SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ /૧/૧/૨ પ્રમાણમીમાંસા ७. तत्र प्रमाणसामान्यलक्षणमाह सम्यगर्थनिर्णयः प्रमाणम् ॥ २ ॥ ६८. प्रमाणम्-इति लक्ष्यनिर्देशः, शेष लक्षणम्, प्रसिद्धानुवादेन ह्यप्रसिद्वस्य विधानं लक्षणार्थः। तत्र यत्तदविवादेन प्रमाणमिति धम्मि प्रसिद्धं तस्य सम्यगर्थनिर्णयात्मकत्वं धर्मो विधीयते । अत्र प्रमाणत्वादिति हेतुः । न च धम्मिणो हेतुत्वमनुपपन्नम्, भवति हि विशेषे धम्मिणि तत्सामान्यं हेतुः, यथा જ સૂત્ર બનાવત, તેથી આ નક્કી-નિશ્ચિત થયું કે પ્રમાણ અને નયથી જેનો સ્યાદ્વાદ સ્વરૂપ માર્ગ પરિશુદ્ધ કરાયેલ છે, એવા મોક્ષનાં ઉપાય અને વિરોધિ તત્ત્વના નિરૂપણ સાથે મોક્ષની વિચક્ષા કરવા માટે “મીમાંસા' શબ્દને આચાર્ય મહારાજે ગ્રહણ કર્યો છે. ll૧il ૦ ૭તેમાં પ્રમાણનું સામાન્ય લક્ષણ દર્શાવે છે. (જ્ઞાનાવરણીયના ક્ષયોપશમજન્ય જે ભાવેંદ્રિય છે, તે લબ્ધિ અને ઉપયોગરૂપ છે, જ્ઞાન શક્તિના વ્યાપારની શરૂઆત થાય તે પ્રમાણ અને તેના દ્વારા જે અર્થ બોધ થાય તે પ્રમા.) પદાર્થનો સખ્ય પ્રકારે નિર્ણય તે પ્રમાણ શા ૦૮ને પદાર્થનો સમ્યનિર્ણય તે પ્રમાણ કહેવાય, સૂત્રમાં પ્રમાણ એ પદ લક્ષ્ય છે અને શેષ લક્ષણ સ્વરૂપ છે. પ્રસિદ્ધ પદાર્થનાં અનુવાદ સાથે અપ્રસિદ્ધનું વિધાન કરવું તે લક્ષણનું પ્રયોજન છે. લક્ષ્યભૂત પ્રમાણમાં કોઇને વિવાદ નથી માટે “પ્રમાણ” એ ધર્મી તરીકે પ્રસિદ્ધ છે માટે તેનો અનુવાદ જ કરવાનો હોય અને સાથોસાથ તેમાં પ્રતિવાદીને અપ્રસિદ્ધ એવાં “સમ્યગુઅર્થ નિર્ણય” સ્વરૂપ ધર્મનું વિધાનનવેસરથી કરાય છે. અહીં “પ્રમાણ–ાતુ’ એ હેતુ છે. ૦ શંકાઃ ધર્મીને હેતુ રૂપે બનાવવો ઉચિત ન કહેવાય? १ व्यक्तिरूपे धर्मिणि, तद्यथा विवादाध्यासितं घटप्रत्यक्षं सम्यगर्थनिर्णयात्मकम्, प्रत्यक्षत्वादिति । ટી-૧A “પ્રમાણે સમ્યગુ-અર્થ-નિર્ણયાત્મક પ્રમાણવા” આ અનુમાનમાં વિશેષ ધર્મ પક્ષ રૂપે કેવી રીતે? સમા–પ્રમાણ શબ્દ વ્યક્તિવાચક હોવાથી વિશેષ રૂપ છે અને પ્રમાણત્વ એ જાતિરૂપ હોવાથી સામાન્ય છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ જે પ્રમાણ વ્યક્તિ છે તે બધી પક્ષ રૂપ છે અને તે બધામાં પ્રમાણત્વ રહેલું હોવાથી તે સામાન્ય કહેવાય છે. અને કોઇ પણ વિશેષ પ્રમાણમાં પણ પ્રમાણત્વ રહેલું જ છે, એટલે અન્યવ-સંબંધ થંઇ શકે છે. પ્ર. – વિવાદાધ્યાસિત હોય તો સમ્યક અર્થનો નિર્ણય કેવી રીતે? ઉ. પક્ષમાં કોઇદિવસ સાધ્યસિદ્ધ ન હોય એટલે જ તેનું લક્ષણ જ આવું છે કે “સંદિગ્ધ સાધ્યવાનું પક્ષ” “આપણો પક્ષ–ધર્મી તાદેશસાધ્યવાળો છે કે નહી” આ બાબતમાં તો ચર્ચા થઈ રહી છે એટલે વિવાદગ્રસ્ત તો ખરો જ ને, પરંતુ આપણો પ્રયુક્ત હેતુ સહેતુ હોવાથી ચોક્કસ ખાત્રીથી એમ કહી શકીએ કે આ પ્રત્યક્ષ સમ્યગુ અર્થના નિર્ણયવાળું છે. એટલે સાધ્યની ખાત્રી હેતુ ઉપર આધાર રાખે છે, પક્ષ ઉપર નહીં. પ્રત્યક્ષ એ પ્રમાણ છે અને જો તેમાં આ સાધ્ય રહે જ નહીં તો પછી એને પ્રત્યક્ષ પ્રમાણ જ શી રીતે માની શકાય? બીજી રીતે તમારી શંકા તો અસ્થાને છે. કારણ કે આપણે તો પક્ષ-ધર્મીને વિવાદાગ્રસ્ત કહ્યો છે, પણ તેમાં રહેલ ધર્મને તો વિવાદાગ્રસ્ત ક્યાં કહ્યો જ છે. “અહીં ઘોડો છે કે નહીં” તે ચર્ચાનો વિષય ખરો પણ તેથી “ઘોડાને ચાર પગ છે.” આ ધર્મમાં વિવાદ અને અનિશ્ચય થોડો આવે. ઘટ પ્રત્યક્ષમાં “આ સમ્યગુ, અર્થના નિર્ણય સ્વરૂપ છે કે નહી” આવા વિરોધિ વિકલ્પના લીધે વિવાદ ઉભો થયો છે માટે તે વિવાદાગ્રસ્ત તો બને જ છે. પરંતુ અવિનાભાવી હેતુના પ્રયોગ દ્વારા આ વિવાદને ખતમ કરી તે પ્રત્યક્ષમાં સમ્યગુઅર્થનિર્ણયનું વિધાન કરાય છે, એટલે કે પ્રત્યક્ષ પોતે કાંઈ અનિશ્ચિત ડગુમગુ નથી, પરંતુ પૂર્વપક્ષીને તેવો વિવાદ વિકલ્પ ઉભો થયો છે, એમ વિવાદનું અધિકરણ પૂર્વપક્ષી છે અને સમ્યગ અર્થનિર્ણયનું અધિકરણ પ્રત્યક્ષ છે. માટે કોઈ વિરોધ નથી. જ્યારે સંશયતો પોતે જ અનિશ્ચિત છે માટે તેને સમ્યગ અર્થ નિર્ણયવાળો ન કહેવાય.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy