SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૯૦ સમયસાર કળશ (૧૧) લલકારે છે – पृथ्वीवृत्त प्रमादकलितः कथं भवति शुद्ध भावोऽलसः, कषायभरगौरवादलसता प्रमादो यतः । अतः स्वरसनिर्भर नियमितः स्वभावे भवन्मुनिः, परमशुद्धतां व्रजति मुच्यते चाचिरात् ॥ १९०॥ પ્રમાદકલિતો થતાં અલસ શુદ્ધ ભાવો જ કાં ? કષાય ભરગૌરવે અલસતા પ્રમાદો જ આ; અતઃ સ્વરસ નિર્ભરે નિયમિતો સ્વભાવે થતો, મુનિ પરમ શુદ્ધતા લહત શીઘ્ર મૂકાય તો. ૧૯૦ અમૃત પદ - ૧૯૦ સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ હોતો, શીઘ્ર મોક્ષને પામે, સ્વભાવ અનુભવ અમૃત પાને, પહોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત મુનિ. ૧ પ્રમાદ કલિત અલસ રે ! આંહી, કેમ હોયે શુદ્ધ ભાવ ? કારણ કષાયભર ગૌરવથી, પ્રમાદ અલસતા સાવ... સ્વભાવ નિયમિત મુનિ. ૨ એથી સ્વરસ નિર્ભર સ્વભાવે, નિયમિત મુનિ હોતો, પરમ શુદ્ધતાને પામે ને, અલ્પકાળે જ મુકાતો... સ્વભાવ નિયમિત મુનિ. ૩ ભગવાન અમૃત અમૃત કળશે, અનુભવ અમૃત પાને, સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ જ હોતો, પ્હોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત મુનિ. ૪ અર્થ - પ્રમાદથી કલિત (પ્રમાદ સાથે સંકળાયેલો) એવો શુદ્ધભાવ કેમ હોય છે ? કારણકે કષાયભર ગૌરવ થકી અલસતા એ પ્રમાદ છે, એથી કરીને સ્વરસ નિર્ભર સ્વભાવમાં નિયમિત હોતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે અને અચિરાત્ (અલ્પ કાળમાં જ – શીઘ્ર જ) મૂકાય છે - મુક્ત થાય છે. ૧૯૦ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે.’’ - “એવું જે” પરમ સત્ય તેનું અત્ર ધ્યાન કરીએ છઈએ.'' ‘ક્ષાયક ચારિત્રને સંભારીએ છીએ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૯૧, ૩૦૨, ૩૧૨ આળસુ ‘પ્રમાદ કલિત’ પ્રમાદયુક્ત 'कषायभर હવે જો શુદ્ધભાવ છે ને પ્રમાદ થાય છે એમ કહો તો તેમ પણ બનવા યોગ્ય નથી, માટે અપ્રમત્ત રહી સ્વભાવમાં સ્થિર થવા મહામુનિ અમૃતચંદ્રજી આ તૃતીય કળશ રત્નમાં મુનિને પ્રેરણા કરે છે પ્રમાવતિતઃ યં મવતિ શુદ્ધભાવોડસઃ ? શુદ્ધભાવ ‘અલસ’ કેમ થાય છે ? કારણકે કષાયભર ગૌરવને લીધે અલસતા’ આળસપણું એ પ્રમાદ છે ગૌરવાવનસત્તા પ્રમાવો યતઃ', અર્થાત્ કોઈ કહેશે કે અમને શુદ્ધભાવ તો છે પણ આળસ થાય છે, ત્યારે આચાર્યજી કહે છે કે તમારી તે ‘અલસતા' - આળસુપણું કષાયભરના ગૌરવથી - ભારીપણા થકી છે ને તે ‘અલસતા’ સ્વરૂપથી પ્રમત્ત થવા રૂપ પ્રમાદ જ છે, અર્થાત્ તેમને કષાય છે કે નહિ ? જો કષાય છે તો કષાયભરના ગૌરવથી ભારીપણા થકી તમારી અલસતા - આળસુપણું તે પ્રમાદ છે, જેમ ખીર-ખાંડ-ધૃત વગેરે મિશ્રિત ભારી અન્ન ખૂબ ખાઈ કોઈ આળસુ બની જાય, તેવો આ ભારી કષાયભારથી ઉપજતો આ આળસ રૂપ પ્રમાદ છે, સ્વરૂપથી પ્રમત્ત થવા રૂપ પ્રમત્ત ભાવ જ છે, તો તમારો શુદ્ધ ભાવ ક્યાં રહ્યો ? શુદ્ધ ભાવ તો અલસતા ત્યજી પ્રમાદ ત્યજી સ્વરૂપમાં અપ્રમત્ત જ ૫૫૭ - - - - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy