SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૨૯ ૨૩૯ साध्यधर्मनित्यानित्यत्वविकल्पेन शब्दनित्यत्वापादनं नित्यसमा जातिः । यथा अनित्यः शब्द इति प्रतिज्ञाते जातिवादी विकल्पयति येयमनित्यता शब्दस्योच्यते सा किमनित्या नित्या वेति ? । यद्यनित्या, तदियमवश्यमपायिनीत्यनित्यताया अपायान्नित्यः शब्दः । अथानित्यता नित्यैव, तथापि धर्मस्य नित्यत्वात्तस्य च निराश्रयस्यानुपपत्तेस्तदाश्रयभूतः शब्दोऽपि नित्यो भवेत्, तदनित्यत्वे तद्धर्मनित्यत्वायोगादित्युभयथापि नित्यः शब्द इति २२ । सर्वभावानित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमा जातिः । यथा घटेन साधर्म्यमनित्येन शब्दस्यास्तीति तस्यानित्यत्वं यदि प्रतिपाद्यते, तद् घटेन सर्वपदार्थानामस्त्येव આપાદન કરવું તે. જેમ “શબ્દ અનિત્ય છે”. એવી પ્રતિજ્ઞા કરતાં જાતિવાદી વિકલ્પ' કરે કે તમે જે શબ્દની અનિત્યતા કહો છો તે અનિત્યતા અનિત્ય છે કે નિત્ય છે ? જો અનિત્ય છે તો તે અનિત્યતા અવશ્ય નાશ પામવાની અને અનિત્યતા નાશ પામવાથી શબ્દ નિત્ય બની જશે. હવે જો અનિત્યતા નિત્ય જ છે તો પણ શબ્દનો અનિત્યતા નામનો ધર્મ નિત્ય હોવાથી અને તે ધર્મ આશ્રય વિના રહી શકતો ન હોવાથી તેનો આશ્રયભૂત શબ્દ પણ નિત્ય જ હોવો જોઇએ. જો તેનો આશ્રયભૂત શબ્દ અનિત્ય હોય તો તેનો ધર્મ નિત્ય ન હોઇ શકે. એમ બન્ને રીતે શબ્દની નિત્યતા જ સિદ્ધ થાય છે. ૨૩. અનિત્યસમા : સર્વભાવોની અનિત્યતાનું આપાદાન કરી હેતુનો નિરાસ કરવો તે. જેમ જો १० त्यैव न तथा० -डे० । २ विनश्वरस्वभावायामनित्यतायां नित्यानित्यत्वकल्पना न घटत एव अन्यथा कृतकत्वस्याऽपि कृतकत्वं पृच्छ्यताम् । અહીં જૈનો ઉત્તર આપી શકે છે—વિવક્ષિત શબ્દમાં નિમિત્તના ભેદે ફેરફાર દેખાય છે, માટે તેનું પ્રયત્નાનન્તરીયકત્વ સિદ્ધ થાય છે, દ્રવ્યના પ્રયત્નથી વિવક્ષિત શબ્દ પેદા કરાય છે. પરંતુ પ્રગટ કરાતો નથી. જો શબ્દ પ્રથમથી તૈયાર જ હોય તો ફેરફાર ન થાય. જેમકે ઘડો પહેલેથી તૈયાર હોય તો ઉપર ચોટાડેલી માટી કાઢી લેવાથી દેખાવા લાગે; પણ એમાં બીજો કોઈ ફેરફાર ન સંભવે. હકીકતમાં જેવો આકાર આપવાનો હોય તે રીતે કુંભાર યત્ન કરે છે. કાળી માટી હોય તો કાળો બને ઇત્યાદિ ફેરફાર જે નવેસરથી બનાવવાનું હોય તો જ સંભવે. એમ શબ્દ જો તૈયાર માલ હોય તો તીવ્ર મંદતા, તીક્ષ્ણતા, કર્કશતા વિ. ફેરફારો તેતે નિમિત્તથી જોવા મળે છે તે જોવા જ ન મળે. કાગડાના તાલુઓષ્ઠના નિમિત્તથી શબ્દ પેદા કરાય ત્યારે કર્કશતા આવે, કોયલના નિમિત્તથી મધુરતા આવે છે. કાંઇ શબ્દ પહેલેથી તૈયાર જ હોત તો આવો ફેરફાર શક્ય નથી. → અલ્યા ભાઇ ! જ્યાં સુધી આકાશવાણીમાં જઇ કોઇ શબ્દ બોલ્યો ન હોત તો રેડીયોથી પણ કોને શબ્દ સંભળાય ? ફોનમાં કશું ન બોલે તો ભૂંગળુ હાથમાં લેવા છતાં ક્યાં કશું સંભળાય છે. માટે વક્તાના યત્નથી પહેલા ભાષાવર્ગણા ગ્રહણ કરી શબ્દ પેદા કરાય છે, તેની સ્થિતિ અંતર્મુહૂત્ત હોવાથી અને પુદ્ગલ રૂપ હોવાથી તેજ શબ્દોને સંગ્રહી લેવાય છે અને યંત્ર વિશેષથી ધક્કો મારી દૂર સુધી મોકલી શકાય છે. તે શબ્દો રેડિયોમાં આવે છે અને સ્વીચ ઓન કરે એટલે સંભળાય પણ પ્રથમ તો શબ્દ પેદા થાય જ છે, પાર્સલમાં મોકલેલી વસ્તુતો ખોલ્યા વગર ન દેખાય, તેમ રેડિયો તરંગમાં છુપાવેલા શબ્દો સ્વીચ ઓન કર્યા વિના ન સંભળાય. ટી-૨+૧ વિનશ્વર સ્વભાવવાળી અનિત્યતામાં નિત્ય અનિત્યની કલ્પના ઘટતી જ નથી, ઘટાવવી યોગ્ય નથી. નહીંતર કૃતકત્વ માટે પણ પ્રશ્ન થશે કે / કરો કે શું કૃતકત્વ એ કૃતક છે કે અકૃતક છે ? કૃતક જો કૃતક હોયતો અનિત્ય બની જવાથી શબ્દમાં સદાકાળ ટકે નહી, તેમ થતા મૃતક ધર્મના અભાવમાં શબ્દ અનિત્ય નહીં બની શકે. અકૃતક માનશો તો જે કૃતકત્વ શબ્દમાં રહે છે તેને નિત્ય માનવું પડશે. [ કા.કે. અકૃતક પદાર્થ ક્ષણ ભંગુર ન હોય તો નિત્ય જોવા મળે છે. મેરુ પર્વત વગેરે શાશ્વતા પદાર્થ કોઈથી બનાવેલા નથી તો નિત્ય જ છે ને. (નિત્ય = શાશ્વત, સદાકાળ વિદ્યમાન રહેનાર) ] તો પછી તેનો આશ્રયશબ્દ પણ નિત્ય માનવો પડશે. આવી બધી કલ્પના અજુગતી છે, અન્યથા એટલે આવી વિકલ્પ કલ્પનાની જાળ રમતા રહેશો તો દુનિયામાં કશુ જ નિયતરૂપે કહી શકાશે નહીં-વ્યપદેશ કરી શકાત જ નહીં.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy