SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ દ્રવ્યલિંગ મમકારથી મીચાંયેલા જનથી સમયસાર જ દેખાતો નથી, એવા ભાવનો સમયસાર કળશ (૫૧) સંગીત કરે છે - रथोद्धता द्रव्यलिंगममकारमीलितैः, दृश्यते समयसार एव न । द्रव्यलिंगमिह यत्किलान्यतो, ज्ञानमेकमिदमेव हि स्वतः ॥२४३॥ દ્રવ્યલિંગ મમતે મીંચેલથી, દશ્ય આ સમયસાર થાય ના; દ્રવ્યલિંગ અહિં અન્યથી ખરે ! જ્ઞાન એક જ સ્વથી આ ઠરે. ૨૪૩ અમૃત પદ - ૨૪૩ દ્રવ્યલિંગ મમકાર અંધ તે, દેખે ન સમયસાર, આંખ મીંચેલો જેમ ન દેખે, વસ્તુતણો વિસ્તાર... દ્રવ્યલિંગ મમકાર. ૧ દ્રવ્યલિંગ મમકારથી જેની, દૃષ્ટિ ગઈ જ મીંચાઈ, તેઓથી સમયસાર દેખાય ના, છતી આંખે જ અંધાઈ... દ્રવ્યલિંગ. ૨ (કારણ) દ્રવ્યલિંગ અહિં અન્ય થકી છે, સ્વ થકી એક જ (આ) જ્ઞાન, દ્રવ્યલિંગ મમત મૂકો મુમુક્ષુ ! ભણે અમૃત ભગવાન... દ્રવ્યલિંગ. ૩ અર્થ - વ્યલિંગના મમકારથી મીલિતોના (આંખો મીંચાયેલાઓથી) સમયસાર દેખાતો નથી, કારણકે દ્રવ્યલિંગ અહીં ફુટપણે (પરતઃ) અન્ય (પર) થકી છે, જ્ઞાન એક આ જ નિશ્ચય કરીને સ્વતઃ' - સ્વ થકી છે. ૨૪૩ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાલાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ... મૂળ મારગ.” - શ્રીમદ્ રાજચંદ્રજી દ્રવ્યલિંગ મમકારવાળાને સમયસાર જ નથી દેખાતો તેનું કારણ આ કળશમાં સ્પષ્ટ કર્યું છે - દ્રવ્યતં મમરમીનિતૈઃ - દ્રવ્યલિંગના મમકારથી મમત્વભાવથી જે મીલિત છે - જેની આંખો મીંચાઈ ગયેલી છે તેથી સમયસાર જ નથી દેખાતો - દૃરતે સમયસર ઉવ , કારણ શું? કારણકે દ્રવ્યલિંગ અહીં ફુટપણે અન્ય થકી - પરથકી - ‘પૂરત:' - છે, જ્ઞાન એક આ જ નિશ્ચય કરીને ‘સ્વતઃ' - સ્વ થકી છે - ‘દ્રવ્યતિરામિદ બ્રિસાચતો, જ્ઞાનમેકમિમેવ ચત; I' આકૃતિ પર ૭૮૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy