SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ /૧/૨/૧૩ પ્રમાણમીમાંસા ६ ५३. साधनं लक्षयित्वा विभज्य च साध्यस्य लक्षणमाह सिषाधयिषितमसिद्धमबाध्यं साध्यं पक्षः ॥१३॥ ६ ५४. साधयितुमिष्टं 'सिषाधयिषितम्' । अनेन साधयितुमनिष्टस्य साध्यत्वव्यवच्छेदः, यथा वैशेषिकस्य नित्यः शब्द इति । शास्त्रोक्तत्वाद्वैशेषिकेणाभ्युपगतस्याप्याकाशगुणत्वादेर्न साध्यत्वम्, तदा साधयितुमनिष्टत्वात् । इष्टः पुनरनुक्तोऽपि पक्षो भवति, ૧. “અહીં શીતસ્પર્શ નથી, અગ્નિ હોવાથી,” અગ્નિ વિરૂદ્ધ હેતુ છે શીતસ્પર્શ પ્રતિષેધ્ય છે, તેનો અગ્નિ વિરોધી છે. ૨. “અહીં અપ્રતિબદ્ધ સામર્થ્યવાળાં શીતનાં કારણો નથી, અગ્નિ હોવાથી,” અહીં પ્રતિષેધ્ય શીતનાં કારણોનું કાર્ય શીત–દંડક છે, તેનો અગ્નિ વિરોધી છે. ૩. “અહીં રોમહર્ષ વિશેષ નથી, અગ્નિ હોવાથી;” ઠંડી હોય તો રૂંવાટી ઉભી થાય છે. એટલે અહીં તો પ્રતિષેધ્ય રોમહર્ષનું કારણ શીત છે, તેનો વિરોધિ અગ્નિ છે. ૪. અહીં બરફનો સ્પર્શ નથી, અગ્નિ હોવાથી, બરફનાં કણિયાનો સ્પર્શ તેનું વ્યાપક શીત સ્પર્શ છે યત્ર યત્ર તુષારસ્પર્શ તત્ર તત્ર શીત, જ્યારે અગ્નિ તો ગરમ પદાર્થ છે, તુષાર સ્પર્શ શીત વિના રહી ન શકે માટે, તેનું= પ્રતિષેધ્ય તુષારસ્પર્શનું શીત - ઠંડક વ્યાપક કહેવાય, તે(ઠંડક)નો વિરોધી અગ્નિ થયો. અહીં પ્રતિષેધ્યનો વિરૂદ્ધ અગ્નિ છે, તેનું કાર્ય ધૂમ, આ વિરૂદ્ધકાર્યને પણ વિરોધિ હેતુ તરીકે મૂકી શકાય છે. જેમ(૧) અહીં શીતસ્પર્શ નથી કેમકે ધૂમ છે, (૨) અહીં અપ્રતિબદ્ધ સામર્થ્યવાળા શીત કારણો નથી” ધૂમ હોવાથી” (૩) “અહીં રોમહર્ષ વિશેષ નથી, ધૂમ હોવાથી” (૪) અહીં તુષારસ્પર્શ નથી ધૂમ હોવાથી, અહીં તુષારસ્પર્શના વ્યાપકનો-શીતનો અગ્નિ વિરૂદ્ધ છે. એટલે ધૂમનાં આધારે પણ તુષાર સ્પર્શનો નિષેધ થયો, કારણ કે ધૂમ હશે તો ત્યાં અગ્નિ હોવાનો જ, તો બિચારો તુષારસ્પર્શ કયાંથી હોય? સિંહ શું માત્ર સિંહનાદ પણ જ્યાં હોય ત્યાંથી મૃગલા નાશી જાય છે. અહીં મૃગલાં નથી સિંહનાદ હોવાથી આ વિરૂદ્ધ હેતુ થયો, જે વિરૂદ્ધસિંહનું કાર્ય છે (આવા કથનના મોક્ષાકરે લખેલી તર્કભાષા છે, જેના કર્તા પુણ્યવિજયજી છે અથવા પુણ્યવિજયજીના ભંડારમાં છે, મોક્ષાકર જેના કર્તા છે. તેમાં સ્પષ્ટ ખુલાસા આપેલા છે. લિખિત છે, છાપેલી નથી.) આમ વિવિધ રીતે હેતુઓનો પ્રયોગ કરી શકાય છે. ૧રા ૫૩. સાધનનું લક્ષણ કરી ભેદ બતાવ્યા. હવે સાધ્યનું લક્ષણ કહે છે....... વાદી જેને સિદ્ધ કરવા ઇચ્છે, પ્રતિવાદીને સિદ્ધ ન હોય અને પ્રમાણથી બાધિત ન હોય તે સાધ્ય, તેને પક્ષ પણ ફ્લેવાય છે. II૧૩ ૫૪. જે સિદ્ધ કરવા માટે ઈચ્છિત બન્યું હોય તે સિષાયિષિત, આ વિશેષણથી વાદીને જે સાધવું ઈષ્ટ ન હોય તેનો સાધ્ય તરીકેનો વ્યવચ્છેદ-નિષેધ થાય છે. જેમ વૈશેષિક શાસ્ત્ર મતમાં “શબ્દ નિત્ય છે' એ ઈષ્ટ નથી, એટલે “શબ્દ નિત્ય છે” આને વૈશેષિક શાસ્ત્રમાં અનિષ્ટ કહેલ હોવાથી (માટે) નિત્યત્વ એ સાધ્ય ન
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy