફળ-લાભ મળે છે.જેવી મેચ તે પ્રમાણે પ્રસિદ્ધિઇનામ મળે. બે રાજ્યની મેચમાં જે પ્રસિદ્ધિ મળે, તેથી બે દેશની મેચમાં વધારે મળે, તેથી વિશ્વકપમાં વધારે મળે. તેમ તત્ત્વવાદ કેવો ચાલ્યો, કયા વિષયને લઈ, કોની સભામાં થયો. તે પ્રમાણે જેની વાદમાં જીત થાય તેને અર્થલાભ; પ્રસિદ્ધિ વગેરે સહજ થઈ જ જાય (પુરુષનો આવો ધર્મ-સ્વભાવ છે કે જેનો જય થાય તેને ભેટ સોગાદ આપે, અને દૂરદૂર સુધી તેની જાહેરાત કરે છે, તેથી તેને રોકવા શક્ય નથી. જેમ જીત થતા ક્રિકેટ મેચમાં પણ ઇનામ પ્રસિદ્ધિ વગેરે થાય જ છે ને. જેની વાદમાં પણ જિત થાય તેને અર્થ લાભ વિ. થાય તેને રોકવા શક્ય નથી. ૭૧. શંકાકાર : છલ અને જાતિનો પ્રયોગ અસત્ ઉત્તર હોવાથી વાદમાં નિશ્ચયથી નથી આવતો, પરંતુ જલ્પમાં તેની પણ અનુમતિ આપવામાં આવી છે. બસ એથી જ વાદ અને જલ્પમાં ભિન્નતા છે. અહીં નનુ શબ્દ શંકા અર્થમાં નથી, પરંતુ નિસંદેહ અર્થમાં છે “નનુ પૂછતાછ, નિસંદેહ, બેશક, સંબોધન સૂચક અવ્યય (સંહિ.)” ન્યાયમંજરીમાં કહ્યું છે - જેમને ખોટી શિક્ષા મેળવી છે, થોડાક કુતર્ક ભણી જેમનું મોટું બકવાસ કરતું થઈ ગયું છે, વિતંડાના આડંબરથી પંડિત બનેલા છે. શું તેમને અન્યથા = છલાદિ વિના જિતવા શક્ય છે? અર્થાત અશક્ય છે.” લોકો તો ગાડરીયા પ્રવાહની જેમ એકની પાછળ એક ચાલ્યા કરે છે. તે લોકો આવાં કતાર્કિકોથી ઠગાયેલા કુમાર્ગે ન જતા રહે, તે માટે દયાળુ મુનિ–અક્ષપાદ ઋષિએ છલાદિનો ઉપદેશ આપ્યો છે.” સમાધાનઃ આવું ન કહેવું અસત્ ઉત્તરોથી પરપક્ષનું નિરાકરણ કરવું ઉચિત નથી. મહાત્મા પુરૂષો અન્યાયથી જ્ય, યશ કે ધન મેળવવાની ઇચ્છા કરતા નથી. १ अनुसारीणि । २ छलादीन् विना ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy