SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ /૧/૧/૩૨ પ્રમાણમીમાંસા अपि नामेतः प्रमेयमर्थक्रियाक्षम विनिश्चित्य कृतार्थों भवेयमिति न व्यसनितया । तद्यदि प्रमाणविषयोऽर्थोऽर्थक्रियाक्षमो न भवेत्तदा नासौ प्रमाणपरीक्षणमाद्रियेत । यदाह - “મીટિયાડસમર્થ વિ. જિં તથનામ્ --- પદ્ધસ્થ રૂપરૂખે વોમિચા: દ્ધિ પરીક્ષા ?” [માણવા ૨.૨૨૫] રૂતિ . ६ १२४. तत्र न द्रव्यैकरूपोऽर्थोऽर्थक्रियाकारी, स ह्यप्रध्युतानुत्पन्नस्थिरैकरूपः कथमर्थक्रियां कुर्वीत क्रमेणाक्रमेण वा ? अन्योन्यव्यवच्छेदरूपाणां प्रकारान्तरासम्भवात् । तत्र न क्रमेण; स हि અર્થક્રિયાનો અર્થ સર્વલોક પ્રમાણની ગવેષણા કરે છે, અને પ્રમાણની ગવેષણામાં જે પ્રમાણ’ તે કોનું અને કેવું? ઇત્યાદિ તલાશ કરે છે. જ્ઞાનાદિ ઉપાદાનાદિ ક્રિયાની ઈચ્છા રાખનારા બધા જ લોકો પ્રમાણની ગવેષણા કરે છે, ગરિ નામે ના રૂd = અને વળી આનાથી પ્રમાણથી-કે જેથી અર્થક્રિયામાં સમર્થ પદાર્થનો નિશ્ચય કરી પ્રવૃત્તિ કરતાં સફળતા મેળવી શકાય. નહીં કે એનું વ્યસન થઈ પડ્યું છે તેથી. નિર્દોષ આંખના આલંબનથી પેદા થયેલ ચાક્ષુષ પ્રત્યક્ષ-“આ સાચી ઘડિયાળ છે, આ સાચો સમય દર્શાવવા સમર્થ છે, એનાથી હું સાચો સમય જાણી શકીશ” એવો નિશ્ચય કરી તેને લેવા હાથ લંબાવે છે. અને સત્ય સમયની જાણ થવાથી પોતે કૃતાર્થ બને છે. આ બધાનાં મૂળમાં તો પેલું સત્ય જ્ઞાન કામ આવ્યું, જ્યાં સુધી “મારૂં ચાલુષ જ્ઞાન સત્ય છે” એવી ખાત્રી ન થાય ત્યાં સુધી ગ્રહણ દાનાદિ અર્થક્રિયાનો નિશ્ચય સફળ થઈ શકતો નથી. માત્ર વ્યસનથી અર્થાત્ મારે તો કેવલ પ્રમાણને જ ઓળખવું છે. બીજું મારે કશુ કામ નથી. આવી ધૂન માત્રથી કોઈ પ્રમાણની ગવેષણા નથી કરતું. એટલે વસ્તુ અર્થક્રિયામાં સમર્થ છે એવું જાણવા માટે જ પ્રમાણની શોધ કરાય છે, એમ અર્થ ક્રિયાનો સત્ય નિર્ણય થવાથી જ પ્રમાતા પ્રવૃત્તિ કરે છે.] આવી પરિસ્થિતિ હોવાથી જ તો પ્રમાણનો વિષય = પદાર્થ જો અર્થક્રિયામાં સમર્થ ન હોય તો અર્થક્રિયામાં અભિલાષી માણસ પ્રમાણની પરીક્ષા માટે મગજમારી ન કરે, તેથી જ પ્રમાણવાર્તિક (૨.૨૧૫)માં કહ્યું છે કે જે અર્થ ક્રિયાના અભિલાષી છે તેને અર્થક્રિયામાં અસમર્થ પદાર્થનો વિચાર કરવાનો શો લાભ? નપુંસકની સુંદરતા કે અસુંદરતાની પરીક્ષાથી કામિનીને શું લાભ? (પ્ર.વા.) (નિત્ય એકાંતમાં અર્થક્રિયાનો નિરાસ) ૧૨૪. એકાન્ત દ્રવ્યરૂપ પદાર્થ અર્થ ક્રિયા કરવા સમર્થ નથી, પોતાના સ્વરૂપથી ચુત ન થાય, ઉત્પન્ન ન થાય અને સદા એક રૂપે સ્થિર રહે તે એકાન્ત દ્રવ્ય પદાર્થ કહેવાય. તેવો પદાર્થ કેવી રીતે અર્થક્રિયા કરે છે? ક્રમથી કે અક્રમથી? પરસ્પર વિરોધી વિકલ્પ રૂપ જે હોય તેઓનો ત્રીજો કોઈ વિકલ્પ સંભવી ન શકે. તેમાં १ प्रमाणान्वेषणभावनायाम् ।२ यदाहुः ता० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy