SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ક્યોતિર્મિચરિતમુવનામોમવન, અથવા ભુવનાભોગને - લોકાલોક વિસ્તારને ભવનને (અને ભુવનને - આત્મપ્રદેશરૂપ જીવના નિજ ગૃહને) ચિત્ જ્યોતિઓથી - ચિત્ જ્યોતિઓની છટાઓથી “છુરિત કરતો” - ધોળતો અજવાળતો - સ્વપર પ્રકાશક એવો - એવું જેનું ભવન - પરિણમન - પરિણામનું હોવાપણું છે એવો. આવો ચિજ્યોતિઓથી વિશ્વપ્રકાશક એવો આ સ્વરસથી વિશુદ્ધ આત્મ અકર્તા સ્થિત છે - સ્વયંસિદ્ધ છે, અકર્તા છે જ એમ ભાવથી વસ્તુસ્થિતિ છે. તથાથચાલી ચાદ્યવિદ પ્રસૃમિ: - તથાપિ - એવા આ ચૈતન્યમૂર્તિનો અહીં અચેતન જડ પ્રકૃતિઓ સાથે આ બંધ હોય (I), તે ખરેખર ! અજ્ઞાનનો કોઈ પણ – અવાચ્ય ગહન મહિમા હુરે છે – સ વત્વજ્ઞાનસ્ય મુરતિ મદિના શ્રોf Tહનઃ | અર્થાતુ ખરી રીતે સ્વભાવથી તો આ જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વરસથી વિશુદ્ધ છે જ, નિશ્ચયથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે, એને કોઈ પણ અશુદ્ધિ રૂપ બંધ હોવો ઘટતો નથી, છતાં એવા શુદ્ધ ચૈતન્યમૂર્તિને પણ તે પુદ્ગલમૂર્તિ રૂપ જડ અચેતન પ્રકૃતિઓ સાથે બંધ હોય, તે તો અજ્ઞાનનો “ગહન” - ન સમજી શકાય એવો, ન કળી શકાય એવો અને ન કહી શકાય એવો ગૂઢ મહિમા જ હુરે છે ! આકૃતિ ભુવન ) વિશુદ્ધ (જીવ) અકર્તા પુદ્ગલ કર્મ – પ્રકૃતિ બંધ ભવન તે ઉપરમાં એમ કહ્યું કે કમનિયમિતપણે - બંધસંકલનાથી ઉપજતા જીવપરિણામ જીવ જ છે અને ક્રમનિયમિતપણે - બંધસંકલનાથી ઉપજતા અજીવપરિણામ અજીવ જ છે, એટલે જીવ પરિણામ - અજીવ પરિણામોની એમ બે સ્પષ્ટ વિભિન્ન ધારા હોઈ, જીવને અજીવની સાથે કર્તા-કર્મ સંબંધ નહિ હોવાથી, અજીવની સાથે લેવાદેવા નથી, એથી કરીને જીવ, સ્વભાવથી અર્જા જ અવસ્થિત છે. ત્યારે કોઈ પૂછે - અહો ! આચાર્યજી ! આપ જીવને સ્વભાવથી અકર્તા કહો છો, પણ આ સંસાર ક્રિયા તો પ્રગટ દેખાય છે અને આ સંસારમાં તો પ્રગટપણે આ જીવ પુદગલ દ્રવ્યમય કર્મ પ્રવૃતિઓ સાથે પ્રત્યક્ષ બંધાયેલો દેખાય છે તેનું શું ? કર્મના કર્તાપણા વિના એની આ બંધદશા કેમ હોઈ શકે ? આના સમાધાનમાં આચાર્યજી વદે છે - મહાનુભાવ ! તમારી વાત કોઈ અપેક્ષાએ ખરી છે, અમારો પણ એ જ કહેવાનો આશય છે, કારણકે અમારું કથન એકાંતિક નથી, પણ અનેકાંત સિદ્ધાંતને અનુકળ સાપેક્ષ છે. એટલે યદ્યપિ અશુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જોઈએ તો આત્મા વિભાવથી - વિકત ચેતન ભાવથી અશુદ્ધ પણ છે અને વ્યવહાર નયની દૃષ્ટિએ જોઈએ તો યુગલ દ્રવ્યમય અજીવ જડ પ્રકૃતિઓ સાથે આવા જ્ઞાનમૂર્તિ ચેતનને પુદ્ગલમૂર્તિ અચેતન જડ પ્રકૃતિઓ સાથે બંધ સંબંધ કેમ હોય ? એ મહદ્ આશ્ચર્ય છે છતાં પ્રકૃતિઓ સાથે બંધ નકાર કરી શકાય એમ નથી અને આ બંધ છે તે કયા કારણથી છે તે અંગે વિચાર કરતા વ્યવહારથી કર્તુત્વ પણ છે તે હવે પ્રકાશે છે. ૫૭૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy