SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૯ ૧૫૭ सत्त्वग्रहणात् पूर्वमवधारणकरणेन सपक्षाव्यापिनोऽपि प्रयत्नानन्तरीयकत्वादेर्हेतुत्वमुक्तम्, पश्चादवधारणे हि अयमर्थः स्यात्-सपक्षे सत्त्वमेव यस्य स हेतुरिति प्रयत्नानन्तरीयकत्वं न हेतुः स्यात् । निश्चितवचनेन सन्दिग्धान्वयोऽनैकान्तिको निरस्तः, यथा सर्वज्ञ': कश्चिद्वक्तृत्वात्, वक्तृत्वं हि सपक्षे सर्वज्ञे सन्दिग्धम् । विपक्षे त्व सत्त्वमेव निश्चितमिति तृतीयं रूपम् । तत्रासत्त्वग्रहणेन विरुद्धस्य निरासः । विरुद्धो हि विपक्षेऽस्ति। જ સત્ત્વ નિશ્ચિત ન થયું તેથી પ્રમેયત્વ હેતુ ન બને, એવકાર ન મૂકીએ તો વિપક્ષમાં સત્ત્વનું નિરાકરણ થતું ન હોવાથી પ્રમેયત્વ હેતુ પણ સહેતુ બની જાત, કારણ કે પ્રમેયત્વ સપક્ષમાં રહે છે તો ખરું જ, ભલે પછી વિપક્ષમાં પણ રહે, તમારા લક્ષણમાં વિપક્ષનો નિષેધ તો થતો નથી. “જ” કાર મૂકવાથી વિપક્ષનો બાદ થવાથી દોષ નહીં આવે. સત્ત્વ શબ્દની પૂર્વમાં એવકારનો પ્રયોગ કરવાથી સપક્ષમાં વ્યાપ્ત નહિં બનનાર પ્રયત્નાનન્તરીયકત્વ વગેરે પણ હેતુ બની શકશે. “સપક્ષમાં સત્ત્વ જ હોવું જોઇએ” આવું અવધારણ કર્યું હોત તો પ્રયત્નાનત્તરીયકત્વ હેતુ ન બની શકત. કારણ કે તમામ અનિત્ય પદાર્થ પ્રાગભાવ, આકાશીય વિદ્યુત એવામાં આ હેતુ નથી રહેતો, પરંતુ એટલું ચોક્કસ છે કે તે સપક્ષ ઘટાદિ અનિત્યપદાર્થમાં જ રહે છે, ભલે બધા સપક્ષમાં ન રહે. એટલે તે ગમક તો બને જ છે, માટે હેતુનું લક્ષણ ઘટવું જરૂરી છે. (એટલે આવું નક્કી થયુ કે હેતુ સપક્ષમાં હોવો જરૂરી છે, પણ તમામ પક્ષમાં હોવો જરૂરી નથી) જેમ ધૂમ વહિવાળા ક્ષેત્રમાં જ રહે છે, પણ તેના તમામ ક્ષેત્રમાં નથી રહેતો (અયોગોલકમાં ધૂમ નથી, છતાં કંઈ તે અહેતુ નથી બની જતો. નિશ્ચિત શબ્દના પ્રયોગથી સંદિગ્ધાન્વય અનૈકાન્તિક એવો હેતુ “સપક્ષમાં સંદિગ્ધ છે અન્વય જેનો એવો વ્યભિચારી હેતુનો નિરાસ થયો. જેમ કે મીમાંસકને પ્રતિ જૈન કહે કે “કોઈ પુરૂષ સર્વજ્ઞ છે, વક્તા હોવાથી અહીં વક્નત્વ સપક્ષ સર્વજ્ઞમાં સંદિગ્ધ છે નિશ્ચિત નથી માટે આવો હેતુ મૂકી સર્વજ્ઞની સિદ્ધિ ન કરી શકાય. જો નિશ્ચિત પદ ન મૂક્યું હોત તો સર્વજ્ઞ સપક્ષમાં સંદિગ્ધ એવાં વક્નત્વ હેતુથી પણ સાધ્યની સિદ્ધિ થઈ જાત. પ્રિ-૧ વકતૃત્વ સપક્ષ સર્વશમાં કેમ સંદિગ્ધ છે? ઉ. અહીં સપક્ષ તરીકે બધા સર્વજ્ઞ લીધા છે, તેમાં મૂક કેવલી પણ આવશે માટે તેમાં વકતૃત્વ નથી માટે સંદિગ્ધ છે. એટલે કે સર્વજ્ઞ-ધર્મીમાં વકતૃત્વ અને અવક્નત્વ એમ ઉભય કોટિનું જ્ઞાન થતું હોવાથી વકતૃત્વ ધર્મ સર્વજ્ઞમાં સંદિગ્ધ રહે છે. અથવા આપણે કોઈએ બધા જ સર્વજ્ઞને પ્રત્યક્ષમાં સાંભળ્યા નથી, અને જ્ઞાન સાથે “બોલવું” એવી ક્રિયાનો કોઈ અવિનાભાવ નથી માટે સંદિગ્ધ છે. કા.કે. જ્ઞાન વિપુલ માત્રામાં હોય તો પણ બોલવાનું સાવ ઓછું અથવા ઈદ્રિય-જીભ ઉપહત થવાથી સર્વથા બોલવાનું બંધ થઈ જાય, પરંતુ તેનું જ્ઞાન નાશ પામી જતું નથી. અને કેટલાય વગર જ્ઞાને એમને એમ બોલ્યા કરે છે.] “વિપક્ષમાં અસત્ત્વ જ નિશ્ચિત હોવું “આ હેતુનું ત્રીજું લક્ષણ છે, અસત્ત્વનું ગ્રહણ કરવાથી વિરૂદ્ધ હેત્વાભાસ હેતુ બનતો અટકી ગયો. જેમ “શબ્દો નિત્ય કૃતકત્વા અહીં વિપક્ષ અનિત્યપદાર્થમાં કૃતકત્વ હેતુ १ यथा अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वात् घटवत् । घटे प्रयत्नानन्तरीयकत्वं विद्यते, न विद्युति परम्, तथापि प्रयत्नानन्तरीयकत्वस्य हेतुत्वं सपक्षकदेशत्वात् । २ सपक्षे दर्शनमन्वयः । ३ मीमांसकं प्रत जैनो वक्ति । ४ सर्वज्ञस्य सर्वस्य सपक्षत्वात् । ५ अनित्यो घटः कृतकत्वात् शब्दवत् । कृतकत्वं शब्देऽस्ति नाकाशादौ ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy