SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૨૧ ઉક્તનો સારસંદોહ નિબદ્ધ ઉપસંહાર આ સમયસાર કળશમાં (૩૦) આચાર્યજી ભાવવાહી ઉદ્બોધન કરે છે शार्दीलविक्रीडित पूर्णेकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं, यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवंध्यधिषणा एते किमज्ञानिनो, रागद्वेषमयी भवंति सहजां मुंचत्युदासीनतां ॥२२२॥ પૂર્ણકાચ્યુત શુદ્ધ બોધ મહિમા આ બોધ ના બોધ્યથી, પામે કૈં પણ વિક્રિયા તહિં અહીં જ્યું દીપ ઉદ્યોત્યથી; તો વસ્તુ સ્થિતિ બોધહીન મતિ આ અજ્ઞાનીઓ કાં થતા રાગદ્વેષમયા થતા ? સહજ કાં મૂકે ઉદાસીનતા ? ૨૨ અમૃત પદ - (૨૨૨) સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ? સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. પૂર્ણ એક અચ્યુત શુદ્ધ જ જેનો, બોધ મહિમ આ જામે; બોધ એવો આ બોધ્ય થકી તો, વિક્રિયા કાંઈ ન પામે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ? ૨ તહીંથી અહીંથી ઉભય દિશેથી, જુઓ ! દૃષ્ટાંત આ ઠામે; જેમ પ્રકાશ્ય થકી અહીં દીવો, વિક્રિયા કાંઈ ન પામે... રે ચેતન ! ઉદાસીનતા. ૩ મગન છગનનું કાંડુ પકડી, જેમ પ્રયોજે ખાસ; તેમ પ્રકાશ્ય ન દીપ પ્રયોજે, ‘અલ્યા ! મને તું પ્રકાશ !' રે ચેતન ! ૪ લોહ સૂચિ લોહચુંબક ખેંચી, જાય જ્યમ ચુંબક પાસે; તેમ સ્વસ્થાનથી વ્યુત થઈ દીવો, જાય ન પ્રકાશ્ય પાસે... રે ચેતન ! ૫ પ્રકાશ્ય હો વા મા હો પાસે, દીપ સ્વયં જ પ્રકાશે; સહજ જ વસ્તુ સ્વભાવે વસ્તુ, સર્વ સ્વયં અવભાસે... રે ચેતન ! ૬ પરથી ઉપજાવાવા ન કો શક્ય, પર ઉપજાવવા ન શકત; વસ્તુ જ સહજ સ્વભાવે પરિણમે, નિજ પરિણતિ જ ફક્ત... રે ચેતન ! ૭ તેમ ન શેય પ્રયોજે, ‘અલ્યા ! મને તું પ્રકાશ ! જ્ઞાન જ્ઞાન પણ સ્વસ્થાનથી વ્યુત થઈને, જાય નહિ જ શેય પાસ... રે ચેતન ! ૮ શેય પાસે હો વા મા પાસે, જ્ઞાન સ્વયં જ પ્રકાશે; સહજ જ વસ્તુ સ્વભાવ જ એવો, શાન સ્વયં અવભાસે... રે ચેતન ! ૯ એમ ન શેયથી જ્ઞાન વિકારી, જ્ઞાન હોય ન શેય; પ્રકાશ્યથી નો'ય દીપ વિકારી, દીપથી નો'ય પ્રકાશ્ય... રે ચેતન ! ૧૦ એમ વસ્તુસ્થિતિ બોધ વિહોણી, બુદ્ધિ છે અહીં જેની; રાગ દ્વેષ મયા કેમ તે થાયે, જન એવા અજ્ઞાની... રે ચેતન ! ૧૧ Fee
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy