SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આવરી લેતું આ સમયસાર શાસ્ત્ર “સ્વયં” - આપોઆપ “શબ્દ બ્રહ્મરૂપ” - વિશ્વ વ્યાપક - વિશ્વ પ્રકાશક પરમાગમ રૂ૫ થઈ પડે છે. આમ જે “ખરેખર !” નિશ્ચય કરીને તથાભૂત ભાવથી શુદ્ધાત્મ દશાથી - (૧) સમયસારભૂત આ ભગવત પરમાત્માના વિશ્વપ્રકાશકપણાએ કરીને વિશ્વસમયના પ્રતિપાદનને લીધે સ્વયં શબ્દબ્રહ્મરૂપ થઈ રહેલા આ શાસ્ત્રને અધ્યયન કરી - અભ્યાસી, (૨) વિશ્વ પ્રકાશનમાં - અખિલ જગન્ને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત ચિપ્રકાશ રૂપ પરમાત્માને નિશ્ચય કરતો અર્થથી અને તત્ત્વથી “પરિચ્છેદીને' - પરિજ્ઞાન કરીને - સર્વથા જાણીને, (૩) આના જ અર્થભૂત ભગવત એક પૂર્ણ વિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં ચેતયિતા' - ચેતનારો - ચેતન - અનુભવયિતા સવરંભથી સ્થિતિ કરશે. (૪) તે “સાક્ષાત્ - પ્રત્યક્ષ “તતુ ક્ષણે' - તે જ ક્ષણે “વિજુંભમાણ’ - વિવર્ધમાન - વિકસાયમાન - ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા – ઉલ્લસી રહેલા ચિદેકરસ નિર્ભર - ચિરૂપ એક – અદ્વૈત રસથી નિર્ભર' - પરિપૂર્ણ સ્વભાવમાં “સુસ્થિત' - સારી પેઠે સ્થિત એવી “નિરાકુલ - આકુલતા રહિત આત્મરૂપતાએ કરીને, પરમાનંદ' શબ્દથી વાચ્ય' - કહેવા યોગ્ય એવું ઉત્તમ અનાકુલપણા લક્ષણવાળું સૌખ્ય “સ્વયમેવ' - સ્વયં જ - પોતે જ - આપોઆપ જ થશે. અર્થાતુ ઉક્ત વિધાનથી જે ચેતયિતા પૂર્ણ વિજ્ઞાનઘન પરંબ્રહ્મની અનુભૂતિ કરતો સ્થિતિ કરશે, તે ચિકરસ નિર્ભર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ આત્મરૂપતાએ કરી પોતે જ પરમાનંદ સ્વરૂપ અનાકુલત્વ લક્ષણ ઉત્તમ - પરમ સૌખ્ય બની જશે. એમ પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાન કુંદકુંદાચાર્યની અનુપમ અમૃત કૃતિ આ સમયસારની અંતિમ ગાથાની અનન્ય વ્યાખ્યા પ્રકાશમાં પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાન્ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ અત્ર તત્ત્વકળાથી ગૂંથેલ સૂત્રાત્મક અનુપમ અમૃત “આત્મખ્યાતિના દિવ્ય ધ્વનિથી ઉદ્ઘોષણા કરી. સર્વ વિશુદ્ધ જ્ઞાન, ૭૯૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy