SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) : પ્રત્યાખ્યાન કલ્પ આમ ત્રિ-કાલી કર્મ ફગાવી દઈ આ સમયસાર કળશમાં (૩૭) ચિત્માત્ર આત્મા આલંબે છે उपजाति समस्तमित्येवमपास्य कर्म, त्रैकालिकं शुद्धनयावलंबी । विलीनमोहो रहितो विकारै श्चिन्मात्रमात्मानमथावलंबे ફગાવી સૌ કર્મ ત્રિકાળ અંગી, એ રીતથી શુદ્ધ નયાવલંબી; - વિલીન મોહો હું વિકારહીનો, આલંબું ચિન્માત્ર જ આત્મ લીનો. ૨૨૯ અમૃત પદ ૨૨૯ - ॥૨૨॥ (ઢાળ - એ જ) એમ સમસ્ત નિરસ્ત કરી રે, વૈકાલિક આ કર્મ, શુદ્ધ નય અવલંબતો રે, એવો હું આ ત્રિકાલ વિષયી નિષ્કર્મ... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રે. ૧ મોહ વિલીન જેનો થયો હૈ, થયો જે રહિત વિકાર, એવો હું અવલંબું હવે રે, આત્મા ચિન્માત્ર જ સાર... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રૈ. ૨ અર્થ - એવા પ્રકારે એમ ત્રૈકાલિક સમસ્ત કર્મ ફગાવી દઈને, શુદ્ઘનયાવલંબી, વિલીનમોહ, વિકારોથી રહિત એવો હું હવે ચિન્માત્ર આત્માને અવલંબું છું. ૨૨૯ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૪૭ છે આમ ત્રિકાલ સંબંધી કર્મથી નિવર્તી, કર્મસંન્યાસ ભાવના નટાવી, નિર્મોહ આત્મા આત્માવલંબનની કેવી દૃઢ ભાવના કરે છે તે પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રાચાર્યજી આ કળશમાં દર્શાવે ત્રણે કાળ એવા પ્રકારે એમ ઉપરમાં અત્યંત વિસ્તારથી સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ ત્રૈકાલિક સંબંધી સમસ્ત કર્મ અપાસ્ત કરી - એકી સપાટે ફગાવી દઈ, શુદ્ઘનયાવર્ત્તવી - શુદ્ઘનયાવલંબી – શુદ્ધ નયને જે અવલંબી રહ્યો છે, અત એવ મોહ જેનો વિલીન થયો છે - વિજ્ઞીનોદ્દો, અત એવ વિકારોથી જે રહિત છે - રહિતો વિરૈ:, એવો હું હવે ચિન્માત્ર આત્માને અવલંબુ છું. વિન્માત્રમાત્માનમથાવતુંવે । - - કારણકે ૫૨મ પરમાર્થ ગંભીર સૂત્રાત્મક શૈલીના મહાન્ કલાકાર ‘આત્મખ્યાતિ’સૂત્ર કર્તાએ સ્વયં આ વસ્તુ પણ અત્ર પૂર્ણ વિસ્તારથી વર્ણવી છે અને આત્માને સમસ્ત પરભાવ - વિભાવ વોસ૨ાવી શુદ્ધ સ્વભાવમાં જ વિશ્રામી કરવાને અર્થે આ કર્મસંન્યાસ ભાવનાનો પ્રત્યેકે પ્રત્યેક પ્રકાર પ્રસ્પષ્ટપણે અપૂર્વ ભાવથી નટાવતાં તેના તૃતીય અંગભૂત આ પ્રત્યાખ્યાન કલ્પ' - પ્રત્યાખ્યાન સંબંધી જ્ઞાની પુરુષોએ કલ્પેલો આચારવિધિ અપૂર્વપણે અપૂર્વ અલૌકિક શૈલીથી પ્રકાશ્યો છે અને પ્રત્યાખ્યાનનો ૫૨માર્થ અર્થ અને ઈષ્ટ ઉદ્દેશ પણ એ જ છે. પ્રતિ = સામું આખ્યા = કહી દેવું, નિષેધ કરવો, ના ના આ મ્હારૂં નથી એમ સમજી પરભાવ - વિભાવને ગ્રહવાની ના પાડવી, આવ્યા વ્હેલાં જ તે અનાગત પરભાવ વિભાવને સામેથી જ કહી દેવું કે ના, ના, હવે પછી હું તને ગ્રહણ નહિ જ કરૂં એમ પરભાવ વિભાવની કે મન-વચન-કાયાના કર્મનો ભાવિ પરિત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી તે પ્રત્યાખ્યાન અને એમ ભાવિ પરભાવ - વિભાવના કે મન-વચન-કાયાના કર્મના પરિત્યાગની પ્રતિજ્ઞા કરી ભવિષ્યમાં પણ બાધા ન ઉપજે એમ આત્માને સ્વભાવમાં સુસ્થિર રાખવો તે જ પ્રત્યાખ્યાનનો ઈષ્ટ ઉદ્દેશ છે. ૭૨૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy