SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ “આત્મખ્યાતિ - ૪૭ શક્તિઓઃ “અમૃત જ્યોતિ અનેકાંત રૂપ આ એકત્વ શક્તિ - અનેકત્વ શક્તિ એ બે વિરુદ્ધ શક્તિનું યુગ્મ પ્રકાશે છે. અત એવ - ૩૩-૩૪. ભૂત અવસ્થત્વ રૂપા - અવસ્થાપણા રૂપ ભાવશક્તિ છે, શૂન્ય અવસ્થત્વ રૂપા - અવસ્થાપણા રૂપ અભાવ શક્તિ છે. ઉપર કહ્યા પ્રમાણે દ્રવ્ય - પર્યાય શક્તિ છે અત એવ ત્રિકાલવર્તી દ્રવ્યમાં ત્રિકાલ સંબંધી વિવિધ પર્યાયોના ઉદગમ અંગે અનેકાંત દ્યોતક ત્રિવિધ વિરુદ્ધ શક્તિ યુગ્મો પ્રકાશે છે - (૫) ભૂત - થયેલા અવસ્થાપણા રૂપે ભાવ - હોવાપણું જ્યાં છે તે ભાવ શક્તિ, (૬) શુન્ય - અભૂત - નહિ થયેલ અવસ્થાપણા રૂપે અભાવ - નહિ હોવાપણું જ્યાં છે તે અભાવ શક્તિ. આ બન્ને વિરુદ્ધ શક્તિનું યુગ્મ હોય તો જ પર્યાયોના સંભવ - અસંભવનો પ્રકાર બની શકે છે, કારણકે એક સમયે એક જ અમુક પર્યાય અવસ્થા હોય, તતુ સમયે ઈતર પર્યાય અવસ્થાઓ ન હોય - શૂન્ય હોય તતુ સમયે એક જ અમુક પર્યાય અવસ્થા હોય, આમ ભાવશક્તિ - અભાવ શક્તિ બન્ને પરસ્પર સાપેક્ષ છે. અર્થાત્ એક ભાવ શક્તિ જ હોય તો જે ભાવ - પર્યાય અવસ્થા છે તે જ રહ્યા કરે અને બીજી અવસ્થા બનવા પામે નહિ, જે એક અભાવ શક્તિ જ હોય તો સર્વ અવસ્થાઓનો સદા અભાવ જ - શૂન્યપણું બનવા પામે, પણ ભાવ શક્તિ - અભાવ શક્તિ બન્ને હોય તો જ એક પર્યાયમાંથી પર્યાયાંતર બની શકે, તેમજ ભાવ શક્તિને લીધે અમુક પર્યાય અવસ્થા રૂપે ભાવ - હોવાપણું અને અભાવ શક્તિને લીધે ઈતર પર્યાય અવસ્થા રૂપે અભાવ - નહિ હોવાપણું - શૂન્યપણું બની શકે. આમ ભાવ શક્તિ અભાવ શક્તિ સાપેક્ષ છે ને અભાવ શક્તિ ભાવ શક્તિ - સાપેક્ષ છે એમ અનેકાંત રૂપ આ ભાવ શક્તિ – અભાવ શક્તિ એ બે વિરુદ્ધ શક્તિનું યુગ્મ પ્રકાશે છે. અત એવ - ૩૫-૩૬. ભવતુ પર્યાય વ્યય રૂપા ભાવાભાવ શક્તિ છે - અભવતુ પર્યાય - ઉદય રૂપા અભાવભાવ શક્તિ છે. ઉપર કહ્યા પ્રમાણે ભાવ શક્તિ - અભાવ શક્તિ છે અત એવ તેના સમુદયથી ભાવાભાવ શક્તિ અને અભાવભાવ શક્તિ એ બે વિરુદ્ધ શક્તિનું યુગ્મ સમુદ્દભવે છે - (૭) “ભવતુ” - હોતા - વર્તમાન પર્યાયનો વ્યય' - નાશ જ્યાં થાય છે એ રૂપા ભાવાભાવ શક્તિ છે અર્થાત્ ભાવનો' - વર્તમાન હોતા - પર્યાયનો જેથી અભાવ - નહિ હોવાપણું હોય છે એવી આ ભાવાભાવ શક્તિ છે, (૮) અને “અભવતુ' - અવર્તમાન - નહિ હોતા પર્યાયનો જ્યાં “ઉદય” - સમુદ્રગમ થાય છે એ રૂપા અભાવભાવ શક્તિ છે, અર્થાત “અભાવનો’ - અવર્તમાન - નહિ હોતા - ભવિષ્યતુ - પર્યાયનો જેથી ભાવ - હોવાપણું હોય છે એવી આ અભાવભાવ શક્તિ છે. આ બન્ને શક્તિ પણ પરસ્પર સાપેક્ષ છે. કારણકે અમુક વર્તમાન ભાવનો અભાવ હોય તો જ વર્તમાનમાં જેનો ભાવ છે નહિ એવા અભાવનો (ભાવી ભાવનો) ભાવ હોય અને વર્તમાનમાં જેનો ભાવ છે નહિ એવા અભાવનો (ભાવી ભાવનો) ભાવ હોય, તો જ અમુક વર્તમાન ભાવનો અભાવ હોય, અર્થાત્ વર્તમાન ભાવનો અભાવ થાય છે ત્યારે જ ભાવિભાવનો ભાવ થાય છે, ભાવિ ભાવનો ભાવ અભાવ ભાવ શક્તિ સાપેક્ષ છે ને અભાવભાવ શક્તિ ભાવાભાવ શક્તિ સાપેક્ષ છે એમ અનેકાંત રૂપ આ ભાવાભાવ શક્તિ - અભાવ ભાવ શક્તિ એ બે વિરુદ્ધ શક્તિનું યુગ્મ (જેડલ) પ્રકાશે છે. અત એવ - ૩૭-૩૮. ભવતુ પર્યાય ભવન રૂપા ભાવભાવ શક્તિ છે - અભવતુ પર્યાય અભવન રૂપા અભાવ અભાવ શક્તિ છે. ઉપરોક્ત ભાવશક્તિ - અભાવ શક્તિ છે અત એવ તેના સમુદયથી ભાવભાવ શક્તિ અને અભાવ અભાવ શક્તિ એ બે વિરુદ્ધ શક્તિનું આ બીજું યુગ્મ સમુભવે છે - (૯) “ભવત’ - હોતા વર્તમાન પર્યાયે “ભવન રૂપા” હોવાપણા રૂપ ભાવભાવ શક્તિ છે, અર્થાત્ ભવતુ - વર્તમાન પર્યાય રૂપ ભાવનો “ભાવ” - ભવન હોવાપણું જે થકી હોય છે તે ભાવભાવ શક્તિ છે, (૧૦) “અભવત્' - નહિ હોતા - અવર્તમાન પર્યાયે “અભવન રૂપા' - નહિ હોવાપણા રૂપા અભાવ અભાવ શક્તિ છે, અર્થાતુ “અભવત' - અવર્તમાન પર્યાય રૂપ અભાવનો “અભાવ” - અભવન - નહિ હોવાપણું જે થકી હોય છે તે અભાવઅભાવ શક્તિ છે. આ બન્ને શક્તિ પણ. પરસ્પર સાપેક્ષ છે, કારણકે વર્તમાન ભાવનો જ્યારે ભાવ હોય છે ત્યારે અવર્તમાન ભાવ રૂપ અભાવનો અભાવ હોય છે, અવર્તમાન ભાવરૂપ અભાવનો અભાવ હોય છે ત્યારે વર્તમાન ભાવનો ૮૫૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy