SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જેમ “કુશલ - સારાસાર સમજવામાં નિપુણ એવો કોઈ વનહસ્તી - જંગલી હાથી છે. તેના બંધનાર્થે જંગલમાં વ્યભિચારિણી હાથણી - “કરેણ કટ્ટિની' પ્રયોજવામાં આવે કશલ હાથી અને વ્યભિચારિણી છે. તે “ચટલમુખી' - ચાવળા મુખવાળી લટકા મટકા કરતી હાથી સન્મુખ હાથણીનું દાંત આવે છે. “સ્વચ ધંધા ઉપલબ્લિીં' - આ પોતાના બંધનાર્થે “ઉપસર્પતી - પાસે આવતી ચટુલમુખી - ચાવળા મોઢાવાળી કરેણુ કુટિની ભલે “મનોરમ વા અમનોરમ' હોય, મનગમતી સુંદર કે મન અણગમતી અસુંદર હોય, પણ ચતુર હાથી તુરત સમજી જય છે કે આ ચાવળી મહારા બંધાર્થે આવે છે. એટલે તે કરેણુ કુટ્ટિનીને તત્ત્વથી - પરમાર્થથી "કુત્સિતશીલા' - કુત્સિત શીલવાળી – દુષ્ટ જુગુણનીય સ્વભાવ-આચરણવાળી જાણીને, તે હાથી તેની સાથે રાગ-સંસર્ગ પ્રતિષેધે છે, અર્થાત હું તને સારી પેઠે ઓળખું છું એમ સ્વભાવવત અરાગ શાનીનો સમજી ભાવથી તેના પ્રત્યે રાગ કરવાની ના પાડે છે અને મન-વચન-કાયથી કર્મ પ્રકૃતિ સાથે પણ તેનો સંસર્ગ કરવાની ના પાડે છે. તેમ “લાત્મા કરો જ્ઞાની' - જેને રાગ-સંસર્ગ પરિત્યાગ ક્યાંય પણ રાગ નથી એવો “અરાગ” જ્ઞાની આત્મા પણ “સ્વના બંધાર્થ” - આત્માના પોતાના બંધનાર્થે “ઉપસર્પતી' - આત્મસન્મુખ પાસે આવતી “મનોરમ વા અમનોરમ” - મનોજ કે અમનોશ - રૂડી રૂપાળી કે કુડી કુબડી શુભ-અશુભ “સર્વેય’ કર્મ પ્રકૃતિને તત્ત્વથી - પરમાર્થથી કુત્સિત શીલા જાણીને, કુત્સિત – જુગુપ્સનીય દુષ્ટ શીલ - સ્વભાવ - આચરણવાળી જાણીને - સમf #ર્મપ્રવૃત્તિ શુત્સિતશતાં વિજ્ઞાય, તેની સાથે રાગ-સંસર્ગ પ્રતિષેધે છે. અર્થાતુ બહુરૂપીણિ પુદ્ગલમયી પ્રકૃતિ ! હું તને સારી પેઠે ઓળખું છું, તેં મને હેરાન કરવામાં બાકી રાખી નથી, એમ સમજી આત્મભાવથી પણ તેના પ્રત્યે ઈચ્છા - અભિલાષ રૂપ રાગ કરવાની ના પાડે છે અને મન-વચન-કાયા યોગથી પણ તેનો સંસર્ગ - સંપર્ક કરવાની ના પાડે છે. ખરેખર ! નિશ્ચય કરીને શુદ્ધ આત્મસ્વભાવ રૂપ ધર્મમાં જે રત છે - રમણ કરી રહેલ છે એવો “સ્વભાવત’ વીતરાગ જ્ઞાની આત્મા આમ કુત્સિતશીલ શુભાશુભ સર્વ કર્મ પ્રકૃતિ સાથે રાગ-સંસર્ગ નિષેધવા રૂપ પ્રત્યાખ્યાન કરે છે. કારણકે સર્વ કર્મ પરભાવરૂપ છે અને તે પરને આધીનપણું – પરવશપણે એ પૂર્વે કહ્યા પ્રમાણે દુઃખ જ છે - અથવા આકુલતા એ દુઃખનું લક્ષણ છે અને નિરકુલતા એ આકુલતા તે દુઃખ સુખનું લક્ષણ છે, એ વ્યાખ્યા પણ “સર્વ પરવશ તે દુઃખ ને આત્મવશ તે - સુખ' એ પૂર્વોક્ત વ્યાખ્યા સાથે બંધબેસતી છે ને તેને પુષ્ટ કરે છે, કારણકે જ્યાં એક કરતાં વધારે મળે-ભળે, જ્યાં સ્વૈત છે ત્યાં આકુલતા છે અને જ્યાં એક શુદ્ધ નિર્ભેળ વસ્તુ હોય છે, જ્યાં અદ્વૈત છે ત્યાં નિરાકુલતા છે. એટલે પર વસ્તુના સંયોગ સંબંધથી જ્યાં પરાધીનતા છે ત્યાં આકુલતા છે અને જ્યાં આકુલતા છે, ત્યાં દુઃખ છે, એ સર્વ કોઈનો પ્રત્યક્ષ અનુભવ છે. તથા પરવસ્તુના સંયોગ સંબંધથી રહિત એવી જ્યાં સ્વાધીનતા છે ત્યાં નિરાકુલતા છે અને જ્યાં નિરાકુલતા છે ત્યાં સુખ છે. આ પણ સર્વનો સાક્ષાત્ અનુભવ છે. આમ દુઃખની બન્ને વ્યાખ્યાનો સુમેળ છે. આત્માથી અતિરિક્ત - જૂદી એવી જે અન્ય વસ્તુ - કર્મ, તેના વડે કરીને જ આ આત્માને અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પ્રાપ્ત થયું છે. બેડીથી જકડાયેલા પરાધીન પારકો પેઠો વિનાશ કરે” કેદીને જ્યાં લઈ જવો હોય ત્યાં પરાણે લઈ જવાય છે, તેમ કર્મબંધ રૂપ - બેડીથી બંધાયેલા પરાધીન જીવને કર્મ ગમે ત્યાં ઘસડી જાય છે અને જન્મ-જરા મરણાદિ અનંત દુઃખોથી દુઃખી કરે છે. આમ “પારકો પેઠો વિનાશ કરે’ - “ર: પ્રવિષ્ટ: કુત્તે વિનાશ એ લોકોક્તિ સાચી ઠરે છે. આત્માએ સ્વ સમયને અર્થાત્ આત્મવસ્તુની સ્વરૂપ મર્યાદાને ઉલ્લંઘી, પરસમયમાં પારકા પુદ્ગલ ક્ષેત્રમાં - પારકી હદમાં પ્રવેશ કર્યો, અતિક્રમણ (Transgression Trespss) કર્યો. અનાદિથી આત્માએ પર પુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું - હસ્તક્ષેપ કર્યો, પર વસ્તુમાં આસક્તિ કરી, તેની સાથે સ્નેહ સંબંધ (!) બાંધ્યો. એટલે તે પુદ્ગલ બલાએ બદલામાં કર્મરૂપ ભૂત તે - ૨૬ ,
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy