SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ નયપક્ષથી અતીત નિર્વિકલ્પ સંપૂર્ણ વસ્તુ સ્વરૂપ છે. એટલે સકલ નયપક્ષથી આત્મા ‘સંકીર્ણ’ સાંકડો નહિ - સંકડાયેલો નહિ એવો ‘અસંકીર્ણ' અથવા અસંમિશ્ર એક અદ્વૈત જ્ઞાન સ્વરૂપ છે - અનુભવાત્મક પ્રમાણ સ્વરૂપ છે. નયપક્ષ તો અંશગ્રાહી પૌદ્ગલિક વચનાત્મક છે, પણ આત્મા તો સર્વગ્રાહી જ્ઞાન પ્રમાણ અનુભવાત્મક છે, (૩) કેવલી - (૪) મુનિ - (આત્મસ્વરૂપનું) મનન-ચિંતન-ભાવન માત્ર કરવા રૂપ ભાવમાત્રતાથી ‘મુનિ' છે, (૫) જ્ઞાની કેવલ જ્ઞાન સિવાય બીજું કાંઈ જ્યાં નથી એટલે એમ સ્વયં પોતે કેવલ જ્ઞાનમાત્રતાએ કરીને તે ‘જ્ઞાની' છે, (૬) સ્વભાવ - સ્વના - પોતાના જ ભવન માત્રપણાથી – હોવા માત્રપણાથી - ‘સ્વભાવ’ છે, (૭) સદ્ભાવ - સ્વતઃ - સ્વ થકી - પોતા થકી ચિત્ ના ભવન માત્રપણાથી સદ્ભાવ છે. ઈત્યાદિ અનેક ગુણનિષ્પન્ન નામ આ જ્ઞાન સ્વરૂપ કેવલ જ્ઞાનમય પરમાર્થ આત્માને ઘટે છે અને આમ નામભેદ છતાં વસ્તુભેદ નથી. એટલે આ કેવલ જ્ઞાનમય ‘સ્વભાવ’માં - સ્વધર્મમાં અથવા વસ્તુના સ્વરૂપ અસ્તિત્વ રૂપ સદ્ભાવ'માં જે સ્થિત છે તે મુનિઓ નિર્વાણને પામે છે, અર્થાત્ કૈવલ જ્ઞાનથી જ મોક્ષ થાય છે. = - અત્રે શાનને જ મોક્ષ હેતુ કહ્યો, એ અંગે શંકા થવી સંભવે છે કે - જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે ‘જ્ઞાનક્રિયામ્યા: મોક્ષઃ’ એ સૂત્ર પણ છે તેનું શું ? ભેદાશ્રિત વ્યવહારનયની અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાનો ભેદ પાડી એ સૂત્રનું કથન છે તે તે અપેક્ષાએ બરાબર છે, પણ અભેદાશ્રિત નિશ્ચયનયની અપેક્ષાએ જોઈએ તો ‘જ્ઞાનવિયા મોક્ષ:’ - શાન-ક્રિયાથી મોક્ષ છે. અર્થાત્ જ્ઞાન અને ક્રિયા એ બે જૂદા નથી પણ એક જ છે, જેવું જ્ઞાન તેવી જ ક્રિયા. અથવા જે જ્ઞાન તેજ ક્રિયા એમ બન્નેનો અભેદ છે. ‘જ્ઞાનનું ભવન’ પરિણમન એજ જ્ઞાનની ક્રિયા અથવા જ્ઞાનક્રિયા છે અને જ્ઞાનનું ભવન - પરિણમન એ કાંઈ જ્ઞાનથી જૂદું નથી એટલે જ્ઞાનને જ મોક્ષહેતુ કહ્યો તે યથાર્થ જ છે. અત્રે ‘ક્રિયા'થી કોઈ પરાશ્રિત વા પરવસ્તુગત વા પરાવલંબી ક્રિયા વિવક્ષિત નથી, પણ આત્માશ્રિત આત્મવસ્તુગત આત્માવલંબી પરિણામલક્ષણા ક્રિયા જ વિવક્ષિત છે, એટલે તે જાણવા રૂપ - જ્ઞાનરૂપ ક્રિયા જ્ઞાનથી અભેદ જ છે. વળી મોક્ષમાર્ગ આત્માશ્રિત છે અને આત્મા જ છે, બંધમાર્ગ પરાશ્ચિત અને પર જ છે, એટલે મોક્ષમાર્ગના અંગભૂત ક્રિયા પણ આત્માશ્રિત આધ્યાત્મિક જ સંભવે અને આત્મા એ કેવલ જ્ઞાન જ - શાન સ્વભાવ જ છે, એટલે આત્માનું કેવલ જ્ઞાન સ્વભાવે ભવન-પરિણમન એ જ આત્માશ્રિત અધ્યાત્મ ક્રિયા છે. આમ પણ જ્ઞાન-ક્રિયાનું અભેદ એકપણું જ ઘટે છે, એટલે જ્ઞાન જ મોક્ષહેતુ છે એમ કહ્યું તે સર્વથા યથાર્થ જ છે. અથવા ગુણ-ગુણીની અભેદ વિવિક્ષાથી જ્ઞાન એ આત્મા જ છે અને આત્મા એ જ સાક્ષાત્ મોક્ષમાર્ગ અને મોક્ષ છે, એટલે એ રીતે પણ જ્ઞાનને જ મોક્ષહેતુ કહ્યો તે યથાર્થ છે. જ્ઞાન-ક્રિયાથી મોક્ષ’નો પરમાર્થ = “ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી હો જે દેશના સુણે, જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હો નિજ સાધક પણે... સેવો ઈશ્વર દેવ જિણે ઈશવરતા હો નિજ અદભુત વી.'' મહામુનિ દેવચંદ્રજી અને આમ જ્ઞાન અથવા પરમાર્થ અથવા આત્મા અથવા સમય અથવા શુદ્ધ અથવા કેવલી અથવા મુનિ અથવા જ્ઞાની અથવા સ્વભાવ અથવા સદ્ભાવ એ જ મોક્ષમાર્ગ અથવા મોક્ષ છે. કારણકે (૧) જે કેવલ જ્ઞાનમાં જ સ્થિત છે - પરમાર્થ - શાન-સ્વભાવ સ્થિત જ્ઞાની મુનિનો મોક્ષ શાયક ભાવ સિવાય અન્ય ભાવમાં નહિ જતાં એક શાનમાં જ સ્થિતિ કરે છે તે જ્ઞાનસ્થિત મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૨) જે પરમાર્થમાં સ્થિત છે એકત્વ નિશ્ચયગત શુદ્ધ આત્મતત્ત્વમાં - નિશ્ચયમાં સ્થિતિ કરે છે તે પરમાર્થ સ્થિત મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૩) જે આત્મામાં સ્થિત છે - અન્યત્ર પરભાવમાં નહિ જતાં આત્મામાં જ નિમગ્નપણે સ્થિતિ કરે છે તે પરભાવથી નગ્ન આત્મમગ્ન મુનિઓ અવશ્ય મોક્ષ પામે છે. (૪) જે સમયમાં સ્થિત = ૪૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy