SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રકૃતિ મૂર્ત એવા પુદ્ગલની જ રચના છે, કારણકે “કર્મોનો કુલભૂત એવો સુખ દુઃખ હેતુ વિષય મૂર્ત છે, તે મૂર્ત એવી ઈદ્રિયોથી જીવથી નિયતપણે ભોગવાય છે, તેથી કર્મોનું મૂર્તપણું અનુમાનાય છે. તે આ પ્રકારે - મૂર્ત સંબંધથી અનુભવાઈ રહેલું કર્મ મૂર્ત છે - મૂર્ણપણાને લીધે, ઉંદરના વિષની જેમ.” આમ કેવલ પુદ્ગલ રચનામય મૂર્ત કર્મનો શુભ ઘાટ હો કે અશુભ ઘાટ હો, પણ તેના પુદ્ગલમય પણામાં કાંઈ ભેદ પડતો નથી, એટલે સ્વભાવ અભેદને લીધે કર્મ એક અભેદ સ્વરૂપ છે. બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચિત.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૦૮ ૩. ફલ અભેદથી કર્મ એક સ્વરૂપ કોઈ કર્મ ભલે શુભ ફલવિપાકનો અનુભવ કરાવતું હો, કોઈ-કર્મ અશુભ ફલવિપાકનો અનુભવ કરાવતું હો, પણ તે સર્વ શુભ વા અશુભ ફલવિપાક કેવલ પુલમય જ છે, એટલે તેનું એકપણું હોઈ અનુભવ અભેદને લીધે કમ એક સ્વરૂપ છે. તેમજ - સ્વર્ગાદિ સુગતિમાં સુખરૂપ પુદ્ગલ વિપાક અનુભવ અને નરકાદિ દુર્ગતિમાં દુઃખરૂપ પુદ્ગલ વિપાક અનુભવ, એમ સુખ-દુઃખની કલ્પના કરવામાં આવે છે તે પણ પરમાર્થથી યથાર્થ નથી. કારણકે પરમાર્થથી સંસારના કારણરૂપ કર્મ માત્ર દુઃખ જ છે. શબ્દાદિ વિષયો જે લોકમાં સુખ સાધન મનાય છે તે તો પરમાર્થ દૃષ્ટિથી જોતાં દુઃખ સાધન જ છે અથવા કલ્પિત સુખાભાસ જ છે. પુણ્ય પરિપાકને લીધે દેવતાઓને ઉત્કૃષ્ટ ઈદ્રિય સુખની પ્રાપ્તિ હોય છે, “તેઓને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટું સ્વાભાવિક દુ:ખ જ દેખાય છે. કારણકે તેઓ પંચેન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઈ ભૃગ પ્રપાત સમા મનગમતા વિષયો પ્રત્યે ઝાંવાં નાંખી ઝંપલાવે છે', વતસ્તે પ્રક્રિયાત્મ શરીર gિશાવડિયા પરવશા મૃગુપ્રપાત. થાનીયાનનોજ્ઞવષયાનમપત્તિ * પુણ્ય બલથી ઈચ્છા મુજબ હાજર થતા ભોગોથી તેઓ સુખી જેવા પ્રતિભાસે છે, પરંતુ “દુષ્ટ રુધિરમાં જળોની પેઠે તેઓ વિષયોમાં અત્યંત આસક્ત હોઈ વિષયતૃષ્ણા દુઃખ અનુભવે છે. ખરાબ લોહી પીવા ઈચ્છતી લોહી તરસી જળો જેમ રુધિર પાન કરતાં પોતે જ પ્રલય પામી ફ્લેશ ભોગવે છે, તેમ વિષયતૃષ્ણાવંત આ પુણ્યશાળીઓ પણ વિષયોને ઈચ્છતા અને ભોગવતા રહી પ્રલય - આત્મનાશ પામી ફ્લેશ અનુભવે છે. આમ શુભોપયોગજન્ય પુણ્યો પણ સુખાભાસ રૂપ દુઃખના જ સાધનો છે. જ્યાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાર્થથી દુઃખ રૂપ જ છે, ત્યાં પછી બીજા સુખનું તો પૂછવું જ શું? વળી પુણ્યજન્ય ઈદ્રિય સુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુઃખ સ્વરૂપ પણ છે. કારણકે તે પરાધીન છે, બાધા સહિત છે, વિચ્છિન્ન - ખંડિત છે, બંધ કારણ છે, વિષમ છે. એટલે ઈદ્રિયોથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુઃખ જ છે.” આત્માથી અતિરિક્ત - જૂદા એવા પર નિમિત્તથી ઉપજતું હોવાથી, તે ઈદ્રિય સુખ પરાધીન છે. ક્ષુધા - તૃષાદિ તૃષ્ણા વિકારોથી અત્યંત આકુલતાને લીધે તે બાધા સહિત છે. એક સરખો અખંડ શાતા વેદનીયનો ઉદય રહેતો ન હોઈ, શાતા - અશાતાના ઉદયથી તે ખંડખંડ થાય છે, એટલે તે વિચ્છિન્ન - ખંડિત છે. ઉપભોગ માર્ગમાં દોષ સેના તો પાછળ પાછળ લાગેલી જ (અનુલગ્ન) છે અને તેના અનુસારે ઘન કમરપટલ સાથે સાથે જ હોય છે, તેના વડે કરીને તે બંધ કારણ છે અને સદા વૃદ્ધિનહાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુઃખ સાધન સિદ્ધ થયું. એટલે આમ પણ પુણ્ય પાપના સંસાર દુઃખરૂપ અનુભવ અભેદને લીધે કર્મ એક અભેદ સ્વરૂપ છે. "यतो हि कर्मणां फलभूतः सुखदुःखहेतुविषयो मूर्तों, मूर्तेरिन्द्रियै र्जीवेन नियतं भुज्यते, ततः कर्मणां भूर्तत्वमनुमीयते । તથાદ - મૂર્ત વર્ષ મૂર્તસંવન્થનાનુણ્યમાન મૂર્તતાવાવિષરિતિ ” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય’ ટીકા ગા. ૧૩૩ પ્રવચનસાર' ગા. ૭૧ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા. આ અંગે શ્રી પ્રવચનસાર ગા. ૬૩-૬૪ અને ૭૦-૭૬ અને તે પરની શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્ભુત અમૃત ટીકા ખાસ અવલોકવા યોગ્ય છે - જેનો સાર સંદર્ભ ઉપર વિવેચનમાં અંતર્ભત કર્યો છે.
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy