SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ /૨/૧/૨૯ પ્રમાણમીમાંસા त्रैकाल्यानुपपत्त्या हेतोः प्रत्यवस्थानमहेतुसमा जातिः । यथा हेतुः साधनम् । तत् साध्यात्पूर्वं पश्चात् सह वा भवेत् ? । यदि पूर्वम्, असति साध्ये तत् कस्य साधनम् ? । अथ पश्चात्साधनम्, पूर्वं तर्हि साध्यम्, तस्मिंश्च पूर्वसिद्धे किं साधनेन ? । अथ युगपत्साध्यसाधने, तर्हि तयोः सव्येतरगोविषाणयोरिव साध्यसाधनभाव एव न भवेदिति (१६) । अर्थापत्त्या प्रत्यवस्थानमर्थापत्तिसमा जातिः । यद्यनित्यसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दः, अर्थादापद्यते नित्यसाधर्म्यान्नित्य इति । अस्ति चास्य नित्येनाकाशादिना साधर्म्यं निरवयवत्वमित्युद्भावनप्रकारभेद एवायमिति १७ । अविशेषापादनेन प्रत्यवस्थानमविशेषसमा जातिः । यथा यदि शब्दघटयोरेको धर्मः कृतकत्वमिष्यते तर्हि समानधर्मयोगात्तयोरविशेषे तद्वदेव सर्वपदार्थानामविशेष: प्रसज्यत इति १८ । તો પ્રતિપક્ષ હેતુ આપી સાધર્મ્સ દૃષ્ટાંતદ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. વળી જૈનોને પ્રતિ આ દૃષ્ટાંત સાધ્ય વિકલ પણ છે, કારણ કે જૈનો તો શબ્દત્વને પણ નિત્યાનિત્યમાને છે એટલે “યત્ર શ્રાવણત્વે તંત્ર નિત્યસ્વં” આવી વ્યાપ્તિ જ સિદ્ધ થતી નથી. શબ્દત્વ આ શબ્દનું સ્વરૂપ સહભાવી પર્યાય છે, એટલે ભાષાવર્ગણા ભેદાય છે, ત્યાર પછી ટૂંક સમયમાં તેનું શબ્દસ્વરૂપ નાશ પામે છે, માટે અનિત્ય છે, અને પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણ છે, કા.કે. પુદ્ગલ દ્રવ્યનો શબ્દ પર્યાય છે, પણ મૂળ દ્રવ્ય સદા ટકવાવાળું છે, અને પર્યાય કથંચિત અભિન્ન હોવાથી તે પણ નિત્ય કહેવાય છે. ૧૬. અહેતુ સમા → હેતુની ત્રૈકાલિક અનુપપત્તિ દર્શાવી તેનો નિરાસ કરવો. જેમકે હેતુ એટલે સાધન. તો તે સાધન સાધ્યની પહેલાં હોય કે પાછળથી હોય કે સાથે જ હોય છે ? જો પહેલા હોય એમ કહેશો તો સાધ્ય જ હાજર ન હોવાથી તે કોનું સાધન બનશે ? જો “સાધન પાછળથી હોય છે” એમ માનશો તો એનો મતલબ એ થયો કે સાધનની પહેલાં જ સાધ્ય વિદ્યમાન છે. તો પછી સાધનની શી જરૂર ? હવે જો કહેશો કે સાધ્ય સાધન એક સાથે જ હોય તો ગાયના ડાબા જમણાં શિંગડાની જેમ બન્ને વચ્ચે સાધ્ય સાધન ભાવ ઘટી શકતો નથી. ૧૭. અર્થાપિત્ત સમા → અર્થપત્તિ દ્વારા નિરાકરણ કરવું તે અર્થાપત્તિ સમાજાતિ. જેમ જો અનિત્યનું સાધર્મ્સ એવું કૃતકત્વ હોવાથી શબ્દ અનિત્ય છે. આના ઉપરથી આ પણ કહી શકાય કે નિત્યનું સાધર્મ હોવાથી નિત્ય કહેવાશે. નિત્ય આકાશની સાથે શબ્દનું નિરવયવત્વ રૂપે સાધર્મ્સ છે જ. અહીં પણ દોષને ઉદ્ભાવન કરવામાં જ માત્ર ફેર છે. અહીં સાધર્મસમામાં દૃષ્ટાંતના ધર્મની સમાન ધર્મ પક્ષમાં બતાવી અનુમાન દ્વારા તેને નિત્ય સિદ્ધ કરવામાં આવતુ હતું. જ્યારે અહીં તો સીધી અર્થાપતિથી જ શબ્દને નિત્ય સિદ્ધ કરાય છે. “અનિત્ય ઘડા જેવું કૃતકત્વ શબ્દમાં છે” આ વાક્ય ઉપરથી આપણને અર્થવશાત્ એવો ખ્યાલ આવી જાય કે શબ્દ પણ અનિત્ય છે. જેમ કે → “દેવની જેમ આની પણ આંખ ફરકતી દેખાતી નથી”. આ કથનથી અર્થવશાત્ “આ પણ દેવ છે” એવો ખ્યાલ આવે છે. સાધÁસમામાં સ્પષ્ટ કથન કરવામાં આવે છે, જ્યારે અહીં અર્ઘાપત્તિથી સમજી લેવાનું છે. ૧૮. અવિશેષ સમા →વિશેષતાનાં અભાવનું આપાદન કરી નિરાસ કરવો. જેમ શબ્દ અને ઘટના કૃતકત્વને એક જ ધર્મ માનતા હો તો, સમાનધર્મનાં યોગથી બન્નેમાં કોઈ વિશેષતા—ફેર નહીં રહે, જેમ આ બન્ને પદાર્થમાં વિશેષતા નથી. તેમ બધા પદાર્થમાં વિશેષતાનો અભાવ થઇ જશે. (કા. કે. સર્વ પદાર્થમાં પદાર્થત્વ / સત્ત્વ વગેરે અમુક ધર્મનું સાધર્મ્સ છે જ.) १ तस्मिन् पूर्वं सिद्धे डे० । २ -०द्भावनं प्र०डे० । ३ अत्र पूर्वोक्तमेवोत्तरम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy