SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति હવે સકલ કર્મફલ સંન્યાસ ભાવના આ સમયસાર કળશમાં (૩૮) નટાવે છે - आर्या विगलंतु कर्मविषतरुफलानि मम भुक्तिमंतरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानं ॥ २३०॥ - = ભુક્તિ વિના જ અહીં મ્હારી, કર્મ વિષતરુ ફલો ગળી જજો ! સંચેતું છું હું અચલ ભોગવટા વિણ જ મ્હારા, ચૈતન્યાત્મ આત્મને આ જો ! ૨૩૦ અમૃત પદ ૨૩૦ (ઢાળ - એ જ) કર્મ વિષતરુ ફળો ગળો રે, ભોગવ્યા વિણ મ્હારા જ, સંચેતું છું હું અચલ આ રે, ચૈતન્યાત્મ આત્મા જ... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રે. અર્થ હવે સકલ કર્મફલ સંન્યાસ ભાવના નટાવે છે કર્મ વિષતરુના ફલો મ્હારી ભુક્તિ (ભોગવટા) વિના જ વિગળી જાઓ ! હું અચલ એવા ચૈતન્યાત્મ આત્માને સંચેતું છું. ૨૩૦ - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘જગત્માંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે, તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું, એ જ તેની (રાજચંદ્રની પોતાની) સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૮), ૩૭ આમ સકલ કર્મ સંન્યાસભાવનાનું નાટક કરાવી, પરમ અધ્યાત્મ નાટ્યકાર પરમ ભાવિતાત્મા મહાત્મા અમૃતચંદ્રજી સકલ કર્મફલ સંન્યાસ ભાવનાનું નાટક કરાવવાનો ઉપક્રમ કરતાં, તે ભાવનાના બીજમંત્ર રૂપ આ કળશ કાવ્ય પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - વિાતંતુવિષતતાનિ - કર્મ વિષતરુના ફલો વિગલી જાઓ ! આ જ વિસ્તારથી વર્ણવવામાં આવે છે તે કર્મ વિષવૃક્ષના - કર્મરૂપ ઝેરી ઝાડના ઉદય વિપાક રૂપ ફળો વિગલો - વિશેષે કરીને સર્વથા ગળી જાઓ ! ખરી પડો ! નિર્જરી જાઓ ! કેવી રીતે ? મમ મુક્તિમંતરેૌવ - મ્હારી ભુક્તિ - ભોગવટા વિના જ, આ કર્મફલો હું છું એમ વેદવા - ચેતવા વિના જ - વગર ભોગવ્યે જ આ કર્મ વિષવૃક્ષના ફળો ગળી જાઓ ! પોતપોતાનો ઉદય વિપાક ભાવ ભજવી નિર્જરી જાઓ ! મ્હારી તેમાં આત્મબુદ્ધિ છે જ નહિ, એટલે હું તેને ચેતતો જ નથી, પણ હું તો કોઈ પણ પરભાવથી ચલાયમાન ન થાય એવા અચલ ચૈતન્ય છે આત્મા જેનો એવા ચૈતન્યાત્મ આત્માને સંચેતું છું સમ્યપણે ચેતું છું संचेतयेहमचलं અનુભવું છું चैतन्यात्मानमात्मानं । અને તથા પ્રકારે પ્રત્યેક કર્મ પ્રકાર અંગે ચૈતન્યાત્મા આત્માને જ હું સંચેતું છું' - એવી ‘ધૂન’ અમૃતચંદ્રજીએ ગજાવી છે - नाहं मतिज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥१॥ नाहं श्रुतज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥२॥ नाहमवधिज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥३॥ नाहं मनःपर्ययज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥४॥ नाहं केवलज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥५॥ ૭૩૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy