SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૩૨ | ૧૦૭ उपकारस्य समवायादभेदे समवाय एव कृतः स्यात् । भेदे पुनरपि समवायस्य न नियतसम्बन्धिसम्बन्धत्वम् । नियतिसम्बन्धिसम्बन्धत्वे समवायस्य विशेषणविशेष्यभावो हेतुरिति चेत्, उपकार्योपकारकभावाभावे तस्यापि प्रतिनियमहेतुत्वाभावात् । 'उपकारे तु पुनर्भेदाभेदविकल्पद्वारेण तदेवावर्तते । तन्नैकान्तनित्यो भावः क्रमेणार्थक्रियां कुरुते । એટલે તે ચક્ષુસંનિકર્ષને નિયમિત કરવાનું કામ તે ચિત્ર અને આંખે કર્યું) (બીજને ઉપકાર સાથે જોડવાનું કામ સમવાય કરે છે, એથી બીજ–ઉપકાર બે નિયત સંબંધી થયા અને તે બન્નેનો સંબંધ બન્યો સમવાય.) ત્યારે પ્રશ્ન પાછો એ આવીને ઉભો રહ્યો કે એ ઉપકાર સમવાયથી ભિન્ન કે અભિન?.(આ પ્રશ્ન અડીખમ ઉભો રહેશે.) અભેદ માનતા સમવાય જ કરાયો, ઉપકારકૃતિ હોવાથી તેનાથી અભિન્ન સમવાય પણ કૃત બની જતો હોવાથી તેના નિયત્વની હાનિ થશે. અને ભેદ માનશો તો સમવાયથી તે ઉપકાર ભિન્ન પડી જવાથી પોતાનીસમવાયની અંદર બીજ-ઉપકાર એવા નિયત સંબંધીના સંબંધ તરીકેની વાત હતી તે ઘટી શકશે નહી, કા.કે. બીજ-ઉપકારથી–નિયત સંબંધીથી કૃત ઉપકાર તો તે સમવાયથી ભિન્ન છે. એકાંતદ્રવ્યવાદી - અરેભાઈ ! નિયત સંબંધી-અને સમવાય વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ રહેલો છે. (નિયત સંબંધી=બીજ-ઉપકાર એઓનો સંબંધ (સમવાય) એમ ષષ્ઠી વિભજ્યત વિશેષણ બને છે, એટલે નિયત સંબંધી એ વિશેષણ અને સમવાયએ વિશેષ્ય બનશે, એમ વિશેષણ-વિશેષ્યભાવ સમવાયને નિયત સંબંધીનો સંબંધ બનાવવામાં / થવામાં હેતુ બને છે. જૈના - સમવાય અને નિયત સંબંધી (બીજ-ઉપકાર) વચ્ચે ઉપકાર્ય-ઉપકારક ભાવ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તસ્ય - કિશોષUવિશેષમાવસ્થ = વિશેષણ-વિશેષ્યભાવ પણ પ્રતિનિયમનો હેતુ બની શકતો નથી. “આ આનો સંબંધી છે, અન્યનો નહી” આવું કહી ન શકાય. કોઈ પણ સંબંધ કોઈક ક્રિયાને આશ્રયી ઉભો થાય છે. જેમ તીર્થવિશિષ્ટ તીર્થકર, અહીં સ્થાપ્યસ્થાપકભાવ છે, કારણ કે તીર્થકર તીર્થના સ્થાપક છે આ સિદ્ધ છે, જ્યારે અહીં તમારે તો નિયત સંબંધી એ સમવાય ઉપર ઉપકાર કરનાર છે એવું સિદ્ધ નથી. કોઈ પણ સમવાયવાદીએ આવું માન્ય કર્યું નથી કે સમવાય નિયત સંબંધીનો જ સંબંધ છે. એકાંતદ્રવ્યવાદી » સમવાય ઉપર ઉપકાર થાય છે માટે સમવાય વિશેષ્ય અને નિયત સંબંધી વિશેષણ બને છે માટે વિશેષણ-વિશેષ્યભાવ ઘટી શકે છે. જૈનાઝ તે ઉપકાર વિશેષ્યથી ભિન્ન છે કે અભિન? આ વિકલ્પ ઉભા થવાથી તેની તે વાત ઘુંટાયા કરશે, કદાચ ઉપકાર સમવાયનો થાય છે, તો તે ઉપકાર અભિન્ન હોય તો સમવાય કૃત બની જશે અને ભિન્ન १०-त्वम् सम्बन्धत्वे -डे० । २ नियतसम्बन्धिनोर्बीजोपकारयोः सम्बन्धत्वेऽनयोः समवाय इति विशेषणविशेष्यभावः ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy