SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૧/૧/૩૨ પ્રમાણમીમાંસા $ १३०. ननु द्रव्यपर्यायात्मकत्वेऽपि वस्तुनस्तदवस्थमेव दौस्थ्यम्, तथाहि द्रव्य-पर्याययोरेकान्तिकभेदाभेदपरिहारेण कथञ्चिद्भेदाभेदवादः स्याद्वादिभिरुपेयते, न चासौ युक्तो विरोधादिदोषात्विधिप्रतिषेधरूपयोरेकत्र वस्तुन्यसम्भवान्नीलानीलवत् १ । अथ केनचिद्रूपेण भेदः केनचिदभेदः, एवं सति भेदस्यान्यदधिकरणमभेदस्य चान्यदिति वैयधिकरण्यम् २ | એમ ઔલુક્ય અર્થાત્ વૈશેષિક મતમાં પણ વિષય વ્યવસ્થા બેસાડવી મુશ્કેલ છે. ૧૩૦. શંકાકાર → વસ્તુને દ્રવ્ય પર્યાય સ્વરૂપ માનવામાં આવે તો પણ અસંગતિ તો અડીખમ ઉભી જ રહે છે. સ્યાદ્વાદી દ્રવ્ય પર્યાય વચ્ચેના એકાન્ત ભેદ અને અભેદનો ત્યાગ કરી કદાચિત્ ભેદાભેદ માને છે. આ વાદ યુક્ત નથી. આમાં વિરોધ વગેરે આઠ દોષો આવે છે. : (૧) વિરોધ ઃ ભેદ અને અભેદ વિધિ નિષેધ સ્વરૂપ છે માટે એક વસ્તુમાં સંભવી ન શકે. જેમકે “આત્માનો જ્ઞાનથી ભેદ છે” આ વિધિ છે, તે અભેદના નિષેધ રૂપ જ થઇને. કારણ કે અભેદ ન હોય તેને જ તો ભેદ કહેવાય છે. જેમ એક જ ઘટમાં જ્યાં નીલ છે ત્યાં અનીલનીલ સિવાય (રંગ) ન રહી શકે. જ્યાં તડકાનો ઉપલંભ–અનુભવ ન થાય, ત્યાં જ છાયા હોઈ શકે. જે જેના ઉપલભ્ભના અભાવથી સાધ્ય હોય તે તેનો વિરોધી કહેવાય. જેમ છાયા આતપના ઉપલભ્ભના અભાવથી સાધ્ય છે, તો છાયા આતપ વિષે વિરોધ છે. એટલે જ્યાં ભેદના ઉપતંભનો અભાવ હશે ત્યાંજ અભેદ મળશે. માટે એકમાં બન્ને રહી ન શકે. (૨) વૈયધિકરણ્ય ઃ કોઈક રૂપથી ભેદ અને કોઈક રૂપે અભેદ. સંજ્ઞા—નામની અપેક્ષાએ જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ છે, એટલે ભેદનું અધિકરણ સંજ્ઞા બનશે, અને દ્રવ્યરૂપથી અભિન્ન છે, એથી અભેદ દ્રવ્યમાં રહેશે. એમ ભિન્ન અધિકરણ રૂપે રહેવુ તે વૈયધિકરણ્ય. જેમ ગુજરાતની અપેક્ષાએ જે શિક્ષામંત્રી છે, તે શિક્ષામંત્રી રૂપે કાર્ય કરવા ગુજરાતમાં સમર્થ બની શકશે અર્થાત્ તે રૂપે પોતે ગુજરાત રહેશે અને મધ્યપ્રદેશની અપેક્ષા એ બાંધકામ મંત્રી છે, તો તત્સંબંધી કાર્ય કરવા તે મધ્યપ્રદેશમાં સમર્થ બની શકશે, બન્ને કાર્ય એક ક્ષેત્રમાં ન કરી શકે. ગુજરાતને આશ્રયી બન્ને પદ મળ્યા હોય તો એક જ અધિકરણમાં કાર્ય કરી શકત, જ્યારે તમે એક પદાર્થમાં ભેદાભેદ કહો છો, પણ તેમને રહેવાનું સ્થળ ભિન્ન ભિન્ન આવે છે, એટલે એમ કહેશો તો ભેદનું અધિકરણ અને અભેદનું અધિકરણ ભિન્ન બનવાથી વૈયધિકરણ્ય અર્થાત્ બે આશ્રયસ્થાનો પરસ્પર વિરોધી હોવાનો દોષ આવશે. એટલે તમારે ભેદઅને અભેદ બન્ને એક ઠેકાણે કહી ન શકાય. વ્યધિકરણ એક ભાઈ ગુજરાતનો બાંધકામ મંત્રી હોય અને મધ્યપ્રદેશનો શિક્ષામંત્રી હોય તો તે યોગ્ય કાર્ય તે તે જુદા દેશમાં જ કરી શકે છે, એક જ ઠેકાણે બન્ને જાતનું કાર્ય ન થઇ શકે એટલે મંત્રીની અપેક્ષાએ ભિન્ન અધિકરણવાલા બને છે. એમ વસ્તુ જે અપેક્ષાએ ભિન્ન તે ભેદ યોગ્ય કામ તેમાંસંજ્ઞા વિગેરેમાં જ કરી શકશે, દ્રવ્યમાં નહી, એમ અભેદ યોગ્ય કાર્ય પણ અન્યત્ર-દ્રવ્ય વિ.માં થશે १ भेदाभेदरूपयोः ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy