SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ /૨/૧/૨ પ્રમાણમીમાંસા मुख्यानुमानहेतुत्वेन तूपचरितानुमानाभिधानपात्र'तां प्रतिपद्यते । उपचारश्चात्र कारणे कार्यस्य । यथोक्तसाधनाभिधानात् तद्विषया स्मृतिरुत्पद्यते, स्मृतेश्चानुमानम्, तस्मादनुमानस्य परम्परया यथोक्तसाधनाभिधानं कारणम्, तस्मिन् कारणे वचने कार्यस्यानुमानस्योपचारः समारोपः क्रियते । ततः समारोपात् कारणं वचनमनुमानशब्देनोच्यते । कार्ये वा प्रतिपादकानुमानजन्ये वचने कारणस्यानुमानस्योपचारः । वचनमौपचारिकमनुमानं न मुख्यमित्यर्थः । - ५. इह च मुख्यार्थबाधे प्रयोजने निमित्ते चोपचारः प्रवर्तते । तत्र मुख्योऽर्थः साक्षात्प्रमितिफलः सम्यगर्थनिर्णयः प्रमाण े शब्दसमानाधिकरणस्य परार्थानुमानशब्दस्य, ઉપચારની સહાય વગર વચન પ્રમાણભાવને પ્રાપ્ત કરતું નથી. મુખ્ય અનુમાનનો વચન હેતુ હોવાથી ઉપચારથી તો તેને પરાર્થાનુમાન નામની-મહોર—છાપ પ્રાપ્ત થાય છે. અહીં (પરાર્થાનુમાનનાં) કારણમાં કાર્યનો (પરાર્થાનુમાનનો) ઉપચાર કરવામાં આવ્યો છે. પૂર્વોકત સાધનના કથનથી તેના-સાધન સાધ્યનાં વિષયવાળી સ્મૃતિ થાય છે. તેનાથી અનુમાન થાય છે. તેથી યથોકત સાધનનું કથન પરંપરાએ અનુમાનનું કારણ છે. તે કારણભૂત વચનમાં કાર્યરૂપ અનુમાનનો ઉપચાર આરોપિત કરાય છે, તેથી આ આરોપણથી કારણભૂત વચનને અનુમાન શબ્દથી ઓળખાવવામાં આવે છે. અથવા કાર્યમાં કારણનો ઉપચાર છે, કારણ કે પ્રતિપાદક—પ્રમાણિત કરનાર પોતાને બોધ થાય પછી જ તદનુસાર વચન ઉચ્ચારી શકાય છે, એટલે સ્વાર્થનુમાન આત્મામાં તે વસ્તુ વિષયને પ્રથમ પ્રમાણિત કરી આપે છે. એવા સ્વાર્થાનુમાનથી જન્મ વચન રૂપ કાર્યમાં કારણનો—અનુમાનનો ઉપચાર કરાયો છે. એટલે કે વચન ઔપચારિક અનુમાન છે, પણ મુખ્ય નથી. ૫. અને અહીં જો મુખ્ય અર્થમાં બાધા આવતી હોય, પરંતુ કોઈ પ્રયોજન અને નિમિત્ત હોય તો મુખ્યાર્થનો ઉપચાર કરવામાં આવે છે. પરાર્થાનુમાનનો મુખ્ય અર્થ પ્રમિતિને સાક્ષાત્ ઉપન્ન કરનાર સાક્ષાત્ પ્રમિતિફળ સ્વરૂપ સમ્યગ્ અર્થ નિર્ણય છે. બીજાને જે સમ્યગ અર્થ નિર્ણય થાય છે, તેમાં પ્રમાણ શબ્દનો પ્રયોગ થાય છે, તેમાં જ પરાર્થાનુમાન શબ્દનો પણ પ્રયોગ થાય છે, માટે પ્રમાણ શબ્દનો સમાનાધિકરણ પરાર્થાનુમાન શબ્દ થયો. (પરંતુ જ્યારે પરાર્થાનુમાન શબ્દનો પ્રયોગ પ્રતિજ્ઞાદિવચનને આશ્રયી થાય છે, ત્યારે પરાર્થાનુમાન શબ્દ પ્રયોગ પ્રમાણ શબ્દનો સમાનાધિકરણ નથી બનતો,) જ્યારે મુખ્યવાત પ્રમાણની હોવાથીનું પ્રમાણ શબ્દનો જે અર્થ હોય તે જ મુખ્યાર્થ કહેવાય. પરંતુ પ્રમાણ શબ્દના સમાનાધિકરણ એવા પરાર્થાનુમાન શબ્દમાં સમ્યગર્થ નિર્ણયત્વનો બાધ આવે છે. કા.કે. વચન જડાત્મક છે, તે નિર્ણય સ્વરૂપ હોઈ શકે નહિ. એટલે વચનમાં મુખ્ય અર્થનો બાધ છે. જેમકે માણસને અગ્નિ કહ્યો, તેમાં મુખ્યાર્થ જે દાહકત્વ १ अनुमानशब्दवाच्यताम् । २ मुख्यार्थस्योपचारः । ३-० शब्दः समा-०डे० । ૧ કઇરીતે પરંપરાએ કારણ છે તે સ્પષ્ટ કરે છે..... પ્રથમ અવિનાભાવવાળું સાધનનું કથન કરીએ જેમકે “વદ્ધિ અવિનાભાવી ધૂમ છે” આવું કહેવાથી સામેની વ્યક્તિને– શ્રોતાને જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં વહ્નિ હોય છે, એવી સાધન—સાધ્યને વિષય બનાવનારી વ્યાપ્તિ તેને સ્મૃતિમાં આવે છે અને વ્યાપ્તિ (શાન)નુંસ્મરણ થવાથી “અયંતિમા” એવો બોધ- નિર્ણય તે શ્રોતાને થાય છે. એમ કથનતો માત્ર વ્યાપ્તિનું સ્મરણ કરાવે છે, સાક્ષાત્ અનુમાનનું કારણ નથી માટે તે પરંપરાએ અનુમાનનુંકારણ છે. ૨ પ્રતિપાદક : પ્રમાણિતકરનાર, વ્યાખ્યા કરનેવાળા, સમર્પિત કરનેવાળા (સં.હિ.)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy