SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ /૧/૧/૪ર પ્રમાણમીમાંસા स्मृतिप्रत्यभिज्ञाननिहितप्रत्युन्माणप्रभृतयश्च प्रतिप्राणिप्रतीता व्यवहारा विशीर्येरन् । परिणामिनि तूत्पादव्ययध्रौव्यधर्मण्यात्मनि सर्वमुपपद्यते । यदाहुः “હે સુનાવસ્થા વ્યક્તિ તત્તરમાં सम्भवत्यार्जवावस्था सर्पत्वं त्वनुवर्तते ॥ तथैव नित्यचैतन्यस्वरूपस्यात्मनो हि न । निःशेषरूपविगमः सर्वस्यानुगमोऽपि वा ॥ किं त्वस्य विनिवर्तन्ते सुखदुःखादिलक्षणाः । अवस्थास्ताश्च जायन्ते चैतन्यं त्वनुवर्तते ॥ स्यातामत्यन्तनाशे हि कृतनाशाकृतागमौ । सुखदुःखादिभोगश्च नैव स्यादेकरूपिणः ॥ न च कर्तृत्वभोक्तृत्वे पुंसोऽवस्थां समाश्रिते । કર્મ કર્યું ન હતુ માટે અકૃત કર્મના ફળને ભોગવવાનું સ્વીકારનો અવસર આવ્યો. વળી સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, પૂર્વે મુકેલી વસ્તુને ફરી મેળવવી ગોતવી-શોધવી ઈત્યાદિ વ્યવહારો દરેક પ્રાણીમાં જોવા મળે છે, તે બધા નાશપામી જશે. ઉત્પાદ વ્યય, ધ્રૌવ્ય ધર્મવાળા પરિણામી આત્મામાં આ બધુ ઘટી શકે છે. જે આત્માએ કર્મ કર્યું તે જ આત્મા દ્રવ્ય રૂપે પછીની ક્ષણોમાં વિદ્યમાન રહે છે. કર્મ સત્તા તેની સાથે જઈ શકે છે. માટે તેના ફળનો નાશ પણ થતો નથી, અને કર્મ કર્યા વગર ફળ ભોગવવું પડતું નથી. હર્ષ પામી વિષાદ પામી શકે છે. પુનઃ હર્ષમાં પણ આવી શકે છે. હર્ષના પર્યાયથી નિવૃત્ત થઈ વિષાદના પર્યાયમાં પ્રવર્તે છે. (ઉત્પન્ન થાય છે). ધ્રૌવ્યધર્મ યુક્ત હોવાથી બન્ને વખતે દ્રવ્ય રૂપે તે જ આત્મા રહે છે, ઉત્તરક્ષણે તે જ આત્મા હોવાથી પૂર્વ અનુભૂતને સ્મરણમાં લાવી શકે છે. મૂકનાર આત્મા જ ગોતનાર છે, માટે વસ્તુ પ્રાપ્તિ પણ તેને થાય છે. ભિન્ન આત્મા આવું સંશોધન ન કરી શકે. ચૈત્ર મૂકે અને મૈત્ર ગોતે આવું ન બને. કહ્યું પણ છે કે.... જેમ સાપની કુંડાળ અવસ્થા નાશ પામે છે અને તરત જ સરળતા ઉભી થાય છે. જ્યારે બંને અવસ્થામાં સાપપણું તો તેમનું તેમ અકબંધ રહે છે. તે જ રીતે નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા સમસ્ત રૂપે ધર્મોથી નાશ પામતો નથી અથવા બધા ધર્મોને અનુસરતો પણ નથી. આત્મત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, આદિ ધર્મો કાયમ રહે છે અને જ્ઞાનોપયોગત્વ, દર્શનોપયોગત્વ, સુખભોકતૃત્વ, દુઃખભોકતૃત્વ ઇત્યાદિ ધર્મોથી નાશ પણ પામે છે. એટલે આત્માની સુખ દુઃખ ઈત્યાદિ સ્વરૂપ અવસ્થાઓ નાશ પામે છે અને ઉત્પન્ન થાય છે, પરંતુ ચૈતન્ય સ્થિર રહે છે. આત્માનો એકાન્ત નાશ માનતા કૃતનાશ અને અકૃતાગમ દોષ આવે. એકાન્ત એક રૂપે રહેનાર આત્મામાં સુખ દુઃખાદિ ભોગ ન ઘટે. ૧ પાનાની (?) ૧ ચૈત્રે જે વસ્ત્ર પહેલા જ્યાં મૂકી હોય તેને ત્યાં જઈને શોધીને તેજ લાવી શકે, બીજે તે વાતથી સર્વથા અણજાણ હોવાથી ન શોધી શકે. કા. કે. બીજી વ્યક્તિ પૈત્રથી સર્વથા જુદી છે. આ તો સર્વ પ્રસિદ્ધ વાત છે. પૂર્વ આત્મા બીજી ક્ષણે સર્વથા નાશ પામી જાય તો આવું કાર્ય થવું અશક્ય બની જાય. પણ જગતમાં મહેલી વસ્તુને શોધવાનું અને ત્યાંથી તે વસ્તુની પ્રાપ્તિ જેવા તો મળે જ છે, માટે આત્મા સ્થિર માનવો જરૂરી છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy