SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૯ ૨૦૫ साङ्ख्याः । सहोपनयेन चतुरवयवमिति मीमांसकाः । सहनिगमनेन पञ्चावयवमिति नैयायिकाः । तदेवं विप्रतिपत्तौ कीदृशोऽनुमानप्रयोग इत्याह एतावान् प्रेक्षप्रयोगः ॥९॥ २०. 'एतावान्' एव यदुत तथोपपत्त्यान्यथानुपपत्त्या वा युक्तं साधनं प्रतिज्ञा च । 'प्रेक्षाय' प्रेक्षावते प्रतिपाद्याय तदवबोधनार्थः 'प्रयोगः' न त्वधिको यथाहुः साङ्ख्यादयः, नापि हीनो यथाहुः સત્તા-“જિલુણ વાવ્યો (રેવ દિવ:” [vમાણવા ૨.૨૮] રૂતિ શા २१. ननु परार्थप्रवृत्तैः कारुणिकैर्यथाकथञ्चित् परे प्रतिबोधयितव्या नासद्व्यवस्थोपन्यासैरमी वां 'प्रतिभाभङ्गः करणीयः, तत्किमुच्यते एतावान् प्रेक्षप्रयोगः ?, इत्याशङ्कय द्वितीयमपि प्रयोगक्रममुपदर्शयतिઉપનય સાથે મીમાંસકો ચાર અવયવ માને છે. નિગમન સાથે તૈયાયિકો પાંચ અવયવો માને છે. એ પ્રમાણે વિખવાદ હોવાથી અમારે અનુમાન પ્રયોગ કેવી રીતે માનવો આનું સમાધાન કરવાં સૂત્ર દર્શાવે છે. બુદ્ધિશાળીને સમજાવવા માટે આટલો જ પ્રયોગ યુક્ત છે. લા. ૨૦. એતાવાનું = તથોપપત્તિ અને અન્યથાનુપપત્તિ યુક્ત સાધન અને પ્રતિજ્ઞાનો પ્રયોગ પ્રેક્ષાયપ્રતિપાદ્યાય–સમજાવવા યોગ્ય પ્રજ્ઞાવાનું પુરૂષને પ્રતિપાદ્યની સમજણ આપવા માટે આટલો પ્રયોગ યુક્ત છે. સાંખ્યના કથનાનુસાર અધિક પ્રયોગ કરવો કે બૌદ્ધના કથનાનુસાર ઓછો પ્રયોગ કરવો ઉચિત નથી. જેમ બૌદ્ધ પ્રમાણવાર્તિક (૧.૨૮)માં કહે છે કે વિદ્વાનો માટે માત્ર હેતુનો પ્રયોગ કરવો જ ઉચિત છે. આ બૌદ્ધના કથન સાંભળી ઓછો પ્રયોગ ન કરવો લા ૨૧. પરાર્થમાં પ્રવૃત્ત કરૂણાશીલ પુરૂષોએ બીજા જેવી રીતે સમજી શકે તેમ તેમને બોધ પમાડવો જોઈએ, પરંતુ અસતુ વ્યવસ્થાનો ઉપન્યાસ કરી એઓની પ્રતિભા પ્રતીતિનો ભંગ ન કરવો જોઈએ. તો પછી તમે શા માટે એમ કહો છો કે પ્રેક્ષાવાન માટે આટલો જ પ્રયોગ કરવો જોઈએ? આવું પકડી કેમ રાખો છો ? આવી શંકા ઉભી કરી બીજી જાતનો પણ પ્રયોગ ક્રમ દર્શાવે છે. .... શિકાકાર ઃ સમર્થન પ્રયોગથી જ હેતુની પ્રતીતિ શક્ય છે, સમર્થન એટલે કે હેતુનો પ્રયોગ કર્યા પછી તેની અસિદ્ધતા વિ. દોષોનું નિરાકરણ કરવું. હેતુની સાથે સાથેની વ્યાપ્તિ દર્શાવી ધર્મીમાં હેતુની સત્તા જણાવવી (ઉપનય વાક્યનું આવું જ સ્વરૂપ છે) એનું નામ જ સમર્થન છે. જેમકે “જે જે સતુ છે તે અનિત્ય છે” જેમકે ઘટાદિ, અહીં “શબ્દપણ સત્ છે.” એટલા અંશથી સત્ત્વ હેતુની અસિદ્ધતાનું નિરાકરણ કરાયું છે. પૂર્વ અંશથી વ્યાપ્તિ દર્શાવી. આ રીતે હેતુનું સમર્થન કરવાથી હેતુની પ્રતીતિ થઈ જવાથી હેતુનો અલગ ઉપન્યાસ કરવાની શી જરૂર ? બૌધ્ધ - મંદ મતિવાળા લોકોને હેતુ પ્રતીતિ કરાવવા માટે. " રૂપરે યથ૦ -૦ ) ૪ પામ્ I ૬ પ્રતિક છે ! ૧ યલ-છે ! ૨ તનામાવી દટાને તઃિ I પ્રતિઃ -5 I ૬ વાનપ્રયો - તાબ ૧ ટીપ્પણ નં-૨નો અર્થ શું થાય? તદુભાવહેતુભાવૌ=સાધ્યભાવ અને હેતુભાવ દગંતમાં દાંતના આધારે તદવેદિનઃ વ્યાતિના બોધ વગરના પુરુષને–અવ્યુત્પન વ્યકિતને જણાવાય છે, જ્યારે વિદ્વાનને તો માત્ર હેતુ કહો તો બસ છે. ટીપ્પણમાં તેનો પૂર્વાર્ધ બતાવેલ છે. (પ્ર.વા.૧.૨૮)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy