SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ |૧|૧|૨૫ પ્રમાણમીમાંસા ९४ नन्वर्थाजन्यत्वे ज्ञानस्य कथं प्रतिकर्म व्यवस्था ? तदुत्पत्तितदाकारताभ्यां हि सोपपद्यते, तस्मादनुत्पन्नृस्यातदाकारस्य च ज्ञानस्य सर्वार्थान् प्रत्यविशेषात्, नैवम् तदुत्पत्तिमन्तरेणाप्यावरणक्षपोपशमलक्षणया योग्यतयैव प्रतिनियतार्थप्रकाशकत्वोपपत्तेः । तदुत्पत्तावपि च योग्यतावश्याश्रयणीया, अन्यथाऽशेषार्थसान्निध्येऽपिकुतश्चिदेवार्थात् कस्यचिदेव ज्ञानस्य जन्मेति कौतस्कुतोऽयं विभागः । तदाकारता त्वर्थाकारसङ्क्रान्त्या तावदनुपपन्ना, अर्थस्य निराकारत्वप्रसङ्गात् । अर्थेन च मूर्त्तेनामूर्त्तस्य ज्ञानस्य कीदृशं सादृश्यमित्यर्थविशेषग्रहणपरिणाम एव साभ्युपेया । अत:"अर्थेन घटयत्येनां नहि मुक्त्वाऽर्थरूपताम्" [ प्रमाण वा० ३. ३०५ ] इति यत्किञ्चिदेतत् । ૯૪. બૌદ્ધ : જો જ્ઞાનને અર્થથી જન્ય નહિં માનો તો પ્રતિનિયત કર્મ બાબતમાં -વિષય વ્યવસ્થા કેવીરીતે બંધ બેસાડશો ? “તેનાથી ઉત્પત્તિ અને તેના આકારના હોવું” આબે દ્વારા વ્યવસ્થા બંધ બેસી શકે છે. એટલે જ્ઞાન ઘટથી ઉત્પન્ન થાય અને ઘટાકારનું હોય તો તે જ્ઞાન ઘટને જાણનારૂં જ બને. પણ જો તે જ્ઞાન કોઈ થી ઉત્પન્ન ન થયેલું હોય અને તદાકાર પણ ન હોય તો તે જ્ઞાન બધા પદાર્થ માટે સમાન હોવાથી “આ જ પદાર્થને પ્રકાશિત કરનારૂં આ જ્ઞાન છે” એવું પ્રતિનિયતપણું કહી ન શકાય. જૈન → આવું નથી. જ્ઞાન વિષયથી ઉત્પન્ન થયા વિના પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સ્વરૂપ યોગ્યતાથી જ પ્રતિનિયત અર્થને પ્રકાશિત કરનારૂં બની શકે છે. વિષયથી જ્ઞાનની ઉત્પત્તિ માનો તો પણ યોગ્યતાનો આશ્રય તો લેવો જ પડશે. નહિતર બધા પદાર્થોનું સાંનિધ્ય હોવા છતાં અમુક પદાર્થથી અમુક જાતનું જ જ્ઞાન પેદા થાય છે, આવો વિભાગ શેનાં આધારે પડશે ? ઘટપટાદિ અનેક પદાર્થ સમાન દેશમાં રહેલ છે, છતાં ઘટનું જ્ઞાન જ થયું અન્યનું કેમ નહીં ? (પટનું જ્ઞાન થવામાં કયા કારણની ખામી આવી એ તો જણાવો ? ઘટમાં અનંત પર્યાયો છે, બે-ચાર સિવાય શેષ પર્યાયનું જ્ઞાન તમને ન થયું, બીજાને વળી ૧૦ પર્યાયનું થયું, વાજિંત્રનો એકને માત્ર અવાજ સંભળાય, બીજો તેના ભેદ-પ્રભેદ-તરતમતા વગેરે બધુ જાતનું જ્ઞાન મેળવી લે છે ? ત્યાં ક્ષપોયશમ સિવાય બીજો કોઈ આશરો નથી. હવે વાત રહી તદાકારની, તેનો અર્થ પદાર્થનો આકાર જ્ઞાનમાં સંક્રાન્ત થઇ જાય છે, એવું માનશો તો પદાર્થ નિરાકાર બની જશે, બીજો અર્થ પદાર્થ જેવો જ્ઞાનનો આકાર બને છે, પણ પદાર્થનો પોતાનો આકાર તેમાં સંક્રાન્ત થતો નથી, એમ કહેશો તો મૂર્ત અર્થની સાથે અમૂર્રાજ્ઞાનનું સાદેશ્ય કેવું (કેવી જાતનું હોઈ શકે) ? એથી જ્ઞાન જ્યારે કોઈ પદાર્થને ગ્રહણ કરે છે, ત્યારે જ્ઞાનમાં વિષયને ગ્રહણ કરવાનો વિશિષ્ટ પરિણામ પેદા થાય છે, આ જ જ્ઞાનની અર્થાકારતા છે, અને આવી અર્થાકારતા સ્વીકારવી જોઇએ. તેથી = આવી જ્ઞાનાત્મક અર્થકારતાસ્વીકારી લેવાથી સવિકલ્પક જ્ઞાનમાં એનાં” → આ અર્થની સાથે જ્ઞાનની ઘટના = વિષય ૬ -૦મો: ht૦-૩ | ૨-૦ામલÜામ્યું-તા૦ । રૂ-૦પેયા તતઃ ૐ ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy