SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૯૦ - ૪૦૪ ટાળતું અને જ્ઞાનનો દર્શનાદિ સર્વ જીવપર્યાયો સાથે અવ્યતિરેક - અભેદભાવ છે, એટલે જ્ઞાન લક્ષણ તે સર્વ જીવપર્યાયોમાં વ્યાપ્યા વિના રહેતું નથી તેથી અવ્યાપ્તિ દોષ ટાળતું, એવું તે શુદ્ધ જ્ઞાન એક જ સ્થિત - જેમ છે તેમ સ્થિતિ કરતું દેખવા યોગ્ય છે. કેવું ? કેવી રીતે ? (૧) મનવિવિઝમમૂર્ત ઘધર્મરૂ પરસમયમુચ - અનાદિ વિભમનું - આત્મભ્રાંતિનું મૂલ એવા ધર્મ - અધર્મરૂપ - શુભ અશુભ ભાવરૂપ પરસમયને ઉદ્યમીને - ઉત્કટપણે સર્વથા વમી નાંખીને - ઉલટી કરીને, (૨) અત એવ સ્વયમેવ પ્રવ્રખ્યામાપદ્ય - સ્વયમેવ – આપોઆપ જ પ્રવજ્યા રૂપ પ્રાપ્ત કરી, અર્થાત્ શુભાશુભ ભાવરૂપ પર સમયમાંથી પ્રકષ્ટપણે વ્રજ્યા - વજન - ગમન ચાલ્યા જવાપણું અથવા શુદ્ધ આત્મભાવ રૂપ સ્વ સમયે પ્રત્યે પ્રકૃષ્ટપણે વ્રજ્યા – વજન - ગમન ચાલ્યા જવાપણું એવા પ્રવ્રજ્યારૂપને પ્રાપ્ત કરી, (૩) અત એવ ટર્શનજ્ઞાનવારિત્રસ્થિતિત્વરૂપે સમયમવાળું - દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિસ્વરૂપ સ્વ સમયને પામી, (૪) અને અત એવ મોક્ષમાળેવ guત કૃત્વા - મોક્ષમાર્ગને આત્મામાં જ પરિણત કરી - પરિણામ પમાડી, (૫) જે સંપૂર્ણ વિજ્ઞાનઘન ભાવને સમવાપ્ત થયું - સમવાસંપૂર્ણવિજ્ઞાન નમાવું - જ્યાં પરભાવ વિભાવનો લેશમાત્ર પ્રવેશનો અવકાશ નથી એવા અનવકાશ સર્વ પ્રદેશ વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય સંપૂર્ણ વિજ્ઞાનઘન ભાવને સમ્યપણે પ્રાપ્ત થયું, (૬) અત એવ જે હાનોપાદાન શૂન્ય – હીનોપાલાનશૂન્ય - ત્યાગ ગ્રહણ રહિત અર્થાત્ ત્યજવા યોગ્ય હતું તે ત્યજી દીધું અને ગ્રહવા યોગ્ય હતું તે ગ્રહી લીધું એટલે ત્યજવા – ગ્રહવા જેવું કંઈ બાકી નહિ રહ્યું હોવાથી હાન – ઉપાદાનનું - ત્યાગ – ગ્રહણનું જ્યાં શૂન્ય – મીંડ મૂકાયું છે એવું હાનોપાદાન - શૂન્ય થયું, (૭) એવું સાક્ષાત્ સમયસારભૂત - સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ સમયસાર સ્વરૂપ થઈ ગયેલું શુદ્ધ જ્ઞાન એક જ સ્થિત દૃષ્ટવ્ય છે, साक्षात्समयसारभूतं शुद्धज्ञानमेकमेव स्थितं दृष्टव्यं । અને વર્તમાનમાં તથારૂપ સમયસારભૂત સમયસાર દશાનું દર્શન કરવું હોય તો આપણી પાસે જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રનું છે, - જેનાં અધ્યાત્મ ચરિત્ર – “અધ્યાત્મ રાજચંદ્ર'માં જીવતા જાગતા પ્રયોગસિદ્ધ સમયસારનું સાક્ષાત્ દર્શન મુમુક્ષુજનને થાય છે. તેની તથારૂપ શુદ્ધ આત્મદશા સંપન્ન - સાક્ષાતુ સમયસાર દશા સંપન્ન શ્રીમના દિવ્ય આત્માની અમૃત ખ્યાતિ પોકારતા એમના આત્માના અમૃતાનુભૂતિમય વચનામૃતો બુલંદ અવાજથી આ વસ્તુ જગતને જાહેર કરે છે (Proclaims). ખરેખર ! કેવલ શુદ્ધ આત્માની - સમયસારની અનુભૂતિ જેને નિરંતર વર્તતી હતી એવા શ્રીમદુના અનુભવ પ્રમાણ વચનામૃતો પરથી સહેજે પ્રતીત થાય છે - “અત્રે આત્માકારતા વર્તે છે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.” એવી સાક્ષાત્ સમયસાર અનુભવ જાગ્રત દશા - સ્થિતિ દશા જેને પ્રગટી હતી એવા સાક્ષાત્ સમયસારભૂત આત્મજાગૃત દશામાં વર્તતા શ્રીમદે આત્માનુભવસિદ્ધપણે એક અમૃત પત્રમાં પ્રકાશયું છે તેમ - સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે, બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વદ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. શુદ્ધ “સહજ આત્મસ્વરૂપ”. - (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૭૯) આવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપના સ્વામી સાક્ષાત્ સમયસારભૂત જીવન્મુક્ત હતા શ્રીમદ્ ! શ્રીમતું આત્માનુભવ વચનામૃત તો અત્ર સુવર્ણ કળશ ચઢાવે છે - ૭૫૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy