SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૪-૫ ૧૪૩ ६ १५. न चैतदप्रमाणम् विसंवादाभावात् । क्वचिद्विसंवादादप्रामाण्ये प्रत्यक्षस्यापि तथा प्रसङ्गो दुर्निवारः । प्रत्यभिज्ञानपरिच्छिन्नस्य चात्मादीनामेकत्वस्याभावे बन्धमोक्षव्यवस्था नोपपद्यते । एकस्यैव हि बद्धत्वे मुक्तत्वे च बद्धो दुःखितमात्मानं जानन् मुक्तिसुखार्थी प्रयतेत । भेदे त्वन्य एव दुःख्यन्य एव सुखीति कः किमर्थं वा प्रयतेत ? । तस्मात्सकलस्य दृष्टादृष्टव्यवहारस्यैकत्वमूलत्वादेकत्वस्य च प्रत्यभिज्ञायत्तजीवितत्वाद्भवति प्रत्यभिज्ञा प्रमाणमिति ॥४॥ હુ ૬. મોહચ નક્ષામાઇ उपलम्भानुपलम्भनिमित्तं व्याप्तिज्ञानम् ऊहः ॥५॥ કુમારિલ ભટ્ટ શ્લોક વાર્તિક (ગ્લો.વાસુ.શ્લો૧૧૪)માં કહે છે કે ઈંદ્રિયમાં જે અતિશય આવે છે, તે પોતાનાં વિષયને ઉલ્લંઘન કરીને જોવામાં આવતો નથી. આંખનો અતિશય દૂર કે સૂક્ષ્મવસ્તુને જોવામાં કામ લાગે. પરંતુ અતિશયના લીધે કાંઈ રૂપ જોવામાં શ્રોત્રંદ્રિય કામ આવતી નથી. તેથી આ નક્કી થયું કે વિષયમાં ભેદ હોવાથી પ્રત્યક્ષથી જુદું જ પરોક્ષમાં સમાવિષ્ટ થનારૂં પ્રત્યભિજ્ઞાન છે. ૧૫. પ્રત્યભિજ્ઞાન અપ્રમાણ તો નથી કારણ કે તેના વિષયમાં વિસંવાદ નથી દેખાતો. જો ક્યાંય વિસંવાદ જોવા માત્રથી પ્રત્યભિજ્ઞાનને અપ્રમાણ માનશો તો પ્રત્યક્ષ પણ અપ્રમાણ માનવું પડશે. કારણ કે પ્રત્યક્ષથી જોયેલ પદાર્થ - ઝાંઝવાના જળ વગેરેમાં પણ વિસંવાદ જોવા મળે છે. આત્મા વગેરેનું પ્રત્યભિજ્ઞાનથી પ્રતીત થયેલ એકત્વને (હું તેજ આ આત્મા છું, જેણે આવું કર્મ કરેલ આવી એકત્વ પ્રતીતિને)જો ન માનો તો બંધ મોક્ષની વ્યવસ્થા બંધબેસી શકશે નહિ. જે કર્મથી બંધાય છે તે જ મુક્ત થાય છે, એટલે બન્નેનાં આત્મા એક જ છે, એવું માનવામાં આવે તો જ કર્મથી બંધાયેલ જીવ પોતાને દુઃખી જાણી મોક્ષ સુખનો અભિલાષી બની છૂટવાનો પ્રયત્ન કરે છે (કરશે) જો બંને જુદા જુદા હોય અર્થાતુ બંધાય પોતે અને છુટવાનું બીજાને હોય તો સુખી એવો કોણ અથવા શા માટે છૂટવાનો પ્રયત્ન કરે ? જેલમાં પોતે જાય અને પછી કાંઈ બીજાને છોડાવવા પ્રયત્ન કરે, કે પોતાને છોડાવવાનો? જો પૂર્વોત્તર બ-મુક્ત પર્યાયમાં આત્મા ભિન્ન હોય તો દુઃખી બીજો અને સુખી બીજો બને, તો કોણ કોના માટે પ્રયત્ન કરશે? તેથી “બધા દેષ્ટ અદષ્ટ વ્યવહાર દ્રવ્યગત એકત્વના મૂળવાળા છે” આવું એકત્વનું જીવન (જ્ઞાન) પ્રત્યભિજ્ઞાને આધીન છે, આવો એકત્વનો બોધ પ્રત્યભિજ્ઞાના આધારે જ જીવી શકે છે. માટે પ્રત્યભિજ્ઞા પ્રમાણ છે “આ તેજ હું આત્મા છું જે મેં પૂર્વે કર્મો કર્યા હવે મારે જ ભોગવવાના છે.” એમ અતીત આત્માનું સંકલન વર્તમાન સાથે કરવામાં આવે છે, સ્મરણથી માત્ર પૂર્વનો આત્મા યાદ આવે પરંતુ વર્તમાન સાથે તે જોડાણ કરાવી ના શકે જો ૧૬. હવે ઊહનું લક્ષણ બતાવે છે. ઉપલભ્ય અને અનુપલલ્મ ના નિમિતે થનારૂં વ્યામિ જ્ઞાન ઊહ અર્થાત્ તર્ક કહેવાય છે. આપણા ૧ યથા + fો ગર (?) ૨ ૩ વાત ૩-૦રતિ - 1 ૪ -૦૭ કચ - 1
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy