SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ કર્મ વિષ તરુફલો ભોગવતો નથી, તે નિષ્કર્મ શર્મ પામે છે, આ ભાવનો અમૃત સમયસાર કળશ (૪૦) સંગીત કરે છે - वसंततिलका यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां, भुङ्के फलानि न खलु स्वत एव तृप्तः । .. आपातकालरमणीयमुदरम्यं, निष्कर्मशर्ममयमेति दशांतरं सः ॥२३२॥ જે પૂર્વભાવ કૃત કર્મ વિષદ્ધમોનું, ના ભોગવે ફલ ખરે ! સ્વથી તૃપ્ત માનું; આરંભરખ્ય અતિરમ્ય જ એહ ઠામે, નિષ્કર્મ શર્મ જ દશાંતર તેહ પામે. ૨૩૨ અમૃત પદ - ૨૩૨ થાશું પ્રેમ બન્યો છે રાજ' - એ રાગ નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર, નિષ્કર્મ શર્મ તે પામે, કર્મ વિષ તરુફલ ત્યજે તેને, અનુભવ અમૃત જામે... નિષ્કર્મ શર્મ. ૧ અજ્ઞાન ભાવમાં પૂર્વે વાવેલા, વિષમ જે વિષવેલા, તેને ઉગેલા વિષફળ હાવાં, આવા ઉદય આ વેળા... નિષ્કર્મ શર્મ. ૨ કર્મના બીજ પૂર્વે વાવ્યા તે, હાલ ઉદય ફળ લાવ્યા, લેવા હોય તે લીએ ફળો તે, ખાય ભલે મન ભાવ્યા. નિષ્કર્મ શર્મ. ન લેવા હોય તે કેમ લીએ તે ? કેમ પરાણે પાયે ? ખાવા હોય તે ખાય ભલે તે, ન ખાવા હોય ન ખાયે... નિષ્કર્મ શર્મ. ૩ આત્માને જ હું વેદું કેવળ, કર્મફલ ન જ વેદું, જે તે કર્મફલ કેમ જ વેદે? ભેદ જાણે જણ ભેદુ... નિષ્કર્મ શર્મ. ૪ એમ સ્વત એવ સ્વ અમૃતફળથી, તૃપ્ત થયેલો જેહ, તે પૂર્વકર્મ વિષ દ્રુમોના, ફળ ન ભોગવતો તેહ... નિષ્કર્મ શર્મ. ૫ નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર, અનુભવ અમૃત જામે, એવી ઓર દશા પ્રાપ્ત ભગવાન આ, પહોંચે અમૃત ધામે... નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર. ૬ અર્થ - સ્વત એવ તૃપ્ત થયેલો જે પૂર્વભાવ કૃત કર્મ - વિષદ્રુમોના ફળો નિશ્ચય કરીને ભોગવતો નથી, તે આપાતકાલ રમણીય ઉદર્ક (અત્યંત) રમ્ય એવા નિષ્કર્મ શર્મમય દશાંતરને પામે છે. ૨૩૨ અમૃત જ્યોતિ મહાભાષ્ય જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. પ૬૧, ૫૧ આમ જે કર્મફલોને ભોગવતો નથી તેના નિષ્કર્મ શર્મની મુક્ત કંઠે સ્તુતિ કરતા આ કળશ ૭૪૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy