SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧૨ ૨૨૧ पक्षसपक्षव्यापको विपक्षकदेशवृत्तिर्यथा गौरयं विषाणित्वात् । पक्षविपक्षव्यापकः सपक्षैकदेशवृत्तिर्य था नायं गौः विषाणित्वात् । पक्षव्यापकः सपक्षविपक्षैकदेशवृत्तिर्यथा अनित्यः शब्दः प्रत्यक्षत्वात्। पक्षैकदेशवृत्तिः सपक्षविपक्षव्यापको यथा न द्रव्याण्याकाशकालदिगात्ममनांसि क्षणिकविशेषगुणरहितत्वात्। અન્ય લોકોએ જે અનૈકાન્તિકના અન્યભેદ કહ્યાં છે તે સર્વનો ઉક્ત લક્ષણમાં અન્તર્ભાવ થઈ જાય છે. જેમકે - ૧ પલાદિ ત્રણમાં વ્યાપ્ત હેતુ – “શબ્દ અનિત્ય છે, પ્રમેય હોવાથી” પ્રમેયત્વ હેતુ પક્ષ શબ્દમાં સપક્ષ ઘટાદિમાં અને વિપક્ષ આત્મા આકાશાદિમાં વ્યાપ્ત છે. અહી પ્રમેયત્વ હેતુ વિપક્ષમાં મળી જવાથી સાધ્ય સાથે અવિનાભાવ અસિદ્ધ હોવાથી અસિદ્ધતા સ્પષ્ટ છે. ૨ પક્ષ સપક્ષમાં વ્યાપ્ત અને વિપક્ષનાં એક દેશમાં રહેનાર – “આ પશુ ગાય છે, શિંગડાવાળી હોવાથી” શૃંગત પક્ષ પુરોવર્તિ પશુમાં અને સપક્ષ શેષ ગાયોમાં વ્યાપ્ત છે, સાથો સાથ વિપક્ષનાં એક દેશ ભેંસ વગેરેમાં હેતુ રહે છે, અને અશ્વ વગેરેમાં શૃંગત્વ નથી રહેતુ. પણ આ ઈંગ– હેતુ અન્યથા = સાધ્ય–ગાય વિના પણ ભેંસ વિગેરેમાં ઉપપદ્યમાન ઘટતું હોવાથી વ્યભિચારી છે. ૩. પક્ષ વિપક્ષમાં વ્યાપ્ત સપક્ષના એકદેશમાં વૃત્તિ-“સામે બકરો દેખી આ ગાય નથી, શિંગડાવાળી હોવાથી”, આ હેતુ પક્ષમાં પુરોવર્તિ બકરો–પશુમાં અને વિપક્ષ (અહીં અગોત્વવાનું સપક્ષ છે અને અગોવાભાવવાનું વિપક્ષ, અગોત્વનો અભાવ તો ગાયમાં જ મળે, માટે ગાય એ વિપક્ષ થયો.) ગાયમાં વ્યાપ્ત છે, અને સપક્ષ–ગોવાભાવવાનુના એક દેશ ભેંસ વગેરેમાં રહે છે, ઘોડાવગેરેમાં નથી. આ હેતુ પણ વિપક્ષમાં વ્યાપ્ત હોવાથી સાધ્ય સાથે અવિનાભાવ અસિદ્ધ છે. ૪. પક્ષમાં વ્યાપ્ત અને સપક્ષ અને વિપક્ષના એક દેશમાં રહેનાર “શબ્દ અનિત્ય છે, પ્રત્યક્ષ હોવાથી” આ હેતુ પક્ષ શબ્દમાં વ્યાપ્ત છે. સપક્ષ જ્યણુકાદિમાં નથી રહેતો અને સપક્ષ ઘટાદિમાં રહે છે. અને વિપક્ષ નિત્ય પદાર્થ એવા સામાન્યમાં રહે છે. (ગુણ ગ્રાહક ઈદ્રિય ગુણમાં રહેલી જાતિને પણ ગ્રહણ કરે છે, રૂપગ્રાહી ચક્ષુથી રૂપ– જાતિ પણ પ્રત્યક્ષ થાય છે.) વિપક્ષ આકાશમાં પ્રત્યક્ષ હેતુ નથી રહેતો. પ. પક્ષ-એક દેશવૃત્તિ પરંતુ સપક્ષ અને વિપક્ષમાં વ્યાપ્ત હોય... “આકાશ, કાળ, દિશા, આત્મા અને મન, દ્રવ્ય નથી”, ક્ષણિક વિશેષ ગુણથી રહિત હોવાથી” આ હેતુ પક્ષના એક દેશ કાળ, દિશા અને મનમાં કોઈ ક્ષણિક વિશેષ ગુણ નથી માટે પક્ષ એક દેશમાં હેતુ રહી ગયો અને બીજા એક દેશમાં આત્મામાં જ્ઞાન, સુખાદિ અને આકાશમાં શબ્દ ગુણ રહેલ છે, જે ક્ષણિક વિશેષ ગુણ છે. માટે ત્યાં હેતુ ન રહ્યો. સપક્ષ દ્રવ્ય વગરનાં શેષ પદાર્થ ગુણાદિ તે કોઈમાં પણ ગુણ નથી રહેતા, કારણ ગુણનો આશ્રય માત્ર દ્રવ્ય જ છે. વિપક્ષ દ્રવ્ય પૃથ્વી, પાણી, તેજો વાયુમાં રૂપાદિ વિશેષ ગુણ રહે છે. પરંતુ તે ક્ષણિક નથી, માટે તે બધા તાદૃશ ગુણ રહિતથી વ્યાપ્ત છે. વિપક્ષમાં હેતુ રહેવાથી અવિનાભાવ સિદ્ધ થઈ શકતો નથી. १ अश्वादी विषाणित्वं नास्ति महिषादी त्वस्ति इति विपक्षकदेशवृत्तित्वम् । २ शणवत्त्वात् । ३ अजं दृष्ट्वा वक्ति । महिषादावस्ति अश्वादौ तु नास्ति । ४ घणुकादि न प्रत्यक्षं घटादिकं तु प्रत्यक्षम् । ५ नित्यं सामान्य प्रत्यक्षमाकाशं तु न । ६ आत्माकाशी सुखशब्दादिक्षणिकविशेषगुणयुक्ती, [विपक्षाः] पृथिव्यादयः । भुवो गन्धः अपां स्नेहोऽक्षणिकविशेषगुणौ ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy