SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૨૬-૨૭ ૮૯ ६ ९८. न चायं मानसो विकल्पः, चक्षुरादिसन्निधानापेक्षत्वात् प्रतिसङ्ख्यानेनाप्रत्याख्येयत्वाच्च । मानसो हि विकल्पः प्रतिसङ्ख्या'नेन निरुध्यते, न चायं तथेति न विकल्पः ॥२६॥ अवगृहीतविशेषाकाङ्क्षणमीहा ॥२७॥ ६ ९९. अवग्रहगृहीतस्य शब्दादेरर्थस्य 'किमयं शब्दः शाङ्खः शार्गो वा' इति संशये सति 'माधुर्यादयः 'शाङ्खधर्मा एवोपलभ्यन्ते न कार्कश्यादयः शार्ङ्गधर्माः' इत्यन्वयव्यतिरेकरूपविशेषपर्यालोचनरूपा मतेश्चेष्टा 'ईहा' । इह चावग्रहेहयोरन्तराले अभ्यस्तेऽपि विषये संशयज्ञानमस्त्येव आशुभावात्तु नोपलक्ष्यते । न तु प्रमाणम् सम्यगर्थनिर्णयात्मकत्वाभावात् ।। १००. ननु परोक्षप्रमाणभेदरूपमूहाख्यं प्रमाणं वक्ष्यते तत्कस्तस्मादीहाया भेदः ? । उच्यतेत्रिकालगोचरः साध्यसाधनयोाप्तिग्रहणपटुरूहो यमाश्रित्य "व्याप्तिग्रहणकाले योगीव सम्पद्यते प्रमाता" इति न्यायविदो वदन्ति । ईहा तु वार्त्तमानिकार्थविषया प्रत्यक्षप्रभेद इत्यपौनरुक्त्यम् । નિર્ણય” આવા સામાન્ય લક્ષણની અનુવૃત્તિ આવતી હોવાથી નિર્ણયને જ અવગ્રહ સમજવો જોઈએ, નહિ કે નિર્વિકલ્પક દર્શન માત્ર. ૯૮. અવગ્રહ એ માનસિક વિકલ્પ માત્ર નથી, કારણ કે આમાં આંખ વગેરે ઇન્દ્રિયના સંનિધાનની જરૂર પડે છે. અને પ્રતિસંખ્યાન નામક સમાધિથી આનો નાશ નથી થતો (બૌદ્ધ મતે માનસ વિકલ્પ પ્રતિસંખ્યાન નામની સમાધિ વખતે થનારી ભાવનાથી નિરોધ પામે છે.) જ્યારે આનો તો નિરોધ થતો નથી. એથી અવગ્રહને માનસ વિકલ્પ ન માની શકાય. તેરા અવગ્રહથી ગૃહીત પદાર્થમાં વિશેષ જાણવાની ઇચ્છા થવી તેનું નામ ઇહા પારણા ૯૯. અવગ્રહથી ગૃહીત શબ્દ વગેરે પદાર્થમાં “આ શબ્દ શંખનો છે કે શિંગડાનો છે?' આવો સંશય જાગતાં “મધુરતા વગેરે શંખના ધર્મો જ જણાય છે, પણ કર્કશતા વગેરે શિંગડાના ધર્મો જણાતા નથી આવી અન્વય વ્યતિરેક રૂપ વિશેષ વિચારણા છે, તેવા સ્વરૂપની જે બુદ્ધિની (વિધિ) ચેષ્ટા તે ઈહા છે. અહીં જ્ઞાનની બાબતમાં રોજના ઉપયોગમાં આવતો વિષય હોય તો પણ અવગ્રહ અને ઈહા વચ્ચે સંશય જ્ઞાન થાય જ છે, પરન્તુ તે જલ્દી થતું હોવાથી ખબર નથી પડતી. પણ તે પ્રમાણભૂત નથી, કેમકે તે સમ્યગુ અર્થનિર્ણય સ્વરૂપ નથી હોતું. ૧૦૦. શંકાકાર – પરોક્ષ પ્રમાણના પ્રકારોમાં એક પ્રકાર “ઊહા’ નામનો છે, તેના વિષે આગળ કહેવાના (છે) તે ઉહા અને આ ઈહા વચ્ચે શું ફેર છે.? સમાધાન - ઊહ પ્રમાણ ત્રિકાલ સંબંધી સાધ્ય સાધનની વ્યાતિને ગ્રહણ કરવામાં કુશળ હોય છે, જેનો આશ્રય લઈને પ્રમાતા-વ્યાપ્તિ ગ્રહણ સમયે યોગી જેવો બની જાય છે. એમ ન્યાય વેત્તાઓ કહે છે. ઈહા માત્ર વર્તમાન કાલીન પદાર્થને જાણે છે અને તે પ્રત્યક્ષનો પેટા પ્રકાર છે. માટે પુનરુક્તિ દોષ આવતો નથી. १ अनिराकार्यत्वात् । २ विरुद्धार्थचिन्तनेन । ३ -०विशेषका०-डे० । ४ शक्-डे० ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy