SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૧૨ ૧૬૭. पक्षादन्यस्यैव सपक्षत्वे लोहलेख्यं वजं पार्थिवत्वात् काष्ठवदित्यत्र पार्थिवत्वमपि लोहलेख्यतां वजे गमयेत् । अन्यथानुपपत्तेरभावान्नेति चेत्, [સામાન્ય પદાર્થના પેટાભેદોને વિશેષ કહેવાય છે. વૃક્ષ એ સામાન્ય છે, અને આંબો વિગેરે વૃક્ષવિશેષ. તેમ સત્ત્વનો અર્થ અર્થક્રિયાકારિત્વ છે. અહીં સામાન્યથી કોઈ પણ જાતની ક્રિયા પકડાય, જ્યારે ઉત્પત્તિભાવ માત્ર ઉત્પત્તિક્રિયાને જણાવે છે, કૃતકત્વ માત્ર કૃત-કરેલું / કરવું ક્રિયાને, પ્રયત્નાનન્તરીયકત્વ પ્રયત્ન ક્રિયાને, પ્રત્યયભેદભેદિત ભેદ–બદલાવું એ ક્રિયા-વિશેષને જણાવે છે, માટે સત્ત્વ વિશેષ કહેવાય. એમ શ્રાવણત્વ પણ શ્રવણ ક્રિયાવિશેષને જણાવે છે, માટે અથવા ઉત્પત્તિમત્ત્વ વિ. હેતુઓ તે તે વિશેષ ક્રિયાને પક્ષ કરનારા છે – જણાવે છે, માટે સત્ત્વવિશેષ' કહેવાય છે. શબ્દઃ અનિત્ય પ્રત્યયભેદ-ભેદિવા” શબ્દમાં નિમિત્ત પ્રમાણે ફેરફાર થયા કરે છે, પવન તીવ્ર હોય તો શીઘ ગતિકરે, ઘાત લાગે તો મંદ પડે,વકતાનો યત્ન ઓછો હોય તો મંદ પડે, અહીં સપક્ષઘટાદિમાં પાણી નાંખો તો ઘડો ઠંડો થાય, તડકામાં મૂકો તો ગરમ થાય, ઈત્યાદિ ફેરફાર ત્યાં પ્રત્યક્ષ જોવા મળે છે, અને તે બધા ફૂટી જતા જોવા મળે છે એમ ઘટાદિ અનિત્ય છે જ. તેની જેમ આ શબ્દ પણ ફેરફાર પામતો હોવાથી અનિત્ય હોવા જોઈએ. પ્લાસ્ટીક ગરમીથી નરમ પડે, ઠંડીથી કડક બને છે માટે તે અનિત્ય છે. જે અનિત્ય નથી તે નિમિત્તથી ફેરફાર પામતા નથી, જેમ આકાશ ગરમી પડે કે ઠંડી બધે વખતે તેવું જ રહે છે. ] અને તમને પૂછીએ છીએ કે અસાધારણ એટલે શું? જો પક્ષમાંજ રહેવું એનું નામ અસાધારણ એમ કહેતા હો તો તમામ પદાર્થોમાં ક્ષણિકત્વ સિદ્ધ કરવાનું હોય ત્યારે જ સત્ત્વ હેતુ મૂકવામાં આવે છે, તેમાં પણ ઉપરની વાત સરખી રીતે લાગુ પડે જ છે. કારણ સત્ત્વ હેતુપણ માત્ર પક્ષમાં જ રહેનાર છે. બૌદ્ધ : ત્યાં તો સાધ્યધર્મવાળો પક્ષ જ સપક્ષ તરીકે માન્ય છે. જૈનાઃ તો પછી અહીં શ્રાવણત્વ હેતુમાં કેમ ટ્વેષ રાખો છો? બૌદ્ધઃ સપક્ષ પક્ષથી ભિન્ન હોવો જોઈએ. જૈનાઃ “વજ લોઢાથી કોતરવાયોગ્ય- લોહ લેખે છે, પાર્થિવ હોવાથી,” કાષ્ઠની જેમ, અહીં પાર્થિવ હેતુ વજપક્ષથી અન્ય લાકડુ વગેરે સપક્ષ છે, તેમાં રહેતો હોવાથી તમારા હિસાબે આ હેતુ પક્ષ વજમાં સપક્ષ કાષ્ઠાદિમાં છે અને વિપક્ષ-પાણી-તેજસ વગેરેમાં નથી. માટે પાર્થિવત્વ લોકલેગનો ગમક બનવો જોઈએને! (તો પછી કેમ બનતો નથી?). બૌદ્ધ : પાર્થિવત્વ સાથે લોહ-લેખ્યતાનો અવિનાભાવ નથી, માટે હેતુ સાધ્યનો ગમક નથી. [લાકડું વિ. લોઢાથી કોતરી શકાય છે તેનું કારણ કાંઈ પૃથ્વીત્વ નથી, પરંતુ તેમાં તેવી અવયવોની શિથિલતા છે. વજમાં અતિશય ઘનતા છે માટે ટાંકણાથી કોતરી શકાતું નથી.] . . ૧ - સત્વ એટલે અર્થક્રિયાકારિત્વ શ્રાવણત્વ વિ. પણ વિશેષ પ્રકારની અર્થક્રિયા રૂપ છે માટે તેઓ બધા સત્ત્વ વિશેષ કહેવાય, જેમ વૃક્ષ એ સામાન્ય અને આંબો એ વૃક્ષ વિશેષ કહેવાય.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy