SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૨૩ આત્મભાવોલ્લાસથી પ્રકાશે છે – રવિભાવમુક્તમદસો - રાગ દ્વેષ વિભાવથી – વિકૃત ચેતન ભાવથી - ચિત્ વિકારથી જેનું મહમ્ - સતિશાયિ મહાતેજ મુક્ત થયું છે, અત એવ જે નિત્ય - સદાય સ્વભાવને સ્પર્શી રહેલા છે - નિત્યં વમસ્જિશો, અત એવ પૂર્વ - ભૂતકાળના અને આગામી - ભાવિ કાળના સમસ્ત કર્મથી વિકલ - વિરહિત થયેલા - સાનિ સમસ્ત વિકતા - જેઓ તદત્વ ઉદયથી - તત્કાલીન - વર્તમાન કાલ સંબંધી ઉદયથી ભિન્ન - પૃથક - જૂદા છે - fમન્નાસ્તવિયાત, એવાઓ (જ્ઞાનીઓ) દ્રારૂઢ ચરિત્ર વૈભવના બલ થકી - ટૂરીસ્વદ્રવરિત્રવૈમવવનાત - “દૂરા રૂઢ' - અત્યંત ઉચ્ચ ભૂમિકા પર આરૂઢ થયેલ ચારિત્ર વૈભવના - ચારિત્ર સંપત્તિના બલ - સામર્થ્ય થકી જ્ઞાનની સંચેતના - સમ્યક ચેતના - સંવેદના વિંદે છે - અનુભવે છે - વિતિ જ્ઞાની સવેતન | કેવી છે તે જ્ઞાન સંચેતના? વંચિવિધિ - ચંચતી - ચમકતી ચિત્ અર્ષિતુમયી - ચિત્ રમિયથી જે સ્વરસથી - પોતાના ચેતન - રસથી આપોઆપ સ્વસ્વભાવથી ભુવનને - ત્રણે લોકને અભિષેક કરતી એવી - વરસામવિક્તમુવનાં - અર્થાત્ - આગલા કળશમાં કહ્યું તેમ જેને વસ્તુસ્થિતિનું ભાન જ નથી એવા અજ્ઞાનીઓ તો રાગ દ્રષમય થઈ સહજ એવી ઉદાસીનતા ત્યજે છે. પણ જેને વસ્તુસ્થિતિનું પૂરેપૂરું જ્ઞાન છે તે જ્ઞાનીઓ તો વીતરાગદ્વેષ થઈ સહજ ઉદાસીનતા જ ભજે છે અને એટલે જ તેઓ જ્ઞાન સંચેતના અનુભવવાને સમર્થ થાય છે. તેનો વિધાન ક્રમ આ પ્રકારે (૧) પ્રથમ તો રાગ દ્વેષ રૂપ વિભાવથી - વિકૃત ચેતન ભાવથી તેમનું “મહ - આત્માની જ્ઞાનરૂપ સર્વાતિશાયિ મહાજ્યોતિ મુક્ત થાય છે. (૨) એટલે વિભાવ નીકળી જતાં જે સ્વભાવ જ શેષ રહ્યો તેને તેઓ નિત્ય – સદાય સ્પર્શી રહે છે - આત્માનુભૂતિથી સંવેદી રહે છે, તેઓ સદા સ્વભાવમાં જ સ્થિત રહે છે. (૩) આમ વિભાવથી મુક્ત થઈ નિત્ય સ્વભાવને સ્પર્શી રહેલા છે, તેઓ “પૂર્વ" - ભૂતકાળના અને આગામી” - ભાવિ કાલના સમસ્ત કર્મથી વિકલ - વિરહિત સતા, “તદાત્વ'ના - તત્કાળ વર્તમાન કાળના ઉદયથી ભિન્ન' - વિક્તિ - પૃથગૃભૂત વર્તે છે. (૪) આમ ત્રણે કાળના સમસ્ત કર્મના “સંન્યાસી' - પરિત્યાગી થઈ જેઓ નૈષ્કર્મે દશાને પામેલા તેઓ ધર્મ સ્વામી સાચા “સંન્યાસી' - સર્વસંગ પરિત્યાગી શુદ્ધ ચારિત્ર દશા સંપન્ન સાચા ભાવશ્રમણ બને છે. (૫) આમ સાચા ભાવ શ્રમણપણા રૂપ “દુરારૂઢ - અત્યંત ઉચ્ચ કોટિએ ચઢેલ શુદ્ધ ચારિત્ર દશાને પામેલા છે, તેઓ તે ચારિત્ર વૈભવના બલથી - સામર્થ્યથી જ્ઞાનની સંચેતનાને ચેતે છે - અનુભવે છે - ચમકતી ચિદ્ર અર્ચિષ્મથી જે જ્ઞાન સંચેતના સ્વરસથી ભુવનને અભિષિક્ત કરે છે - અભિષેક કરે છે, અર્થાત્ સ્વરસથી ભુવનને - અખિલ વિશ્વને વ્યાપ્ત કરતી કેવલ જ્ઞાનપણાને પામે છે. આમ જ્ઞાન સંચેતના પામવાનો સમ્યફ વિધાન ક્રમ છે. તાત્પર્ય કે – વિભાવથી મુક્ત થઈ નિત્ય સ્વભાવમાં સ્થિત રહેવું એ જ શુદ્ધ ચારિત્ર દશા છે અને એવી શુદ્ધ ચારિત્ર દશા પણ ભૂત - ભવદ્ - ભવિષ્ય ત્રણે કાળ સંબંધી સમસ્ત કર્મથી આત્મા જ્યારે વ્યાવૃત્ત બની સમસ્ત કર્મવિકલ નૈષ્કર્મ પામે છે ત્યારે જ હોય છે. આવી સર્વ કર્મસંન્યાસ રૂપ શુદ્ધ ચારિત્ર દશા પામે છે તે જ કેવલ જ્ઞાન સિવાય જ્યાં બીજું કાંઈ સંચેતન નથી એવી કેવલ જ્ઞાન ચેતનામય કેવલ જ્ઞાનમય - કેવલ “જ્ઞાનદશા” પામે છે - જે ઉત્કૃષ્ટ ચારિત્ર દશાનો આત્યંતિક આચરણારૂપ બૌકનિષ્ઠ અંતિમ આત્મનિષ્ઠા છે. આવા ભાવનો આ ઉત્થાનિકા કળશ આ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અત્ર પ્રકાશ્યો છે. “સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે, અખંડ વીતરાગ રાખવી એજ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ રા મરણ રહિત, અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યફદર્શન સમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવલ નિઃસંદેહ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૭૮૧ (શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે અંતિમ અમૃત પત્ર) ૭૦૩
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy