SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ /૨/૧/૨૯ પ્રમાણમીમાંસા अतिप्रसङ्गापादनेन प्रत्यवस्थानं प्रसङ्गसमा जाति । यथा यद्यनित्यत्वे कृतकत्वं साधनं कृतकत्व इदानीं किं साधनम् ?। तत्साधनेऽपि किं साधनमिति ?(११)। प्रतिदृष्टान्तेन प्रत्यवस्थानं प्रतिदृष्टान्तसमा जातिः । यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वात् घटवदित्युक्ते जातिवाद्याह-यथा घटः प्रयत्नानन्तरीयकोऽनित्यो दृष्ट एवं प्रतिदृष्टान्त आकाशं नित्यमपि प्रयत्नानन्तरीयकं दृष्टम्, कूपखननप्रयत्नानन्तरमुपलम्भादिति । જે પદાર્થ વિદ્યમાન હોય તેની પ્રાપ્તિ સંભવી શકે છે.પરંતુ એક સતુ હોય અને એક અસત્ તુચ્છ-અવિદ્યમાન હોય, તેમની બીજો પદાર્થ પ્રાપ્તિ કરી ન શકે. જેમ હાથ ટેબલ ઉપર વિદ્યમાન વસ્તુને જ પકડી શકે, અવિદ્યમાનને નહીં. એટલે તમારે સાથ-સાધન બન્નેને વિદ્યમાન-હયાત તરીકે સિદ્ધ માનવાં પડશે. હવે જો બને હયાત છે, તો પછી બંને સરખા હકદાર હોવાથી કોણ કોનું સાધન અને કોણ કોનું સાધ્ય? હવે જો બીજો પક્ષ માનશો કે કૃતકત્વ હેતુ સાધ્યને પ્રાપ્ત કર્યા વિના જ સિદ્ધ કરે છે, તો તે કહેવું અજગતુ છે. પ્રાપ્ત કર્યા વિના કોઈ કોઈને સિદ્ધ કરી ન શકે. [ઘડીયાળની ચાવી પ્રાપ્ત કર્યા-પકડયા વગર ભરી શકાતી નથી. એટલે જો પ્રાપ્ત કર્યા વગર કોઈને કાર્ય સિદ્ધ કરનાર માનીએ તો અતિપ્રસંગ થશે મોઢામાં ભોજન નાંખ્યા વિના તૃપ્તિ થવાની આપત્તિ આવશે. એટલે કે ગામને પામીને તે રાજી-ખુશ થયો તો પોતે પણ સિદ્ધ હતો અને ગામ પણ સિદ્ધ અવસ્થાને પામેલું હતું તો તેને પ્રત્યક્ષ પ્રમાણથી પામી શક્યા ને પામ્યા તો ખુશ થઈ શક્યા, ગામને પામ્યા વિના ખુશ ન થાત. ગચ્છતિ ક્રિયા વખતે ગામ સાધ્યમાન અવસ્થામાં છે, કારણ કે હજી સુધી ગમનથી તેને હસ્તગત કરવામાં નથી આવ્યું, જ્યારે “ગત” એમ સિદ્ધ અવસ્થામાં આવશે ત્યારે જ તે પ્રાપ્ત થશે. કોઈ પણ ક્રિયાની બે અવસ્થા હોય છે, એટલે જ્ઞાનની પણ સાધ્ય-સિદ્ધ બે અવસ્થા હોય છે. સાધ્યને પામીને એટલે કે અસિદ્ધને તો પામી ન શકાય, માટે પ્રથમથી કોઈ પ્રમાણથી તે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયેલ પદાર્થ હોય તે સાધન દ્વારા સિદ્ધ કરવા જાઓ છો તો પછી હેતુ જેમ પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી સાધ્ય બનતું નથી. તેમ સાથે પણ પ્રમાણ સિદ્ધ જ છે તો તે પણ સાધ્ય બની ન શકે. અથવા પરસ્પર બંને સિદ્ધ હોવાથી હેતુને પણ સાધ્યથી સિદ્ધ કરી લેવાય, એવું બની જશે. અથવા સિદ્ધ રૂપે બને તુલ્ય બળવાળા છે, તો બને સરખા ભણેલા વિદ્વાન પંડિત તરીકે સિદ્ધ છે. તો કોણ કોને ભણાવે એ કહી ન શકાય. પંરતુ એક હજી ભણતો હોય “તે પં. પાસે ભણી રહ્યો છે” એમ કહી શકાય.] ૧૧. પ્રસંગ સમા અતિપ્રસંગનું આપાદાન કરી હેતુનો નિરાસ કરવો. જેમ જો શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કૃતકત્વ હેતુનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ કૃતકત્વની શબ્દમાં સિદ્ધિ કરવા માટે કયો હેતુ? વળી કૃતકત્વ સિદ્ધિ માટેના હેતુને સિદ્ધ કરનાર હેતુ કયો? આમ હેતુને સિદ્ધ કરવાની લંગાર લગાડી સાધ્યને સિદ્ધ કરવાનું અટકાવી દેવામાં આવે છે તે પ્રસંગસમા. [અતિપ્રસંગ-અતિવ્યાતિકિસી નિયમ યા સિદ્ધાંત કા અનુચિત વિસ્તાર (સંહિ)]. ૧૨. પ્રતિદષ્ટાંત સમા વિરોધી દાંત દ્વારા હેતુનો નિરાસ કરવો તે. જેમકે : “શબ્દ અનિત્ય છે. પ્રયત્નજનિત હોવાથી જેમ ઘટ” એ પ્રમાણે વાદીએ કહ્યું હોય ત્યારે પ્રતિવાદી કહે કે – જેમ ઘડો પ્રયત્ન જનિત હોઇ અનિત્ય જોવા મળે છે. તેમ વ્યતિરેક વિરોધ દૃષ્ટાંત આકાશ નિત્ય હોવા છતાં પ્રયત્નજનિત જોવા મળે છે. કારણ કે કુઓ ખોદવાનો પ્રયત્ન કરતા આકાશ-અવકાશનો ઉપલંભ થાય છે. અહીં પ્રયત્નજનિત હેતુ
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy