SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૫૪: ‘અમૃત જ્યોતિ’ શેયમાં નિયત વ્યાપારમાં સદા નિષ્ઠ' - નિતાંતપણે સ્થિત - તત્પર હોય છે, સદા શેયનો જ વ્યાપાર - વેપલો' - કર્યા કરે છે, એટલે તે જોયનિષ્ઠ પશુ - અજ્ઞાની પુરુષને - આત્માને બધી બાજુથી હાર પડતો દેખે છે અને હારમાં તો આત્મા છે નહિ એટલે તે સીદાય જ છે. આથી ઉલટું, સ્યાદ્વાદવેદી જ્ઞાની તો સ્વક્ષેત્રે પોતાનું અસ્તિત્વ - હોવાપણું વેદે છે - અનુભવે છે, એટલે અલ્યા ! તું બહાર કાં જાય છે ? તું તો અહીં હારા સ્વક્ષેત્રમાં જ છે, એમ તેનો આત્માથી બહાર જવાનો આવેગ નિરુદ્ધ થાય છે - નિરંધાઈ જાય છે - એટલે “ખાત’ - ખાલાની જેમ નિશ્ચલપણે ખોડાયેલ બોધમાં જ - જ્ઞાનમાં જ નિયત એવી જેની વ્યાપાર શક્તિ હોય છે, જેની શક્તિ બોધમાં જ “વ્યાપાર' - વેપાર કર્યા કરે છે, એવો તે જ્ઞાનનિષ્ઠ જ્ઞાની સ્યાદવાદવેદી આત્મામાં જ સ્થિતિ કરે છે. ૮૨૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy