SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ પ્રમાણમીમાંસા /૧/૨/૧૨ कारणानुमाने सामर्थ्यात् कार्यमनुमितमेव, जन्याभावे जनकत्वाभावादिति चेत्, हन्तैवं कारणं कार्यस्यानुमापकमित्यनिष्टमापद्येत । श'कटोदयकृत्तिकोदयादीनां तु यथाऽविनाभावं साध्यसाधनभावः । यदाह "एकार्थसमवायस्तु यथा येषां तथैव ते । गमका गमकस्तन्न शकटः कृत्तिकोदितेः ॥" एवमन्येष्वपि साधनेषु वाच्यम् । ननु कृतकत्वानित्यत्वयोरेकार्थसमवायः कस्मान्नेष्यते ?, न, तयोरेकत्वात् બટન દબાવ્યું હશે. સમાધાન: તો પછી કાર્યનું અનુમાન નહીં થાય. આ તો કાર્યના આધારે કારણનું અનુમાન થયું, પણ જે વર્તમાન કાર્યનું અનુમાન કરવાનું હતું તે તો બાકી રહી ગયું. શંકાકાર : કારણનું અનુમાન કરી લેવાના સામર્થ્યથી કાર્યનું પણ અનુમાન થઈ જ જશે. કારણ કે જન્ય=કાર્યનાં અભાવમાં જનકનો-કારણનો અભાવ હોય છે. આ ભાઈમાં ભાવસંયમ છે” આવું અનુમાન થતા તેના કાર્યભૂત વિપુલનિર્જરાનું અનુમાન થઈ જ જશે. કા.કે. વિપુલનિર્જરાના અભાવમાં એકલો ભાવસંયમ રહી જ ન શકે, ભાવસંયમ આવતા વિપુલનિર્જરા થયા વગર રહેતી જ નથી. જેમ અપ્રતિબદ્ધ અગ્નિ દાહ કર્યા વગર રહી જ ન શકે, અને કાર્ય દાહ ન થતો હોય તો સમજવું જોઈએ કે ત્યાં કારણ =આગ નથી. ખાલી માત્ર લાઈટીંગ સાથે પવન દ્વારા પીળું કપડુ ઉછળી રહ્યું છે. સમાધાન: ત્યારે તો કારણ કાર્યનું અનુમાપક થયુંને, જે તમને ઈષ્ટ નથી. એટલે આપણે અનુમાન કરવું હતુ સમુદ્રવૃદ્ધિનું, પરંતુ તમે તો તેને કાર્ય તરીકે પકડી તેના જનક તરીકે = કારણ ભૂત ચંદ્રોદયનું અનુમાન કર્યું, પણ જેને સમુદ્રવૃદ્ધિનું અનુમાન કરવુ છે, તે કેવીરીતે થશે? એટલે એક વ્યક્તિએ આકાશ તરફ નજર કરી અને ચંદ્રોદય જોયો, હવે તે જે સમુદ્રવૃદ્ધિનું અનુમાન કરશે, તે શું ચંદ્રોદયને કારણે માની તેના કાર્યરૂપે સમુદ્રવૃદ્ધિનું અનુમાન કરશે? આવું તો તમે માની ન શકો, કા.કે. તમે કારણથી કાર્યનું અનુમાન માન્ય કર્યું નથી. (હવે આ બન્ને વચ્ચે એકાર્યસમવાય માનો તો ચંદ્રોદયથી તરત સમુદ્રવૃદ્ધિનું અનુમાન થઈ જશે તે ઉભયને ઇષ્ટ પડે, કા.કે. અમને કાર્ય-કારણ સમાનકાલીન માન્ય નથી, તેથી ચંદ્રોદયને કારણમાની અનુમાન ન કરાય. શકટોદય-કૃતિકોદય વગેરેમાં અવિનાભાવના અનુસાર સાધ્ય સાધન ભાવ બને છે. શકટોદય થાય એની પૂર્વે જ કૃતિકોદય થયેલો જ હોય છે, માટે તેનું તો પ્રત્યક્ષ જ થઈ જાય છે માટે ત્યાં અનુમાન કરવાની જરૂર નથી, માટે ગ્રંથકારે “યથાવિનાભાવ” નો પ્રયોગ કરેલ છે. જે રીતે તેમનો અવિનાભાવ ઘટે તેજ રીતે તેઓ ગમક બને. કહ્યું પણ છે કે.... જે વસ્તુઓમાં જેવો એકાર્થસમવાય હોય છે તેઓ તેજ રીતે ગમક બને છે. એથી જ શકટોદય કૃત્તિકોદયનો ગમક નથી બનતો. કૃતિકોદય જ ભાવિ શકટોદયનો ગમક હોય છે. આ બાબત બીજા પણ એકાર્યસમવાય સાધનમાં સમજી લેવી. શંકાકાર : કૃતકત્વ(બનેલા હોવું) અને અનિત્યત્વમાં એકાર્થ સમવાય સંબંધી કેમ નથી માનતા? १ शकटोदये प्रत्यक्षे सति कृत्तिकोदयस्यापि प्रत्यक्षत्वात् नानुमानतस्तदवगमः ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy