SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું, એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં. અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિત છે, ત્યાં પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૬૬), ૩૨૮ હાનાદાન રહિત કૃતકૃત્ય પણ આત્માના આત્મામાં સંધારણનું ઉત્કીર્તન અત્રે તથારૂપ કૃતકૃત્ય જ્ઞાનદશાને પામેલા ‘જીવન્મુક્ત’ અમૃતચંદ્રજી આ પરમામૃત સંસ્કૃત કળશમાં પરમ આત્મભાવોલ્લાસથી કરે છે - ૩નુવન્તમુત્ત્વો—મશેષતસ્તત્ - ઉન્મોચ્ય - સર્વથા મૂકવા યોગ્ય જે હતું તે અશેષથી - કંઈ પણ શેષ બાકી ન રહે એમ ઉન્મુક્ત થયું - સર્વથા મૂકી દીધું, તથા જે આદેય ગ્રહણ કરવા યોગ્ય હતું તે અશેષથી - કંઈ પણ શેષ બાકી ન રહે એમ આત્ત થયું - ગ્રહણ કરી લીધું - તથાત્તમાટેયમશેષતસ્તત્, કે જેથી સર્વ શક્તિ જેની સંહત છે આત્મામાં સંહરી લેવાઈ છે પાછી ખેંચી લેવાઈ છે એવા પૂર્ણ આત્માનું અહીં આત્મામાં સંધારણ - સમ્યક્ ધારી રાખવા રૂપ ધારણ થયું - યવાત્મનઃ સંસ્કૃતસર્વજ્ઞત્તે, पूर्णस्य संधारणमात्मनीह | - = અને વર્તમાનમાં તથારૂપ જીવન્મુક્ત કૃતકૃત્ય અદ્ભુત જ્ઞાનદશાને પામેલા પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ ચરિત્ર ‘અધ્યાત્મ રાજચંદ્ર'માં આપણને પ્રાપ્ત થાય છે જેમાં શ્રીમદ્ની વ્યક્ત થતી ઊર્ધ્વગામિની* આત્મદશાનું મુમુક્ષુ જનને ભવ્ય દર્શન થાય છે.* - - જુઓ : ‘અધ્યાત્મ રાજચંદ્ર' (સ્વરચિત) પ્રકરણ-૫૦ થી ૭૪ - જેમાં ‘સૌભાગ્ય’ પરના શ્રીમદ્ના પત્રોમાં શ્રીમદ્ભુ જીવન દર્શન આ લેખકે કરાવ્યું છે. - આ કળશનો ભાવ ઝીલી બનારસીદાસજી પરમ ભાવોલ્લાસથી પ્રકાશે છે - તેમ જ્યારથી ચેતને વિભાવથી ઉલટા થઈને પોતે સમય પામીને પોતાનો સ્વભાવ ગ્રહી લીધો છે, ત્યારથી જે જે લેવા યોગ્ય હતું તે તે સર્વ લઈ લીધું છે, જે જે ત્યાગ યોગ્ય હતું તે તે સર્વ છાંડી લીધું છે, એટલે હવે લેવાનું સ્થળ રહ્યું નથી, ત્યાગવાનું બીજું રહ્યું નથી, તો પછી બાકી નવીન કાર્ય શું ઉગર્યું ? - ‘લે બેકીં ન રહી ઠૌર ત્યાગિવેક† નાંહિ ઔર, બાકી કહા ઉબર્યો જુ કારજ નવીનૌ હૈ', સંગને ત્યાગી, અંગને ત્યાગી, વચનતરંગને ત્યાગી, મનને ત્યાગી, બુદ્ધિને ત્યાગી, આત્મા શુદ્ધ કર્યો છે - ‘સંગ ત્યાગિ અંગ ત્યાગિ વચન તરંગ ત્યાગિ, મન ત્યાગિ બુદ્ધિ ત્યાગિ આપા સુદ્ધ કીનૌ હૈ.' (સવૈયા–૩૧) ૭૪ જબહી હૈં ચેતન વિભાવ સૌ ઉલટ આપુ, સમૈ પાઈ અપનૌ સુભાવ સૃષ્ટિ લાનો હૈ, તબહીં તેં જો જો લેને જોગ સો સો સબ લીનૌ, જો જો ત્યાગ જોગ સો સો છાંડિ દીનો હૈ, લેબક† ન રહી ઠૌર ત્યાગિવેકૌં નાંહિ ઔર, બાકી કહા ઉબર્યો જુ કારજુ નવીનો હૈ, સંગ ત્યાગિ અંગ ત્યાગિ વચન તરંગ ત્યાગિ, મન ત્યાગિ બુદ્ધિ ત્યાગિ આપા સુદ્ધ કીનો.'' શ્રી બનારસીદાસજી કૃત સ.સા. સર્વ વિ.અ. ૧૦૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy