SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦/૨/૧/૧૬ પ્રમાણમીમાંસા असिद्धविरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥१६॥ ६ ३५. अहेतवो हेतुवदाभासमानाः 'हेत्वाभासाः' असिद्धादयः । यद्यपि साधनदोषा एवैते अदुष्टे साधने तदभावात् तथापि साधनाभिधायके हेतावुपचारात् पूर्वाचार्यैरभिहितास्ततस्तत्प्रसिद्धिबाधामनाश्रयद्भिरस्माभिरपि हेतुदोषत्वेनैवोच्यन्त इति । ६ ३६. 'त्रयः' इति सङ्ख्यान्तरव्यवच्छेदार्थम् । तेन कालातीत-प्रकरणसमयोर्व्यवच्छेदः । तत्र कालातीतस्य पक्षदोषेष्वन्तर्भावः । નથી. એથી એમના લક્ષણનું નિરૂપણ કરવા માટે કહે છે. અસિદ્ધ વિરૂદ્ધ અનૈકન્વિક આ ત્રણ હેત્વાભાસ છે II૧૬l ૩૫. જે વાસ્તવમાં હેતુ ના હોય, છતાં હેતુ જેવા દેખાતા હોય તે અસિદ્ધ વગેરે હેત્વાભાસ છે. જો કે અસિદ્ધતા વગેરે સાધનના દોષ છે. કા.કે. દોષરહિત સાધનમાં તેમનો અભાવ હોય છે, જેમ શુદ્ધ સમકિતીમાં મિથ્યાત્વ-શંકા-કાંક્ષા વગેરે દોષો નથી હોતા એટલે આ શંકા વગેરે સમકિત ના દોષો છે, એમ કહેવાય છે. તો પણ પૂર્વાચાર્યોએ સાધનનું અભિધાન કરનાર હેતુમાં ઉપચાર કરી એમને હેત્વાભાસ કહ્યાં છે. “પોતાની સાથે સાધ્યાવિનાભાવ નિશ્ચિત છે એવા એક અસાધારણ લક્ષણવાળું જે હોય તે સાધન,” એટલે તેતો ધૂમાદિ આવશે અને હકીકતમાં પક્ષ વિગેરેમાં ન રહેનાર તો તે ખોટા સાધન જ હોય છે. હેતુ ઓછો ત્યાં રહેવાનો છે! તે તો વચન સ્વરૂપ છે, માટે તેતો વક્તાના મુખમાં જ રહે છે કે બહાર નીકળી આખા જગતમાં ફેલાઈ શકે છે, એટલે હેતુમાં તો કોઈ આવા દોષ લગાડી શકાય એમ છે જ નહી. અથવા શુદ્ધ હેતુમાં પણ આ દોષતો આવીજ જવાના છે, કા.કે. ધૂમ વચનતો શબ્દરૂપ છે, તેતો પર્વતમાં બોલતા પણ સરોવર સુધી ફેલાઈ જાય છે. વળી લિપિ સ્વરૂપ વચન માનશો તો પુસ્તકાદિમાં ધૂમ-પદ રહે જ છે, ત્યાં અગ્નિ ક્યાં છે? માટે તેમને– દુષ્ટ સાધનને જ હેત્વાભાસ કહેવા જોઈએ, છતાં અહીં તેવા દુષ્ટ સાધનનાં વાચક પદને પંચમી કે તૃતીયા વિભક્તિ લગાવીને જે વચન પ્રયોગ કરવામાં આવે છે તે હેતુ જેવા લાગે છે, “સાધ્યને સિદ્ધ કરનાર હોય તે સાધન અને તેના વાચક શબ્દને હેતુ કહેવાય” તેમનો દુષ્ટ સાધનના વાચક પદોનો પ્રયોગપણ સાધ્યને સિદ્ધ કરવા માટે થયો છે, એટલે હેતુ જેવા લાગતા હોવાથી તેને હેત્વાભાસ કહેવામાં આવ્યા છે. તેનું કારણ એક જ છે કે પૂર્વ વિદ્વાનોએ હેતુ સાધનનો વાચક છે, માટે વાચકમાં વાચ્યનો ઉપચાર કરીને તેવા દુષ્ટ હેતુને હેત્વાભાસ કહ્યા છે. દૂતો વદ્વિમાન દ્રવ્યત્વત્ અહીં દ્રવ્યત્વને અંતે પંચમી વિભક્તિ છે. અને સાધન તરીકે ઉલ્લેખ કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે આવો વચનાત્મક પ્રયોગ હેતુ કહેવાય છે. પરંતુ અવિનાભાવ ઘટતો ન હોવાથી સાધનમાં તો દોષ છે, છતાં ઉપચારથી સાધનના વાચકનો વચનાત્મક હેતુમાં તો દોષનો ઉપચાર કરી હેત્વાભાસ તરીકે ગણ્યા છે, તેથી તેમની પ્રસિદ્ધિમાં બાધા નાંખ્યા વિના–અડચણ ન કરતાં એવા અમો પણ તેમનો હેતુ દોષ તરીકે વ્યપદેશ કર્યો છે. ૩૬. “ત્રય” પદ ન્યૂનાધિક સંખ્યાનો વ્યવચ્છેદ કરવા માટે છે. તેથી કાલાતીત- કાલાત્યયાપદિષ્ટ-બાધ અને પ્રકરણસમનો સભ્રતિપક્ષ હેત્વાભાસનો નિષેધ થઈ જાય છે. તેમાંથી કાલાતીતનો પક્ષના દોષોમાં १० पूर्वाचार्य० । २ कालमतीतोऽतिक्रान्तः ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy