SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૮ ૨૦૧ ६ १६. यत् कृतकं तत् सर्वमनित्यं यथा घटः, कृतकश्च शब्द इति वचनमर्थसामर्थ्येनैवापेक्षितशब्दानित्यत्वनिश्चायकमित्यवधानमत्रेति चेत्, न, परस्पराश्रयात् । अवधाने हि सत्य तोऽर्थनिश्चयः, तस्माच्चावधानमिति। આ પ્રમાણે કરું છું એવું કહ્યા વગર આહાર પાણી માટે પ્રયત્ન કરે, તે લેવા ઉપડે (ત્યારે ભિક્ષુને લાગ્યું આ મારાં વચન ગ્રહણ કરતો નથી, તેથી એના ઉપર ક્રોધે ભરાય છે. “આ તું શિષ્યાભાસ છે, તું અધમભિક્ષુ છે. અમારી અવહેલના કરે છે,” એ પ્રમાણે નિંદા કરે છે. એ પ્રમાણે શબ્દ અનિત્ય છે. એવું સમજાવવાને ઈચ્છતાં માણસને “શબ્દ અનિત્ય છે” આવો વિષય-પ્રતિજ્ઞા દર્શાવ્યા વિના રહે તે બોલે અથવા હેતુ વિગેરેનો પ્રયોગ કરે કતક હોવાથી કતક છે તે અનિત્ય છે. તે પ્રમાણે હોવાથી, કતકતાની તથોપતિથી સાધ્ય અનિત્ય હોય ત્યાં જ કૃતકતાની ઉપપત્તિ થાય છે. અન્યથા અનુપપત્તિ થવાથી સાધ્યઅનિત્યના અભાવમાં કૃતકતાની અનુપપત્તિ હોય છે. એટલે કે અનિત્ય હોવાથી કૃતકત્વ ઘટી શકે છે, નહીંતર કૃતકત્વ ઘટી ન શકે.” પ્રતિજ્ઞા વિના આ બધા ઉપર આપાતતઃ= પ્રથમથી જ (પ્રતિપાદન) ઉપર અસંબદ્ધ કથનની પ્રતીતિઃ = બુદ્ધિ થતી હોવાથી આ બધા પ્રત્યે અસ્વ- પ્રતિપાઘસ્ય એટલે વક્તા દ્વારા સમજાવવા યોગ્ય વ્યક્તિને “અસંબદ્ધાભિધાન બુદ્ધયા”=મારે ઈષ્ટ એવા શબ્દના સંબંધમાં આ કથન નથી એવી બુદ્ધિ થવાથી અને તેના જ લીધે તે સાવધાન બનીને સાંભળવા તૈયાર નથી થતો, તેવો શ્રોતા સમજાવવાને યોગ્ય નથી. એણે બિચારાને શબ્દને અનિત્ય સિદ્ધ કરવો છે,એવું જ મનમાં ઘુસેલુ હોવાથી કોઈ શબ્દને અનિત્ય છે એવું કહે તો જ તે સાંભળવા તૈયાર બને, બીજું સાંભળવા તે તૈયાર નથી. પ્રતિજ્ઞાનો પ્રયોગ ન કરો તો તેને ખબર જ પડતી નથી કે આ હેતુ વિગેરેનો પ્રયોગ કોના માટે કર્યો. એટલે “હેતુ વિગેરેના પ્રયોગનો મારા પ્રશ્ન સાથે સંબંધ છે” એવો ખ્યાલ તેને આવતો નથી, તેથી તે સાંભળવા તત્પર પણ નથી બનતો, એથી વક્તાનું કથન વ્યર્થ બને છે. ૧૬. શંકાકાર : જે કૃતક છે, તે બધુ અનિત્ય છે. જેમ ઘડો, શબ્દ પણ કૃતક છે. આવો વચન પ્રયોગ અર્થના સામર્થ્યથી (એમાં શબ્દ કૃતક છે આવું ઉપનય વાક્ય તો છે જ, અને પહેલું વ્યાપ્તિ વાક્ય = જે કૃતક છે તે અનિત્ય છે આ બે વાક્યના અર્થનું અનુસંધાન કરવાથી “શબ્દ અનિત્ય છે ખ્યાલ આવી જ જાયને. જે નંબરવાળા ચશમા પહેરે છે, તેની આંખ કમજોર છે, આ ભાઈ પણ ચશમા પહેરે છે, આ વાક્ય પ્રયોગના અર્થથી સામર્થ્યથી આપણને ખ્યાલ આવી જાય કે આ ભાઈની આંખ કમજોર છે.) “શબ્દ અનિત્ય છે” એવી જે શ્રોતાને અપેક્ષા છે તેનો નિશ્ચય કરાવનાર (બની જશે.) આ વચન છે માટે હું આને ધ્યાનપૂર્વક સાંભળુ આવું અહીં અવધાન સંભવે છે. સમાધાન : આ વાત બરાબર નથી, કારણ કે અન્યોન્યાશ્રય દોષ આવે છે. અવધાન થાય તો વચનથી અર્થનો નિશ્ચય થાય અને અર્થ નિશ્ચયથી અવધાન થાય. આ વક્તા મારા પ્રશ્ન સંબંધી શબ્દનો પ્રયોગ કરે છે, માટે હું સાંભળું આવું વિધાન = સાંભળવાની તત્પરતા–ધ્યાનપૂર્વક સાંભળવું એવી એકાગ્રતા- લગન આવ્યું ૬ ૨ -૦ર્થે નિ૦-૦ ) ૩ અતિશયલr----- ૧ કલેવ ગ્નિ અહીં જે જે પ્રયોગ વક્તાએ સામેના શ્રોતાને પરાથનુમાન કરવા માટે કર્યો છે, એટલે શબ્દ અનિત્ય છે, એવું અનુમાન શ્રોતાને કરાવવાનું છે, પરંતુ ભાઇ સાહેબ પ્રતિજ્ઞા દ્વારા શબ્દ સ્વરૂપ વિષયને દર્શાવ્યા વિના માત્ર અનિત્ય સિદ્ધ કરવા મંડી પડ્યો. હવે પેલા શ્રોતાને તો આપાતતઃ–પહેલાથી જ એવું લાગ્યું કે આ તો કોઈ અન્ય વાત કરતો લાગે છે, કા.કે. મેં તો શબ્દના માટે પૂછેલું અને આ ભાઈતો બીજુ બીજુ બોલે છે, શબ્દની તો કશી વાત જ કરતા નથી, એટલે જવા દો, આપણે આ કથનમાં કશું ધ્યાન રાખવું નથી, એટલે વકતા બોલ્યા જાય છે, પણ પેલો તો કશું ધ્યાનથી સાંભળતો નથી.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy